________________
૧૧૧ ૨ થઈ ગઈ, તેણે વિચાર્યું કે હવે આ ઉપાધિને મૂળમાંથી જ છેદી નાખવી જોઈએ. મૂળા - આનાથી વિશેષ શું વિચારી શકે ? આ ચંદનાનો શું દોષ ! મૂળાનો શું દોષ ? અને શેઠનો પણ શું દોષ? કર્મની જ તે વિચિત્રતા.
શેઠ વિશ્રામ કરીને પાછા પેઢીએ ગયા. તે જ સમયે વિલંબરહિત મૂળાએ વાળંદને બોલાવ્યો. જે કેશકલાપે આ પ્રસંગની ભયંકરતા ઊભી કરી, પ્રથમ તો તેને દૂર કરાવી
દીધો. ચંદનાનું મસ્તક મુંડિત થયું. પ્રસંગથી કોપાયમાન થયેલી મૂળાએ ચંદનાને એક - ઓરડામાં લઈ જઈ, પગમાં બેડી નાંખી. અપશબ્દો સંભળાવી, ઓરડો બંધ કરી દીધો
અને સેવકવર્ગને ચેતવી દીધો કે કોઈએ ચંદના વિષે શેઠને કંઈ કહેવું નહિ. જે કહેશે - તેની દશા બૂરી થશે. આવી વ્યવસ્થા કરી નિશ્ચિત થઈ પોતે પિયર ચાલી ગઈ. હું
સાયંકાળે શેઠ ઘરે આવ્યા. ન મૂળા દેખાય, ન ચંદના દેખાય. શેઠે પૂછ્યું “મૂળા ક્યાં!” “જવાબ મળ્યો પિયર ગયાં છે.” “ચંદના ક્યાં ?” સૌનું મૌન.
શેઠ સમજ્યા કે મૂળા નથી એટલે ચંદના વહેલી સુઈ ગઈ હશે કે રમવા ગઈ હશે. જે બીજે દિવસે એ જ પ્રશ્ન અને એ જ મૌન.
ત્રીજે દિવસે શેઠને મનમાં કંઈક શંકા ગઈ, તેથી તેમણે જરા ઉગ્રતાથી પૂછ્યું કે જો કે તમારામાંથી કોઈ ચંદના વિષે જવાબ નહિ આપે તો હું તમને સૌને દૂર કરીશ. છે ત્યારે મૃત્યુને આરે ઊભેલી એક વૃદ્ધાએ હિંમત કરી, સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો ક અને શેઠને પેલા ઓરડા પાસે લઈ ગઈ. શેઠે બારણું ખોલ્યું. ચંદનાની દશા જોઈ શેઠ કે સ્વયં હેબતાઈ ગયા હતપ્રભ થઈ ગયા. ચંદનાએ આંખ ખોલી ઊંચે જોયું, શેઠની - નજરમાંના અનુકંપા અને વાત્સલ્યભાવે તેને ગદ્ગદિત કરી દીધી. ભલભલો ભડવીર છે. પણ આ દશ્ય નિહાળીને ક્ષોભ પામી જાય. ત્યાં વાત્સલ્યમૂર્તિ શેઠની દશા કેવી હોય ? શેઠના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા.
અરે દેવ ! આ હું શું જોઉં છું?” નિર્દોષ મૃગલી જેવી આ કન્યા. તેણે મૂળાનું શું બગાડ્યું હતું ? એની આ કેવી
Main Education International
For Private & Personal use only
www.jainelibrary.org
આ દશા ?