________________
1 ૧૩૭
મંડિત પંડિત પોતાની સર્વ શંકાનું સમાધાન થતાં પરમ સંતુષ્ટ થઈ પોતાના - ત્રણસો પચાસ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષિત થયા. તે છઠ્ઠા ગણધરપદને પામ્યા.
સાતમા ગણધર મૌર્યપુત્ર છે શંકા : દેવો છે કે નહિ.
_ “को जानाति गीर्वाणान् इन्द्रयमवरुणकुबेरादीन् ।” ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર જેવા માયાજાળી દેવોને કોણ જાણે છે ? માટે દેવોના હો કે અસ્તિત્વ જેવું કંઈ છે નહિ તેમ તું માને છે. રે સમાધાન : હે મૌર્યપુત્ર ! તું વિચારે છે કે ઇંદ્રાદિ દેવો માયારૂપ છે. વસ્તુસ્વરૂપે એ કંઈ નથી. વળી તું એમ જાણે છે કે નારકીઓ તો પરતંત્ર અને અત્યંત દુઃખી છે તેથી છેઅહીં આવી શકતા નથી. પણ દેવો તો પ્રભાવશાળી અને સ્વતંત્ર છે તેથી અહીં પર આવવાને શક્તિમાન છે છતાં દૃષ્ટિગોચર થતા નથી, તેથી તેઓનું અસ્તિત્વ જ નથી.
વળી બીજી બાજુ તું શાસ્ત્રની યુક્તિથી જાણે છે કે અમુક કૃત્ય કરવાથી દેવલોકમાં
જવાય છે. જો દેવ ન હોય તો દેવલોક કયાંથી હોય? છે. વળી તું પોતે જ આ સમવસરણમાં તારી નજરે દેવોને જુએ છે. સૂર્યચંદ્રાદિનાં આ વિમાનોને સહુ લોકો જુએ છે. તેથી દેવલોક અને દેવોનું અસ્તિત્વ છે. પરંતુ તને છે. વેદવાકયથી જે શંકા છે, તે દેવોનું આયુષ્ય પૂરું થતાં તેમને દેવલોકનાં સુખોનો ત્યાગ
કરી અન્યત્ર જન્મવું પડે છે, તેમ તે દેવપણું પણ અનિત્ય હોવાથી માયારૂપ જણાવ્યું દે છે. અને કેવળ મોક્ષ જ નિત્ય છે તેમ જણાવી તેને માટે પુરુષાર્થ કરવાનું કહ્યું છે. આ છે દેવો પોતાનાં દિવ્ય સુખોનો ત્યાગ કરીને મનુષ્યલોકનાં દુર્ગધથી ભરેલાં સ્થાનોમાં
આવતા નથી. પરંતુ ભક્તિવશ તીર્થંકરોના જન્માદિ કલ્યાણકામાં આવે છે અને ક્વચિત્ર ( શ્રેષથી પ્રેરાઈને નીચેના દેવો વેરવૃત્તિથી આવે છે. છે પ્રભુની નિર્દોષ અને પૂર્ણસત્યથી ભરેલી વાણીનું શ્રવણ કરી મૌર્યપુત્રનો સંશયલ તે નષ્ટ થયો. તે સ્વયં પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા અને હું જ સાતમા ગણધરપદને પામ્યા. આઠમા ગણધર અકંપિતા
શંકા – નારકી છે કે નહિ ?
LUZEWLYRYLOYLAXYQYAXYCYNA COLLA LA LALAYO AY AYALA
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org