________________
૧૧૪
ચંદના કોણ હશે ?
પ્રભુ એ જ ધીરતા અને સમતાથી પાછા વળ્યા. સૌને પ્રશ્ન થયો કે આ ચંદના કોણ હશે ? ત્યાં સંપુલ નામનો દધિવાહનનો એક સેવક, જે ચંપાનગરી લૂંટાઈ ત્યારે તે પકડાઈ ગયો હતો, તેને આજે જેલમાંથી મુક્તિ મળી હતી. તે ત્યાં આવ્યો અને ચંદનાના ચરણમાં પડી રુદન કરવા લાગ્યો. ઘણે સમયે પોતાના દેશના વતનીને જોઈને ચંદનાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. શતાનિક રાજાએ ત્યાં આવીને સંપુલને પૂછ્યું કે “તું કેમ રડે છે ?”
સંપુલની અશ્રુધારા આ પ્રશ્નથી વિશેષ ઉત્કટ થઈ. તે માંડ માંડ બોલી શક્યો કે “અનેક પ્રકારના વૈભવમાં ઊછરેલી દધિવાહન રાજા અને ધારિણીની રાજકન્યા વસુમતી આજે દાસીપણું પામી છે તે જોઈ મને રુદન આવે છે.”
તે સમયે મૃગાવતી બોલી ઊઠી કે ‘અરે, આ ચંદના ધારિણીની પુત્રી છે ? ધારિણી તો મારી બહેન છે. બહેનની પુત્રી તે મારી જ પુત્રી છે.’
પ્રભુનું પારણું થવાથી દેવોએ કરેલા દિવ્યોમાં ત્યાં રત્નોની વસુધારા થઈ હતી. રાજા સમજ્યો કે આ ધનનો માલિક હું છું, તેથી લોભવશ તેણે પોતાના સૈનિકોને તે લઈ જઈ રાજના ખજાનામાં મૂકવા આદેશ આપ્યો.
તે સમયે હાજર રહેલા સૌધર્મે શતાનિકને કહ્યું કે “આ રત્નરાશિની સ્વામિની ચંદના છે, તેથી તે જેને આપે તે આ રત્નરાશિ લઈ શકે.”
ચંદનાએ નિસ્પૃહભાવે પોતાના પાલક પિતા તેના માલિક થાય, તેવી ઇચ્છા દર્શાવી, આથી એ રત્નરાશિના માલિક ધનાવહ થયા.
ત્યાર પછી ધારિણીને એમ કે હવે હું તો માસી થઈ એટલે ચંદના મારે મહેલે આવીને રહેશે અને તેથી તેણે ચંદનાને મહેલે આવવા જણાવ્યું.
ચંદના સંસારના નાટકને જોયા કરતી હતી, અને પોતાના ભૂતકાળને જોઈ વિચારતી હતી કે આ જગતના માનવીઓમાં કેવી સ્વાર્થવૃત્તિઓ પડી છે. વર્ષોનાં વહાણાં વીતી ગયાં, કોઈ જાણતું નહોતું ચંદના કોણ છે ? તેની શું સ્થિતિ છે ? આજે તો રત્નરાશિના સ્વામી થવું રાજાને ગમ્યું. જે રાજા સત્તાકાંક્ષાથી પ્રેરાઈને પોતાના જ બનેવી સાથે યુદ્ધે ચઢ્યો હતો, રાજ્યને અને પરિવારને પરાજિત કરી, એક સુખદ માળો વીંખી નાંખ્યો
in Education International
For Private & Personal Use Only
www.jainelibrary.or