Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પાલનથી મુક્તિ પ્રાપ્ત કરીને માનવ જન્મ સાર્થક કર્યો છે તેનો મૂલ્યવાન સંદર્ભ પ્રાપ્ત થાય છે. તીર્થકર ભગવંતો, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાપુરુષો, સાધુ મહાત્માઓ, ધનિક શ્રેષ્ઠિઓ, સતી સ્ત્રીઓ, કુસંસ્કાર, સંસારની અસારતા સંયમ ધર્મની મહત્તા જેવા વિવિધ વિષયોને સ્પર્શતા વિચારો તેના દ્વારા પ્રગટ થયા છે. ધર્મકથાનુયોગનો આર્ય રક્ષિતસૂરિએ ઉધ્ધાર કર્યો હતો. આમ, જૈન કથા સાહિત્યનું મૂળ ધર્મકથાનુયોગ છે.” જૈન કથા સાહિત્યના ઉદ્ગમ વિશે વિદ્વાન ડૉ.કાન્તિભાઈ બી શાહ લખે છે કે, . “જેમ જૈન દર્શન અને જૈન જીવનશૈલીનો આધાર સ્ત્રોત આપણા આગમો છે તેમ જૈન કથા સાહિત્યનો મુખ્ય આધારસ્રોત પણ આપણું આગમ સાહિત્ય છે. આપણા આગમસૂત્રો સમજવા માટે ચાર અનુયોગ પ્રસ્થાપિત થયા છે. ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. આમ આપણા શ્રુતાભ્યાસમા ધર્મકથાનું પાસુ એક મહત્ત્વનું પરિબળ છે. આપણી દ્વાદશાંગીમાં છઠું અંગ “જ્ઞાતા ધર્મકથાંગ” છે. જે ધર્મકથાનુયોગની દષ્ટિએ મહત્ત્વનું છે. તીર્થકરોથી લઇને સતી સ્ત્રીઓ, શ્રેષ્ઠીઓ, રાજાઓ આદિની કથાઓ આપણા એકાધિક આગમોમાં સમાવિષ્ટ થઇ છે.”
આ ઉપરથી કહી શકાય કે જૈન કથા સાહિત્યનો ઉદ્દભવ અતિ પ્રાચીન છે. કથા પહેલા મૌખિક રૂપમાં હતી. ત્યાર બાદ લેખિત રૂપમાં પ્રચલિત થઇ. તેમાં વિભિન્ન ધર્મો અને સામાજિક સંસ્કૃતિના માધ્યમથી આંશિક પરિવર્તન થયું છે. વિભિન્ન દેશોમાં પ્રચલિત કથાઓમાં થોડું સામ્ય અને થોડું જુદાપણું છે. જેમ કે હિતોપદેશ અને ઇસપની કથાઓ. જૈન ધારામાં ઝષભદેવ, મહાવીરસ્વામી આદિ તીર્થકરોની જીવન વિષયક કથાઓ, કુલકરો આદિની કથાઓ મૂકી છે. કેટલાંક કથાનકો બ્રાહ્મણ બૌધ્ધ અને જૈન એ ત્રણે ધારામાં ભારતીય વાર્તા વિશ્વના સમાન ધનમાંથી પ્રાપ્ત થયા છે. રાસાઓ પણ પ્રચલિત કથાઓમાંથી લેવાયા છે. જેનધર્મની ધારા પુનર્જન્મ અને કર્મ સિધ્ધાંતને પ્રાધાન્ય આપે છે. જૈન આગમોનો પરિચય તથા કથાનુયોગ :
જૈન ધર્મ ગ્રંથ મૂળ “આગમ” જે ઈસુની પહેલી સદીમાં રચાયો છે. જૈન સાહિત્ય આગમિક અને અનાગમિક છે. તેમાં અનાગમિક કથા સાહિત્ય ધર્મ કથાનુયોગ છે. જેમાં તીર્થકર ભગવંતો ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, મહાપુરુષો, સાધુ મહાત્માઓ, ધનિક શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓ, કુસંસ્કાર, સંસારની અસારતા, સંયમ ધર્મની મહત્તા જેવા વિવિધ વિષયોને સ્પર્શતા વિચારો પ્રગટ થાય છે. આમ જૈન કથાસાહિત્યનું