________________
૧૦૨
અને તપ તપીને છ માસમાં તે વિદ્યા પ્રાપ્ત કરી, ત્યાર પછી પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો આ પાસે તે અષ્ટાંગ નિમિત્ત - જ્યોતિષશાસ્ત્ર ભણ્યો. તેના વડે ગર્વ પામી તે પોતાને સર્વજ્ઞ જ માનવા લાગ્યો. - સંગમને સૂઝેલી દુબુદ્ધિ – પ્રભુએ વરસાવી અમીદૃષ્ટિ - આ બાજુ પ્રભુ અનુક્રમે વિહાર કરીને વળી પાછા અનાર્ય ભૂમિમાં ગયા અને જ દઢપણે પ્રતિમા ધારણ કરીને રહ્યા. એક વાર ઇદ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં પ્રભુને જ રે ધ્યાનમગ્ન જોઈ વિસ્મય પામી સભામાં કહ્યું કે, પ્રભુ કેવા અડગ છે ! તેમને હું , ચલાયમાન કરવાને કોઈ દેવેન્દ્ર પણ સમર્થ નથી. આમ ઘણા પ્રકારે સ્તુતિ કરી પ્રશંસા ક જ કરવા લાગ્યા. તે સભામાં સંગમ નામે દેવ આ પ્રશંસા સહી શકયો નહિ. તેને લાગ્યું કે, છે એ મહારાજ એક માનવની ખોટી પ્રશંસા કરી રહ્યા છે અને દેવોની અવગણના કરે જ આ છે તે યોગ્ય નથી. જે દેવો મેરુ પર્વતને ઢેફાની જેમ ઊંચકી શકે તેવા છે, સમુદ્રને છે
ખોબામાં લે તેવા શક્તિવાળા છે, પૃથ્વીને માથે ધારણ કરે તેવા છે, તેવા પરાક્રમી દેવો જ
આગળ આ એક માનવની શક્તિનું શું ગજું છે ? હું જાતે જ તે સાધુને ક્ષણવારમાં જ ન ચલાયમાન કરી શકું તેમ છું. અને તેણે તે વાત દેવસભામાં જાહેર કરી. હીનભાગી છે - સંગમને દુર્બુદ્ધિ સૂઝી. આ છે વિચાર્યું કે, જો સંગમને જતો અટકાવીશ તો તે દુર્બુદ્ધિ પોતે તીર્થકર વિષે જ આ ખોટો વિકલ્પ કરશે અને બીજા દેવો પણ તેની વાતને સાચી માની લેશે કે તીર્થંકર તો જ
ઇંદ્રની સહાયથી તપ કરે છે. તેથી તેમણે તેને અટકાવ્યો નહિ. આથી ગર્વ ભરેલો છે જ સંગમ તરત જ સભામાંથી ઊઠી પ્રભુ ધ્યાનમાં સ્થિર હતા ત્યાં આવ્યો.
જેમાં પ્રભુની શાંત મુદ્રા જોઈ છતાં તે મૂર્ખ પોતે અશાંત જ રહ્યો. અને પ્રથમ તો ધૂળની છે છે વૃષ્ટિ કરી પ્રભુનું આખું શરીર ઢાંકી દીધું અને નાકનાં દ્વાર પણ એવાં પૂરી દીધાં કે છે છે શ્વાસ રૂંધાઈ જાય. છતાં પણ પ્રભુ તો અડગ જ રહ્યા તેથી તે દુષ્ટ દેવે ધૂળને સમેટી લઈ જ જ વજ જેવાં મુખવાળી કીડીઓ ઉત્પન્ન કરી, પ્રભુના શરીર પર છોડી દીધી. તે કીડીઓએ આ છે પ્રભુના શરીરને વીંધીને ચાળણી જેવું કરી મુકવું. છતાં ક્ષમાસાગર પ્રભુ ચલાયમાન ન દે એ થયા. આથી સંગમ વધુ ઉશ્કેરાયો અને તેણે કીડીઓને સંહરી મોટા ડાંસ ઉત્પન્ન કર્યા. રિ
SERBસ્ટાફ