________________
૧૪૪
ગુરુ-શિષ્યનો સુભગ યોગા મહાવીર અને ગૌતમના ગુરુશિષ્યપણાના, સંવાદ અને સાન્નિધ્યનું કથન જાણવું પ્રેરણાદાયી છે. મહાવીરે ગૌતમને આપેલ ઉપદેશ અને શિક્ષણની પદ્ધતિ પણ અદ્ભુત રે છે. ગૌતમ જ્યારે ભગવાનના પરિચયમાં આવ્યા ત્યારે ભગવાન સત્યનો સાક્ષાત્કાર
કરી પૂર્ણતાને પામ્યા હતા. દીક્ષાકાળમાં સત્યના સંશોધન સમયે ભગવાન મૌન રહ્યા ( હતા. જ્યારે તે સત્ય તેમની વાણીમાં પ્રગટ થયું, તે સમયે ભાગ્યશાળી ગૌતમ જ પરિચયમાં આવ્યા. અને ભગવાનના જ્ઞાનપ્રવાહને ઝીલનારા પ્રથમ શિષ્યપણે ધ સ્થાપિત થયા.
ગોશાળક ભગવાન પાસે આવ્યો ત્યારે ભગવાને તેને આવકાર્યો ન હતો, કારણ કે તે સમયે તેઓ પેલા પાંચ સંકલ્પની સીમામાં હતા. (ગૃહસ્થને આવકાર ન આપવો). કિ પોતે આત્મસાધનામાં રત હતા, વળી તીર્થપ્રવર્તન પહેલાં શિષ્યત્વ આપવાની તીર્થકરની હિં પ્રણાલિ નથી. કુદરતના નિયમમાં પણ પાત્ર વિના વસ્તુ રહેતી નથી, તેવું કંઈક જ ગોશાળક વખતે યોગાનુયોગ બની ગયું. પ્રારંભથી માંડીને મૃત્યુને ભેટવાનાં નગારાં િવાગ્યાં ત્યાં સુધી ગોશાળકની પ્રભુની પ્રતિભાને ઝીલી શકે તેવી યોગ્યતા ન બની.
આખરે પસ્તાવાનું ઔષધ કંઈક કાર્યકારી બન્યું; અર્થાત્ પ્રભુની કરુણાદષ્ટિ જાણેSઅજાણે જો જીવ પર પડી હોય તો તે મોડેવહેલે મુક્તિનું નિમિત્ત બને છે. માટે જેવા પS ભાવે પડાય તેવા ભાવે પ્રભુના ચરણમાં પડો. છે ગૌતમ પરિચયમાં આવ્યા ને પ્રથમ પળે પ્રભાવિત થયા. જોકે તેમનામાં પણ
સર્વજ્ઞપણાના અહંથી થોડીક ક્ષણો માથું ઊંચકાયું. પણ ગૌતમની પાત્રતા જોઈને પ્રભુએ છે જ આવકાર આપ્યો. છે “ગૌતમ તમે ભલે આવ્યા' છે. આવી વાત્સલ્યપૂર્ણ વાણીનું શ્રવણ કરીને ગૌતમનું પૂરું અસ્તિત્વ જાગૃત થઈ ગયું. હિં ચિત્તમાં ઊઠેલાં વિકલ્પનાં વાદળ વિખરાઈ ગયાં, અને કોઈ અપૂર્વ પ્રકાશથી તેમનો િઆલોક અલંકૃત થઈ ગયો.