________________
૧૩૫
વળી ઘઉંના બીજમાંથી ઘઉં થાય તે વાત સાચી. તે ઘઉં અર્થાત્ વનસ્પતિરૂપે એ પુદ્ગલ છે તેમાં જે ચેતના છે આત્મા છે તે કંઈ ઘઉં રૂપે નથી પણ ભિન્ન છે. ઘઉં એ શરીર છે અને જ્યાં સુધી તેમાં જીવનો સંચાર છે તે ચેતના, અને ઘઉં બંને ભિન્ન છે. તેથી ઘઉંના બીજમાંથી ઘઉં ઉત્પન્ન થાય તેમાં આત્મા કર્મ પ્રમાણે સંચરે છે, કારણ કે શરીર બદલાયા કરે છે.
આ પ્રમાણે પ્રભુનાં વચનનું શ્રવણ કરીને સુધર્મા પંડિત સંતુષ્ટ થયા. પાંચસો શિષ્યો સાથે તેમણે પણ દીક્ષા ગ્રહણ કરી. પ્રભુના ચરણનું શરણ લઈ પાંચમા ગણધર થયા. ૬. મંડિત પંડિત
તેમને શંકા હતી કે આત્માને કર્મબંધ અને કર્મથી મોક્ષ છે કે નહિ ?
હે મંડિત ! તું જાણે છે આત્મા તો સત્ત્વ, રજસ્ અને તમોગુણ રહિત છે, સર્વવ્યાપક છે, તેથી શુભાશુભ કર્મથી રહિત છે. તે સંસારમાં પરિભ્રમણ જ કરતો નથી તો પછી તેનો મોક્ષ પણ કેમ હોય ? આત્મા સદા અસંગ છે, તેને બંધ કેવી રીતે હોય ? તું વિચાર કર કે જો કર્મનો કર્તા આત્મા ન હોય તો કર્મ ગ્રહણ કોણ કરે ? જડ પદાર્થોમાં તો ચેતના હોતી નથી તેથી તે કર્મને ગ્રહણ કરતાં નથી. અજ્ઞાન દશામાં જીવ પર સન્મુખ વિભાવ દશામાં હોવાથી કર્મનો કર્તા છે અને તેથી તેને કર્મબંધ થાય છે. આત્મા જો કેવળ અસંગ હોય તો તને તે પવિત્ર દશાનું દર્શન કેમ ન થાય ? આત્મા સ્વભાવે અસંગ છે પણ વર્તમાનમાં કર્મથી ગ્રસાયેલો છે. સર્વ કર્મનો નાશ થતાં તે મુક્ત થાય છે.
“ स एष विगुणो विभुर्न बध्यते संसरति वा मुच्यते मोचयति वा न वा एष बाह्याभ्यंतरं वा वेद ।”
આવા વેદપદથી તેં માની લીધું છે કે આત્માને કર્મનો બંધ નથી, તો પછી તેણે મોક્ષનો પુરુષાર્થ શા માટે કરવો ?
આ વેદપદનો અર્થ તેં બંધ, મુક્તિ નથી તેવો કર્યો છે. પણ એનો અર્થ એ પ્રમાણે નથી. વળી શુભાશુભ કર્મો વડે સુખદુઃખ ભોગવવાં પડે છે તેવાં વાકચો વાંચી હું સંશયમાં પડ્યો છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org |