________________
સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો
આવ્યો છે. જેમકે જેની છાતી પર વાળ હોય તે આ કામ કરે, જેણે માનું દૂધ પીધું છે, જે ઊજળી ચૌદશે જન્મ્યો છે.
(૭) વસંતવર્ણન
અહ કોઈલ-કુલ-૨વ-મુહુલ, ભુવણિ વસંતુ પય, ભટ્ઠ વ મયણ-મહા-નિવહ, પડિઅ-વિજય-મરટ્ઠ. • અથ કોયલ-કુલ-૨વ-મુખર, ભુવને વસંત પેઠો, ભટ ઇવ મદન મહાનૃપના પ્રકટિત-વિજય-પુરુષાર્થ. મરઠ – વીરતા, મરાઠાપણું ? [મરડ, ગ] (૮) સૂરુ પલોઇવિ કંત-કર, ઉત્તર-દિદિસ-આસત્તુ, નીસાસુ વ દાહિણ-દિસય, મલય-સમીર પવત્તુ. સૂર્ય પ્રલોકી કાન્તક૨, ઉત્તર-દિશા-આસક્ત, નિઃશ્વાસ ઈવ દક્ષિણદિશના મલયસમીર પ્રવૃત્ત.
•
[મલયના સમીર વહે છે તે જાણે સુંદર કિરણોવાળા સૂર્યને ઉત્ત૨ દિશામાં આસક્ત જોઈને દક્ષિણ દિશાએ મૂકેલા નિઃશ્વાસો. ]
આમાં ‘કુમારસંભવ’ના ‘કુબેરગુપ્તાં દિશમુ૨મૌ, ગન્તુ પ્રવૃત્ત સમય વિલંઘ્ય, દિગ્દક્ષિણા ગન્ધવહં મુખેન વ્યલીકનિઃશ્વાસમિવોત્સસર્જ’નો ભાવ છે, ‘ક૨’માં શ્લેષ છે. પલોઇવિ – પ્રલોક્સ, જોઈને. વિભક્તિઓનો બરાબર અનુક્રમ ન જાળવ્યાથી આ શબ્દ વચમાં આવી ગયો છે અને ‘સૂર’ તથા ‘કંત’ દૂર પડી ગયા છે.
(૯) કાણણ-સિરિ સોહઇ અરુણ-નવ-પલ્લવ-પરિણદ્ધ. નં રત્તસુય-પાવરિય, મહુ-પિયયમ-સંબદ્ધ.
કાનન-અરણ્યની શ્રી અરુણ નવપલ્લવોથી ઢંકાયેલી શોભે છે, જાણે રક્તાંશુક(લાલ વસ્ત્રો)થી ઢંકાયેલી, મધુ(ચૈત્ર, વસંત)રૂપી પ્રિયતમથી સંબદ્ધ (હોય નહીં).
હતો કે
•
•
લાલ વસ્ત્ર ગુજરાતી સ્ત્રીઓ પહેરે છે. તેને ‘કસુંબો’ કહે છે. પારિય – પ્રાવૃત.
(૧૦) સહયારિહિ મંજિર સહિ, ભમર-સમૂહ-સશાહ,
જાલાઉ વ મયણાનલહ, પરિય-ધૂમ-પવાહ.
• સહકાર (આંબા) પર મંજરી સોહે છે ભ્રમરસમૂહથી સનાથ,
જ્વાલાઓ ઇવ મદનાનલની પ્રસરિત ધૂમ્ર-પ્રવાહ.
અહીં ‘સહહિ’નો અર્થ ‘સહે છે’ એમ થઈ શકતો નથી. સોહે છે’ એ અર્થ બેસે
છે. ‘સો’માંના ‘ઓ’ની એક માત્રા માનવાથી કામ ચાલ્યું છે. જુઓ ક્ર.૨૨, ૪૧.
-
૧૩૭
[પ્રાકૃતમાં ‘સ’ ‘વિરાજ્ - શોભવું' એ અર્થમાં પણ છે.]
(૧૧) દમયંતીના વસ્ત્ર પર નલ તેને તજતી વખતે પોતાના લોહીથી લખી ગયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org