________________
૧૧૫ + હતો, તે હવે પ્રભુને પારણું કરાવનાર વ્યક્તિને પ્રતિષ્ઠાનું કારણ જાણી, મહેલે લઈ જવામાં
તત્પર થયા હતા, વાહ વિધિ, તારું નાટક પણ અજબ છે ! તો આ સર્વ પ્રસંગથી ચંદનાનું ચિત્ત તો પ્રભુચરણે રહેવા જ પ્રેરાયું હતું. તેને છે આ રાજમહેલનાં સુખ કે રત્નરાશિમાં કોઈ પ્રીતિ ન હતી. આથી રાજારાણીનો આભાર
માની તેણે કહ્યું કે પોતે જીવનનો શેષ સમય ધનાવહને ત્યાં જ ગાળશે. ચંદના તરીકે દાસત્વમાં એને સુખ છે. અને વળી દાસીને પોતાની સ્વતંત્ર ઇચ્છા હોતી નથી.
રાજાએ પૂછ્યું “તું હવે દાસી કેવી રીતે ?” “મહારાજ, એ તો આપ જ જાણી શકો.”
આ જવાબથી રાજાને આશ્ચર્ય થયું. મંત્રીને પૂછતાં મંત્રીએ સૈનિકોના અત્યાચારની જ વાત કરી. સૈનિકોએ કરેલા અત્યાચારથી રાજાનું શીશ નમી પડ્યું. પોતાના યુદ્ધ-ઉન્માદા જીર પર તેને પસ્તાવો થવા લાગ્યો. જ આખરે ઇન્દ્ર ધનાવહને કહ્યું કે આ કન્યાને તમે સામાન્ય ન માનતા, તે સંસારી હતી
જીવો કરતાં અનેરી સ્ત્રી છે. ભોગ તેને સ્પર્શતા નથી. ભગવાન મહાવીર જ્યારે તીર્થની. - સ્થાપના કરશે ત્યારે પ્રથમ સાધવીપદે ચંદનાનું સ્થાન હશે. અને તે આ જ જન્મમાં મુક્તિ પામશે. તમે તેને તમારા પ્રાણની જેમ રક્ષણ કરજો.
છતાં શતાનિક રાજાના અત્યંત આગ્રહથી અને રાજાજ્ઞાને માન આપી ધનાવહે ચંદનાને રાજાને સોંપી, ચંદનાને તો મહેલ અને જંગલ સમાન હતાં. તે રાજ્યના છે આ અંતઃપુરમાં રહીને પણ ઉત્તમ શ્રાવિકા ધર્મને પાળતી રહી, અને પ્રભુ તીર્થની સ્થાપના કરે, ત્યારે પ્રભુચરણે શેષ જીવન ગાળવાની આતુરતાપૂર્વક ઇચ્છા રાખત ગાળતી હતી.
ઉપસર્ગની ચરમસીમા અને વિરામ કે દઢપણે બાંધેલાં કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી છે. ત્યાર પછી પ્રભુ ગામેગામ, વન-ઉપવનમાં વિહાર કરતા રહ્યા. માર્ગમાં દેવો પડે . જ પૂજાતા અને વંદાતા રહ્યા. આમ થોડો સમય ઉપસર્ગ રહિત અને પરિષહ સહિત પસાર
થયો. ત્યાં વળી પ્રભુ પર મહાન ઉપસર્ગ આવી પડ્યો. દઢપણે બાંધેલાં કર્મ ભોગવ્યા હું વગર છૂટકો નથી. તે સમયે પ્રભુ માનિ ગામની બહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા જ હતા. તેઓ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવ હતા ત્યારે સત્તાના મદમાં અજ્ઞાનવશ શવ્યાપાલના