________________
૧૦૧
જ કોઈએ ચોર ગણ્યા, કોઈએ અપશુકન માન્યા અને ત્રાસ આપવા લાગ્યા. પ્રભુ એ સર્વ છે. સંયોગમાં કર્મનો સ્વીકાર કરી સહન કરતા રહ્યા. ગોશાળો થોડો સમય છૂટો પડ્યો છે જે પણ લોકોના મારથી ત્રાસીને પાછો પ્રભુ પાસે આવીને રહ્યો. છે એક વાર પ્રભુ શાલિશીર્ષ નામના ગામે પધાર્યા અને ઉદ્યાનમાં કડકડતી ઠંડીમાં $ ધ્યાનમાં રહ્યા હતા. પ્રભુ જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવ હતા ત્યારે વિજયવતી નામની એક આ અણમાનીતી રાણી હતી. તે મરીને ઘણા ભવ ભમીને વ્યંતરી થઈ હતી. વિર્ભાગજ્ઞાન એ વડે તેણે પ્રભુને જોયા. પૂર્વનું વેર સંભારી તેણે પ્રભુને ભયંકર શીત ઉપસર્ગ કર્યો. છતાં પ્રભુ તો નિશ્ચલ રહ્યા. એ જોઈ તે શાંત થઈ અને ક્ષમા માગી અદશ્ય થઈ.
ત્યાંથી વિહાર કરી પ્રભુએ ચોમાસી તપ કરી વિવિધ અભિગ્રહો વડે આત્મભાવના કરતા ભદ્રિકાપુરીએ ચાતુર્માસ પૂર્ણ કર્યું. મગધ દેશમાં ઉપસર્ગ રહિત વિહરવા લાગ્યા. 2. ત્યાંથી નાનાંમોટાં સ્થાનોમાં પ્રતિમા ધ્યાને રહ્યા અને સાથે સાથે કર્મશત્રુઓનું દહન છે કરતા રહ્યા. •
ત્યાંથી વિહાર કરતાં પ્રભુ કૂર્મગામ પહોંચ્યા. તે ગામની બહાર વેશ્યાયન નામનો તાપસ મધ્યાહ્ન સમયે સૂર્ય સામે આતાપના લઈ કષ્ટ સહી રહ્યો હતો. તેની જટામાંથી છે જુઓ જમીન પર પડતી તો તે તેને પાછી જટામાં મૂકતો. આ જોઈને ગોશાળો તેને છે ચીડવવા લાગ્યો કે તારી જટા જૂની શવ્યા છે. આથી તે તાપસે ગુસ્સે થઈ તેના પર
તેજલેશ્યા મૂકી, તેનાથી ગોશાળો તત્ક્ષણ ભસ્મીભૂત થઈ જાત, પણ કરુણાસાગર પ્રભુએ કે તરત જ શીતલેશ્યા મૂકી તેથી તે તેજોલેશ્યા શમી ગઈ અને ગોશાળો બચી ગયો. પ્રભુની છે આવી શક્તિ જોઈ તે તાપસ વિસ્મય પામ્યો અને પ્રભુની ક્ષમા માગી વિદાય થયો.
ગોશાળો પણ પ્રભુની આ અલોકિક શક્તિથી વિસ્મય પામ્યો અને વિનંતી કરવા જ લાગ્યો કે, પ્રભુ મને આ વિદ્યા શિખવાડો. પ્રભુ જાણતા હતા કે આ અપાત્રને આ વિદ્યા એ શિખવાડવાથી અનર્થ થશે છતાં ભાવિ ભાવ સમજીને પ્રભુએ તેને એ વિદ્યાપ્રાપ્તિની છે. વિધિ બતાવી. છે જે મનુષ્ય છ માસ સુધી સૂર્યની આતાપનાપૂર્વક નિર્જળા છઠ્ઠ કરે, એક મૂઠી છે છે અડદના બાકળા તથા અંજલિ માત્ર ગરમ પાણીથી પારણું કરે, તેને આ તેજોલેશ્યા - લબ્ધિ પ્રાપ્ત થાય છે. આ વિધિને જાણીને ગોશાળો તેને સાધ્ય કરવા પ્રભુથી છૂટો પડ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org