________________
૧૩૨
ભગવાન પણ જાણતા હતા કે આ સર્વે ભલે સર્વજ્ઞ નથી પણ શાસ્ત્રજ્ઞ છે. સમજવાના અર્શી છે. શંકાનું સમાધાન થાય તો ધર્મપ્રભાવના કરે તેવા છે. ૩. વાયુભૂતિનું શંકાસમાધાન
હે વાયુભૂતિ ! તને શંકા છે કે ‘આ શરીર એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે ?” તું વેદનાં વાકચોના પરસ્પરના સમન્વયને સમજ્યો નથી. આત્માના જ્ઞાન ઉપયોગમાં – વિજ્ઞાનમાં જે પદાર્થો જણાય છે તે પદાર્થો અને આત્મા ભિન્ન છે. જો એકરૂપ હોય તો કચારે પણ અલગ થાય નહિ.
विज्ञानधन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनुविनश्यति, न प्रेत्य संज्ञाऽस्ति ।
હે વાયુભૂતિ ! તારો સંશય વેદનાં પરસ્પર વિરુદ્ધ ભાસતાં વાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદવાક્યોનો તું એવો અર્થ કરે છે કે શરીરથી ભિન્ન કોઈ આત્મા નથી. પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે અને તેમાં લય પામે છે. મદિરામાંથી એક મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ પાંચ ભૂતોમાંથી ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે. લોકો જેને શરીર કહે છે તે આત્મા છે તેમ તું માને છે. બીજી બાજુ આત્મા શરીરથી ભિન્ન છે તે વેદપદોથી તું મૂંઝાય છે.
આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શન-ઉપયોગની અનંત અવસ્થાઓ છે. તેનાથી આત્મા અભિન્ન છે. પરંતુ દેહથી તે ચૈતન્ય લક્ષણે જ ભિન્ન છે. તે ઘટપટાદિને જાણે છે એ જ દર્શાવે છે કે જાણનારો ભિન્ન છે, તેથી સ્વપ્નને જોઈ શકે છે. જ્ઞેયથી જ્ઞાનરૂપ આત્મા ભિન્ન છે. જ્ઞેયના નિમિત્તે આત્માનું જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે પણ શેય અને જ્ઞાતા તદ્દન ભિન્ન છે. આત્મા વસ્તુને જાણે છે પણ તદ્રુપ થતો નથી. જેમ સૂર્યથી પૃથ્વી પ્રકાશિત થાય છે પણ સૂર્ય પૃથ્વીરૂપે થતો નથી.
વળી શરીર અને આત્મા એક હોય તો બંનેના ગુણધર્મો એક જ હોય. શરીર તો હાડ-માંસ-ત્વચાયુક્ત છે, સ્પર્શ-રસ-ગંધ-વર્ણયુક્ત છે, અને આત્મા તો જ્ઞાન-દર્શનઆનંદરૂપ છે. વળી ચૈતન્યના વિયોગે શરીર અહીં પડી રહે છે. જો તે એક જ હોય તો સાથે જવું જોઈએ. માટે પંચભૂત સ્વતંત્ર દ્રવ્ય છે અને આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. કર્મસંયોગે બંને એક ક્ષેત્રાવગાહે રહ્યાં છે. તેને જ્ઞાનીઓ ભિન્ન જાણે છે.
ain Education International
& Pe