________________
૧૧૬
કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવી તીવ્રકર્ષ ઉપાર્જન કર્યું હતું, તે અશાતાવેદનીયરૂપે આ સમયે ઉદયમાં આવ્યું. તે શય્યાપાલ ઘણું ભવભ્રમણ કરીને આ ગામમાં ગોવાળિયો થયો હતો. તે રાત્રિએ પોતાના બળદોને પ્રભુની પાસે મૂકી ગામમાં ગયો. બળદો તો દૂર ચાલી ગયા.
ગોવાળિયો પાછો આવીને પ્રભુને બળદ વિષે પૂછવા લાગ્યો. પુનઃ પુનઃ મોટી બૂમો મારીને પૂછવા છતાં જ્યારે પ્રભુએ જવાબ ન આપ્યો ત્યારે તે અતિ આવેશમાં આવી ગયો. તેણે શરકટ વૃક્ષના, તીર બનાવવાના કાષ્ઠના ખીલા બનાવી પ્રભુના બન્ને કાનમાં નાખીને તેને અંદર એવી રીતે ખોસી દીધા કે બન્નેના અગ્રભાગ એકબીજાને મળી ગયા. વળી તે ખીલા કોઈ ખેંચી કાઢે નહિ તેવા નિર્દય ઇરાદાથી તેણે બહારનો ભાગ કાપી નાખ્યો, અને પછી ચાલી ગયો. પણ પ્રભુ તો અચલ અને અડગ રહ્યા.
શૂળના ઉપસર્ગની વેદના સહિત છતાં શાતા-અશાતાના વેદનથી રહિત પ્રભુ તો વિહાર કરીને મધ્યમ અપાપા નગરીમાં સિદ્ધાર્થ નામના વૈશ્યને ત્યાં પારણા માટે પધાર્યા. તે સિદ્ધાર્થે તેમને ભક્તિથી વંદન આદિ કરી પારણું કરાવ્યું, તે સમયે તેને ત્યાં ખરક નામનો એક વૈધ બેઠો હતો. તે પ્રભુનું સર્વલક્ષણયુક્ત શરીર જોઈને અત્યંત પ્રભાવિત થયો. પણ પ્રભુના મુખ પર તેને કંઈક અસુખ જેવું જણાયું. તેણે આ વાત તેના મિત્રને કરી. મિત્રે કહ્યું કે, તો પછી તું બરાબર તપાસ કરીને મને કહે. તે કુશળ વૈદ્ય પ્રભુના શરીરને નિહાળ્યું અને તરત જ તેને ખ્યાલ આવ્યો કે પ્રભુના કાનમાં તીક્ષ્ણ શૂળ ભોંકી દેવામાં આવી હતી. છતાં પ્રભુ તો સ્વસ્થ હતા. સિદ્ધાર્થે મિત્રવેદ્યને કહ્યું કે, તું શીઘ્ર તેનો ઉપાય કર. તેઓ બંને કંઈ પણ વિચારે તે પહેલાં પ્રભુ તો નિરપેક્ષ ભાવે ત્યાંથી ઉદ્યાન તરફ ચાલ્યા ગયા અને ત્યાં ધ્યાનમાં પ્રવૃત્ત થયા.
પુણ્યવંતા તે બંને મિત્રો યોગ્ય ઔષધિ લઈને સત્વરે ઉદ્યાનમાં પહોંચ્યા. અમુક પ્રકારનાં તેલ વગેરે ઔષધ નાખ્યા પછી સાણસી વડે ખરક વૈદ્યે ઊંડી ઊતરેલી તે શૂળોને મહામહેનતે ખેંચી કાઢી. શરીર પ્રત્યે નિરપેક્ષ એવા ભગવાનનો દેહ આ ક્રૂરતા પ્રત્યે એક ચીસ પાડી ઊઠ્યો, તેને કારણે એ ઉદ્યાનમાં એક સન્નાટો છવાઈ ગયો. ત્યાર પછી તે ખરક વૈધે ઘા રુઝાવાની ઔષધિ નાખી પ્રભુની સેવા કરી. પુણ્યયોગ પ્રાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.or
in Education International
> > 20 3000