________________
૪૮ ભગવાન મહાવીરનું દેવલોકથી અવતરણ (ચ્યવન) છે. તે કાળ અને તે સમયને વિષે આ અવસર્પિણીના ચોથા યુગ-આરાને અંતે - મહાતપસ્વી ભગવાન મહાવીર પ્રાણત દેવલોકમાંથી ચ્યવને જંબુદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં
જે બ્રાહ્મણ-કુંડગ્રામ નામના નગરમાં ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની હત કુક્ષીને વિષે ગર્ભમાં આવ્યા. તીર્થંકરના જીવનું ગર્ભધારણ થતાં તેમની માતા કલ્યાણરૂપ, - મંગળકારી ચૌદ સ્વપ્ન જુએ છે, તે વિધાન અનુસાર દેવાનંદા બ્રાહ્મણીએ પણ િશોભાસહિત ચૌદ સ્વપ્ન જોયાં.
ત્યાર પછી દેવાનંદા આવાં પ્રશસ્ત ચૌદ સ્વપ્ન જોઈને વિસ્મયસહ જાગી ઊઠી, આ પ્રસન્ન ચિત્તે સ્વપ્નનું સ્મરણ કરતી ઉલ્લાસ સહિત શય્યાનો ત્યાગ કરી પોતાના પતિના
શયનખંડમાં ધીમી ગતિએ જઈ પહોંચી. સુખેથી આસન પર બેસીને તે કહેવા લાગી ક હે દેવાનુપ્રિય ! આજે અર્ધનિદ્રાવસ્થામાં મેં તેજસ્વી ચૌદ મહાસ્વપ્ન જોયાં. તેણે હિં તેનું સવિસ્તર વર્ણન કર્યું. એ સાંભળી ઋષભદત્ત પણ પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો . - હે દેવી! તને ઉત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ થશે. ઉપરાંત ધનધાન્યાદિ વગેરેનો લાભ થશે પર અને એક હજાર આઠ લક્ષણવાળા પુત્રને જન્મ આપીશ (આ લક્ષણો એટલે શરીરનાં ;
આ અંગ-ઉપાંગો, રેખાઓ વગેરેનું સપ્રમાણ હોવું વગેરે, બહારના પણ ઘણા યોગનું હોવું, SS સારી ગતિમાંથી આવવું-જવું વગેરે, જ્ઞાન-બુદ્ધિની ઉત્તમતા હોવી વગેરે).
પતિના મુખેથી સ્વપ્નના ઉત્તમ ફળને જાણીને દેવાનંદા પતિને બંને હાથ વડે , - અંજલિ કરીને સંતુષ્ટ થઈ બોલી કે, હે દેવાનુપ્રિય ! તમે સ્વપ્નનું ફળ કહ્યું તે સત્ય અને આ છે ઇષ્ટ જ છે. ત્યાર પછી દેવાનંદા સુખે દિવસો પસાર કરવા લાગી. છે. શક્રેન્દ્રસ્તુતિ જ તે કાળ અને તે સમયને વિષે શું બન્યું તે કહે છે કે, સૌધર્મેન્દ્ર સુધર્મા સભામાં બેઠા છે છે. તે શક્ર નામના સિંહાસન પર બેસતા હોવાથી કેન્દ્ર કહેવાય છે. દેવોમાં પણ અધિક - શોભાયમાન, પૂર્વજીવનમાં શ્રાવકની પાંચમી પ્રતિમાને સો વાર ધારણ કરનારો હોવાથી ; છે તેનું નામ શતક્રતુ કહેવાય છે.
SY)
www.jainelibrary.ord)
in Education International
For Private & Personal Use Only WAAVAVAVAVAVAVAVAWAAYEY>