________________
૧૨૭ તે થાય છે. તેથી જ્ઞાન યાકાર થતું જણાય છે. પણ શેયના બદલાવાથી જ્ઞાતા નાશ છે પામતો નથી, ઉપયોગ પરિવર્તન પામે છે.
હે ઇંદ્રભૂતિ ! ભૂતોના નાશ સાથે આત્મા નાશ પામતો નથી. જો નાશ પામે તો કર્મબંધ કે મોક્ષ પણ ઘટતા નથી, કાર કે આત્મા કોઈ સંયોગો વડે ઉત્પન્ન થતો નથી કે કોઈના વિયોગથી નાશ પામે. જડ એવા ભૂતોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી
નથી. કારણ કે જડ પદાર્થોનાં લક્ષણો અને ચેતનાનું લક્ષણ ભિન્ન છે. જગતના સર્વ કપદાર્થોથી આત્મા ચેતના ગુણલક્ષણે ભિન્ન જણાઈ આવે છે. વળી પાંચ ભૂતોથી આત્મા
ભિન્ન ન હોય તો દશ્ય જગતનું જ્ઞાન કોને થાય? આ ઘટપટ આદિ એ પુદ્ગલોનો - ભૂતોનો સમૂહ છે તેને આત્મા જ્ઞાન ઉપયોગ વડે જ જાણે છે. ઘટપટાદિ આત્માથી ભિન્ન છે તેમ દેહ પણ આત્માથી ભિન્ન છે. પરંતુ એક
જ ક્ષેત્રમાં વ્યાપીને રહ્યા હોવાથી અભિન્ન જણાય છે. પણ તે બંને પોતાનાં લક્ષણોથી ભિન્ન છે. ઘટપટાદિ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા અને જડ છે. આત્મા ચૈતન્ય
લક્ષણયુક્ત છે. ઘટપટાદિને જે જાણે છે તેનો તું સ્વીકાર કર કે તે જાણનાર તે તે આત્મા છે. છેઆત્માનો ગુણ જ અવિનાશી છે. બહારની અવસ્થાઓ બદલાય છે. જેમ કે જોયો - પદાર્થોને જોઈને જ્ઞાન પરિણમતું જણાય છે. એક દેહનો વિયોગ થતાં આત્માનો વિયોગ જણાય છે પણ તેનો નાશ થતો નથી. કર્મયોગે તે બીજું શરીર ધારણ કરે છે એ આ જગતમાં મૂળ વસ્તુનો અર્થાત્ પદાર્થનો નાશ થતો નથી. પુદ્ગલ - શરીર બળી જતાં, રાખ થઈને પરમાણુ કે રજકણરૂપે પરિણમી વળી તે માટીમાં ભળે છે અને પરમાણુના સમૂહરૂપે થઈને અન્ય શરીરોમાં પોતાનું સ્થાન લે છે. પણ પરમાણપણે ક્યારેય મૂળના વસ્તુનો નાશ થતો નથી. છે. કેટલીક યુક્તિપ્રયુક્તિથી પણ એ શંકાથી નિવારણ થઈ શકવા સંભવ છે. અજ્ઞાન કે અલ્પજ્ઞતાને કારણે આત્મા દેખાતો ન હોય પણ તે જ્ઞાનીના અનુભવમાં અને સર્વજ્ઞના જ્ઞાનમાં જણાયો છે તેથી તેનું અસ્તિત્વ સ્વીકાર્ય છે. જેમ કોઈ એક રણવિસ્તારમાં રહેતા માનવે નાળિયેર જોયું નથી પણ અન્ય વિસ્તારના માનવે તે જોયું છે, તેથી કોઈએ નાળિયેરનું અસ્તિત્વ ન જોયું હોય તો પણ સ્વીકાર્ય બને. આ jainelibrary 9