________________
૧૨૫ જ સામે કેવી રીતે જોવું ? હું તો પૂરેપૂરો સપડાયો છું. આમ અનેક પ્રકારે ચિંતિત
ઇંદ્રભૂતિ, શંકર ભગવાનની સહાય માગી રહ્યો હતો. (અરે ! સામે જ સાક્ષાત્ક
પરમાત્મા તને સહાય કરવા તત્પર છે) અને ખરેખર, તેણે સાંભળ્યું કે હે ગૌતમ - ઇંદ્રભૂતિ ! તું ભલે આવ્યો..
અરે ! આ શું, તે તો મારું નામ અને ગોત્ર પણ જાણે છે ને ? હા પણ, મારા જ નામથી આબાલવૃદ્ધ સૌ પરિચિત છે, તેથી તે મારું નામ જાણે તેમાં શુ નવાઈ છે ? છતાં જો તે મારા મનના સંશયને જાણશે અને સમાધાન કરશે તો જાણીશ કે ખરેખર તે સર્વજ્ઞ છે. આમ ઇંદ્રભૂતિ ફોગટ મંથનમાં અટવાયો હતો, ત્યાં તો ભગવાન શ્રી મહાવીર બોલ્યા કે –
હે ઇંદ્રભૂતિ ! તને એવી શંકા છે કે આત્મા છે કે નહિ ? આવો સંશય તેને પરસ્પર વિરુદ્ધ લાગતાં વેદવાકયોથી થયો છે.
ગણધરવાદ પ્રારંભ “विज्ञानघन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवा नुविनश्यति, न प्रेत्य संज्ञाऽस्ति.” । છે. આ વેદવાકયથી તું એમ જાણે છે કે આત્મા નામનો પદાર્થ નથી પણ પૃથ્વી ઉપાણી, અગ્નિ, વાયુ અને આકાશ જેવા પાંચ ભૂતોમાંથી આ વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન ના થાય છે અને નાશ પામે છે. તેથી પરલોક પણ નથી. આ પાંચ ભૂતો શરીરરૂપે માં પરિણમે છે ત્યારે જેમ આ ઘડો, આ ઘર, કે આ મનુષ્ય હોય છે, તેમાં વિવિધ પ્રકારે
એ સર્વ જ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે. પણ તે સર્વ પદાર્થનું જ્ઞાન ધરાવનાર આત્મા નામનો પદાર્થ છે, તેમ તું માનતો નથી, કેમ કે તું માને છે કે પાંચ ભૂતોમાંથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો છે. આવી રીતે પરિણમેલાં પાંચ
ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે અને જળના પરપોટાની જેમ લય પામે મિ છે. પણ આત્મા જ ન હોય તો આ લોક-પરલોક કોના થાય? છે કે ઇન્દ્રભૂતિ ! વળી તને યુક્તિથી પણ તે વાત સંગત લાગે છે કે આત્મા સ્પર્ધારિત
અનુભવથી પ્રત્યક્ષ જણાતો નથી. જો આત્મા હોય તો ઘટપટ આદિની જેમ જણાતો હોવો જોઈએ. પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં સમૂહમાં ઘટપટાદિના કાર્યરૂપે જણાય છે ,