________________
૧૩૦ વેદવાક્યો ત્રણ પ્રકારનાં છે. ૧. વિધિદર્શક, ર. અનુવાદદર્શક અને ૩. સ્તુતિરૂપ એ હોય છે. તે સ્વર્ગકામોડગ્નિહોત્રે જુહુયાત્
સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિ હોત્ર હોમ કરે. આ વાક્યો વિધિદર્શક છે. દ્વાદશ આ માસા સંવત્સર. બાર મહિનાનું વર્ષ થાય. અનુવાદદર્શક લોકપ્રસિદ્ધ છે.
जत्ने विष्णु; स्थले विष्णुः विष्णु पर्वतमस्तके ।
सर्वभूतमयो विष्णुस्तस्माद् विष्णुमयं जगत् ।। જળમાં વિષ્ણુ, સ્થળમાં વિષ્ણુ, પર્વતના શિખર પર વિષ્ણુ છે, અને સર્વભૂતોમાં - વિષ્ણુ છે. તેથી સમગ્ર જગત વિષ્ણમય છે.
આ વાક્યો સ્તુતિસૂચક છે. વિષ્ણુનો મહિમા ગાયો છે તેનો અર્થ એ નથી કે આ છે. વિષ્ણુ સિવાય અન્ય પદાર્થો નથી. તેમ વેદમાં સર્વત્ર કેવળ આત્મા છે, તેમ જણાવી તેનો મહિમા ગાયો છે, તેથી આત્મા સિવાય કર્મ નથી તેવું નથી.
વળી જ્ઞાન અમૂર્ત છે, તે વાત સાચી છતાં બ્રાહ્મી, ઘી, દૂધ જેવા પદાર્થો વડે ર બુદ્ધિની વૃદ્ધિ થતી જણાય છે, અને મદિરા કે ઝેર જેવા પદાર્થો વડે જ્ઞાનબુદ્ધિ હીન થતી જોઈએ છીએ. માટે અમૂર્તિ પણ મૂર્તિ દ્વારા લાભહાનિ પામે છે.
વળી ચેતનની પ્રેરણા ન હોય તેવી જડ વસ્તુ કર્મને ગ્રહણ કરી શકતી નથી. એ આત્મવૃત્તિ જ્યારે વિભાવ-મલિન અવસ્થામાં હોય છે, ત્યારે તે કર્મને ગ્રહણ કરે છે, છે અને તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહે છે ત્યારે કર્મથી મુક્ત રહે છે.
વળી તું આ જગતમાં જે ચારે બાજુ વિચિત્રતા જુએ છે તેનું કારણ શું છે ? મનુષ્ય ઇચ્છતો નથી છતાં તેને દુઃખ, રોગ, શોક વગેરેની પ્રાપ્તિ થાય છે. વળી જન્મીને તરત જ બાળકે કોઈ દુષ્કૃત્ય કર્યું ન હોવા છતાં એ બાળક જન્મથી રોગિષ્ઠ,
હોય છે. વળી કોઈ જીવ ધનવાન હોય છે અને કોઈ જીવો દરિદ્રિ હોય છે. એક સુખી, આ એક દુઃખી, એકને ખાવા માટે પકવાન્ન મળે છે, બીજાને સૂકા રોટલાનાં ફાંફાં હોય છે. છે. એક રોગી, બીજો નીરોગી હોય છે. એકને સૂવા સુંવાળા ગાદીતકિયા હોય છે, બીજાને - તૂટેલી ખાટ પણ મળતી નથી.
Vain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
: