________________
८८
AIHAVA
જ પ્રભુનો વિહાર
ત્યાર પછી પ્રભુ વિહાર કરી કોલ્લાક સન્નિવેશ ગામે ગયા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને જ ઘેર તેના પાત્રમાં પરમાત્રથી પ્રથમ સહજ પારણું કર્યું. સર્વસંગત્યાગ પછીના પ્રભુના પ્રથમ છે જ પારણા નિમિત્તે આકાશમાં વસ્ત્ર, સુગંધી પુષ્પ, દુંદુભિનાદ, સોનૈયા અને અહો દાન અહો આ દાનમ્ એવાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. જોકે પ્રભુને તેનું કાંઈ પ્રયોજન ન હતું.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ મોરાક સન્નિવેશ ગામમાં તાપસીના આશ્રમમાં ગયા. તે મા તાપસીનો કુલપતિ સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો. મિત્રપુત્રના સદ્ભાવથી તે પ્રભુને સામે છે
મળવા ગયો અને તેણે પ્રભુને આલિંગન આપ્યું. પ્રભુએ પણ સહજ હાથ પસારીને તેના છે છે. સદ્ભાવને ગ્રહણ કર્યો. તેની પ્રાર્થનાથી પ્રભુ ત્યાં રહ્યા. સવારે પ્રભુને વિહાર માટે જતા હૈ આ જોઈ તેણે પુનઃ વિનંતી કરી કે, આ વર્ષાકાળ આવે ત્યારે આપ અહીં જ પુનઃ સ્થિરતા છે છે. કરજો. પ્રભુએ સહજ ભાવે તેનો સ્વીકાર કરી વિહાર કર્યો. જ્યારે ચાતુર્માસનો પ્રારંભ છે જ થવાનો હતો ત્યારે પેલા કુલપતિની વિનંતી મુજબ પ્રભુ પાછા પધાર્યા અને તેણે - બનાવેલી એક ઘાસની ઝૂંપડીમાં નિવાસ કર્યો. છે. હવે બન્યું એવું કે, ત્યાં આજુબાજુ ગાયો પણ હતી. તે જંગલમાં આજુબાજુ ઘાસ છે
ન હોવાથી તાપસોની ઝૂંપડીનું જ ઘાસ ખાવા દોડી આવતી, ત્યારે તાપસો તેમને કાઢી # મૂકતા. તે ગાયો પ્રભુ હતા તે ઝૂંપડી આગળ આવી ઘાસ ખાવા લાગી. ધ્યાનસ્થ પ્રભુનું નામ
તેના તરફ લક્ષ જ ન હતું, અને જાય તો પણ કોની ઝૂંપડી, કોનું ઘાસ ને કોની ગાય ! પ્રભુએ ગાયોને દૂર કરવા પ્રયત્ન ન કર્યો, ત્યારે અન્ય તાપસોએ કુલપતિ પાસે ફરિયાદ કરી. કુલપતિને પણ વાત ઠીક લાગી. પોતે મિત્રના પુત્રના વડીલ પણ હતા ને ? તેણે છે પ્રભુ પાસે આવીને કહ્યું કે, “હે વર્ધમાન ! પંખીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે છે. તમે તો રાજપુત્ર છો, ભલે આશ્રમનું રક્ષણ ન કરો પણ તમારી ઝૂંપડીનું રક્ષણ કરવાને શું અસમર્થ છો ?” પ્રભુએ સમભાવથી કુલપતિને સાંભળી લીધા. પછી વિચાર
કર્યો કે, અહીં રહેવાથી કોઈને પણ અપ્રીતિ થવાનું કારણ થશે, એમ ચિંતવી પ્રભુએ આ પાંચ પ્રકારોનો જનહિત માટે નિર્ણય કર્યો. જગતમાં જ્ઞાનીને કોઈ ઓળખે નહિ ત્યારે આ
તેમના દ્વારા થતી આશાતના ટાળવા જ્ઞાનનો આવો સહજ આચાર હોય છે. જેનદર્શનનું છે જ એમાં માહાભ્ય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org