________________
૯૮
CT EKક
આમ વિચારી તેણે ચિત્રપટ બતાવવાનું કાર્ય છોડી દીધું અને તેણે પ્રભુને વિનંતી કરી કે, “હે પ્રભુ ! અજ્ઞાનવશ મેં આપને ઓળખ્યા નહિ. આપ તો મહાપ્રતાપી મહાત્મા છો. આજથી હું આપનો શિષ્ય થાઉં છું. આપની સાથે રહીશ અને આપની સેવા કરીશ. આપ એક જ મારું શરણ છો.” પ્રભુ તો મૌન હતા તેથી તે પોતાની મેળે છે જ તેમનો શિષ્ય થઈને રહ્યો અને ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો. પ્રભુએ અનુક્રમે બીજાં ત્રણ કે માસક્ષમણ પૂર્ણ કર્યા. સુશ્રાવકો દ્વારા ઉત્તમ પ્રકારે પારણાં થયાં. ચાતુર્માસ પૂર્ણ થતાં પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
પ્રભુ વિહાર કરી ગયા ત્યારે ગોશાળો ભિક્ષા લેવા ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે પ્રભુને જોયા નહિ તેથી તે આખા નગરમાં પ્રભુને શોધવા નીકળ્યો. પણ પ્રભુ તેને મળ્યા નહિ. આથી તેણે વિચાર્યું કે હું ગૃહસ્થ છું તેથી પ્રભુ મને તે સ્વીકારતા નથી અને મને મૂકીને ચાલ્યા ગયા. આમ વિચારી તે સાળવીને ત્યાં પાછો આ આવ્યો અને પોતાનાં ઉપકરણ ઉતારી નાખી, દાઢી, મૂછ તથા મસ્તક સર્વનું મુંડન કરી છે જે તે પ્રભુની પાછળ નીકળી ગયો. કોઈ ગામે પ્રભુને તેણે જોયા, અને કહેવા લાગ્યો કે, મિ “પ્રભુ ! હું સર્વ ઉપકરણ છોડી, મુંડન કરી નિઃસંગ થયો છું માટે મને હવે દીક્ષા આપી આ આપનો શિષ્ય બનાવો.” પ્રભુ તો મૌન હતા. છતાં ગોશાળો તેમની સાથે રહેવા લાગ્યો. ૪
પ્રભુ ત્યાંથી વિહાર કરી સુવર્ણખલ નામના ગામ તરફ વિહાર કરતા હતા. એ માર્ગમાં કેટલાક ગોવાળિયા માટીની મોટી હાંડીમાં ખીર રાંધતા હતા. ગોશાળાને ભૂખ જ લાગી હતી. તેણે પ્રભુને કહ્યું કે, આપણે અહીં વિશ્રાંતિ કરી આ ખીર ખાઈને આગળ જ જઈએ. તે સમયે સિદ્ધાર્થ નામનો વ્યંતર અદશ્યપણે રહ્યો હતો. તે બોલ્યો કે, આ હાંડી છે
ફૂટી જશે. ગોશાળાએ આ વાત પેલા ગોવાળિયાઓને જણાવી. આથી તેઓ હાંડીનું ઘણું જ જતન કરવા લાગ્યા. છતાં હાંડી ફૂટી ગઈ. તે જોઈ ગોશાળે એક તર્ક કર્યો કે જે સમયે જે થવાનું હોય તે થાય છે.
પ્રભુ તો મૌનપણે વિહાર કરતા હતા. ગોશાળો પોતે તેમનો શિષ્ય છે તેમ માની પિ સાથે રહેતો હતો અને આવાં ટીખળ કરતો હતો. વળી પ્રભુને તો માસક્ષમણની જ તપશ્ચર્યા હતી. આમ વિહાર કરતાં પ્રભુ એક વાર કોલ્લાગસન્નિવેશના એક શુન્યઘરમાં 4 કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તે ગામના જાગીરદારનો પુત્ર સિંહ તેની દાસી સાથે
Sin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org