________________
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ
જણાવ્યું છે. આમાં વલ દેશ તે ભાટીઓનું જૈસલમીર છે, અને ત્રવણી તેની દક્ષિણનો દેશ હોવો જોઈએ) આદિ, સંસ્કૃતમાં અપભ્રંશના અંશ ભેળવી એક જ રીતે બોલે છે. શારદાના પ્રસાદથી કાશ્મીરીઓ સુકવ થાય છે પરંતુ તેનો પાઠક્રમ જોશો તો જાણે ગળાની પિચકારી છે. ઉત્તરાપથના કવિઓ બહુ સંસ્કારી છતાં પણ નાકમાંથી બોલે છે. પાંચાલ દેશવાળાના પાઠ તો કાનોમાં મધ વ૨સાવે છે તેનું તો બોલવું જ શું ? (‘માર્ગાનુગેન નિનદેન નિધિર્ગુણાનાં, સંપૂર્ણવર્ણરચનો યતિભિર્વિભક્તઃ, પાંચાલમંડલભુવાઃ સુમનઃ કવીનાં, શ્રોત્રે મધુ ક્ષરતિ કિંચન કાવ્યપાઠઃ ।।')
૧૧
૨૨. જૂની અપભ્રંશ સંસ્કૃત અને પ્રાકૃત સાથે મળતી છે, અને પાછળની અપભ્રંશ તે જૂની હિન્દી-જૂની ગુજરાતીને મળતી છે. ઉપર બતાવી ગયા છીએ તે પ્રમાણે શૌરસેની અને ભૂતભાષાની ભૂમિ જ અપભ્રંશની ભૂમિ થઈ અને તે જ જૂની હિન્દી-જૂની ગુજરાતીની ભૂમિ છે. અંતર્વેદ, વ્રજ, દક્ષિણી પંજાબ, ટક્ક, ભાદાનક, મરુ, ત્રવણ, રાજપૂતાના, અવંતી, પરિયાત્ર, દશપુર અને સુરાષ્ટ્ર અહીંની જે ભાષા તે એક જ મુખ્ય અપભ્રંશ હતી, જેવી રીતે પહેલાં દેશભેદ થતાં પણ એક જ પ્રાકૃત હતી. હમણાં અપભ્રંશના સાહિત્યનાં અધિક ઉદાહરણ મળ્યાં નથી, તેમ તે ભાષાના વ્યાકરણ આદિ પર હજુ પૂરું ધ્યાન આપવામાં આવ્યું નથી.
૨૩. અપભ્રંશ ક્યાં સમાપ્ત થાય છે અને જૂની હિન્દી-જૂની ગુજરાતીનો ક્યાંથી આરંભ થાય છે તેનો નિર્ણય ક૨વો કઠણ છે પરંતુ તે રોચક અને અતિ મહત્ત્વનો છે. આ બે ભાષાઓના સમય અને દેશના સંબંધે કંઈ સ્પષ્ટ લીટી દોરી શકાતી નથી. કેટલાંક ઉદાહરણ એવાં છે કે જેને અપભ્રંશ પણ કહી શકાય અને જૂની હિન્દી-જૂની ગુજરાતી પણ કહી શકાય. સંસ્કૃત ગ્રંથોમાં તે લખાઈ તે કારણે અપભ્રંશ અને જૂની હિન્દી-જૂની ગુજરાતીની લેખશૈલીની રક્ષા થઈ. નહીં તો મુખસુખાર્થ લેખનશૈલીમાં બદલતીબદલતી એવી થઈ જાત કે તેને પ્રાચીન સમજવી અશક્ય થાત. તે પ્રાચીન શૈલીને હિન્દી કે ગુજરાતી ઉચ્ચારણાનુસારિણી શૈલી પર લખવામાં આવે (કે જે રીતે તે અવશ્ય બોલાતી હોય) તો અપભ્રંશ કવિતા કેવલ જૂની હિન્દી કે જૂની ગુજરાતી થઈ જાય છે અને દુર્બોધ રહેતી નથી. આ પરથી એમ કહી શકાય નહીં કે જૂની હિન્દી કે જૂની ગુજરાતીનો કાલ ઘણો પાછળ હઠાડી શકાય. ઉપમાવાચક ‘જિમિ’ યા ‘જિમ’ ‘જ્યમ’, તેને આવી જૂની કવિતામાં ‘જિમ્વ’ લખેલો મળી આવે છે. તેના ઉચ્ચારણમાં પ્રથમ સ્વર સંયુક્તાક્ષરની આગળ હોવાથી ગુરુ થઈ શકતો નથી (જિવ), કારણકે જે છંદમાં તે આવ્યો છે તેનો ભંગ થાય છે. આથી તેને ભલે ‘જિમ્ને’ લખ્યો હોય, પણ તેનો ઉચ્ચાર ‘જિંવ' થતો કે જે ‘જિમ’ જ છે. સંસ્કૃત ‘ઉત્પદ્યતે’નું પ્રાકૃત રૂપ ‘ઉપ્પજ્જઇ’ છે કે જે ઘસાતાં ઉપ્પજઇ’ના રૂપમાં પરિણમે છે. હવે આ ‘ઉપ્પજઇ’ને અપભ્રંશ માનવો કે જૂની હિન્દી-જૂની ગુજરાતી માનવો ? ‘જઇ’ને તેના ઉચ્ચાર અનુસાર લખવાથી ‘ઉપજૈ” થાય છે (સંયુક્ત પ’કારને કારણે ‘ઉ’ની માત્રાની ગુરુતા માનતાં ‘ઊપજૈ’ ખરી રીતે થાય) કે જેને હમણાં હિંદી તરીકે પિછાનીએ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International