________________
પ્રાચીન ગુજરાતી સુભાષિતો
૧૭૫
ગ્રંથો ઉપરથી જણાશે કે પ્રાચીન ગુજરાતી સુભાષિતોના સંગ્રહગ્રંથો છે. આ સંગ્રહગ્રંથો એકલા જ ગુજરાતીના નથી, પરંતુ તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી એમ ત્રણે ભાષાઓની સૂક્તિઓ છે. આ સુભાષિતો સુભાષિતો તરીકે જ નહીં પરંતુ પ્રાચીન ગુજરાતી તરીકે ભાષાવિવેકશાસ્ત્રીને ગુજરાતી ભાષાના વિકાસના નિર્ણયમાં ઉપયોગી થઈ પડશે.
(૧) “અબડકથાનક' સંસ્કૃત કવિતાબદ્ધ છે, પરંતુ તેમાં કેટલીક પ્રાકૃત ઉક્તિઓ આપેલી છે, આ ગ્રંથના કર્તા મુનિરત્નસૂરિએ બીજો ગ્રંથ સં.૧૨૫૦માં ૯ રચેલો છે. પ્રતીક પ્રિતિ નવીન હોવાથી ભાષામાં ફેરફાર તથા અશુદ્ધિઓ લાગશે.
(૨) “સૂક્તાલી સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સૂક્તિઓનો સંગ્રહ છે. સંગ્રહકર્તાનું નામ તથા રચનાનો સમય આપેલો નથી. પ્રતીક આશરે ૩૦૦ વર્ષનો જૂનો લાગે છે.
(૩) ૧૬મા શતકના અંતમાં લખાયેલા ‘સિદ્ધચક્રમહિમસૂક્તનાં પાનાંમાંથી ગુજરાતી સૂક્તો.
(૪) “મન:સ્થિરીકરણ સ્વાધ્યાયની સં.૧૫૬૪માં લખાયેલી ભવ્યાક્ષરની પ્રતિના અંતે આપેલા સૂક્તો.
(૫) સૂક્તિઓના સંગ્રહનાં પાંચ પાનાં. આ પ્રતીકને તાડપત્રની પેઠે વચમાં કાણું પાડેલું છે અને તે ૪૦૦ વર્ષ પહેલાંનો લખાયેલો લાગે છે તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને બહુ જૂની ગુજરાતી સૂક્તિઓ છે.
(૬) સુભાષિત પત્ર ૬. સંસ્કૃત પ્રાકૃત તથા ગુજરાતી સૂક્તિઓ આશરે ૧૫૦ આપેલી છે. પ્રતીક ત્રણસો વર્ષ જેટલો જૂનો લાગે છે.
(૭) સુભાષિતનાં ૨-૮ પાનાં. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સૂક્તિઓ. ઓછામાં ઓછાં બસો વર્ષ જેટલો જૂનો પ્રતીક લાગે છે.
(૮) સુભાષિત પત્ર પ. ઉપરના જેટલો જ જૂનો.
(૯) “સૂક્તાવલી - સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સૂક્તોનો સંગ્રહ, પત્ર ૨-૯, સંગ્રહકર્તા અજ્ઞાત છે. પ્રતીક લખ્યા સાલ સં. ૧૬૯૭.
(૧૦) સુભાષિતોનાં પાનાં ૧૩ – સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી. ૩૦૦ વર્ષથી પણ વધારે જૂનાં લાગે છે.
(૧૧) એકલાં પ્રાચીન ગુજરાતી સૂક્તોનું એક પત્ર, તેમાં ૧૦૫ સૂક્તો છે. આ
૩૯. “અંબડકથાનક' સંવત ૧૨૫૦ની આસપાસ રચાયેલું છે, તેની અમે ખાતરી અસલ પુસ્તકો જોઈ કરી છે. આટલી જૂની જેમ ગુજરાતી(?)ના નમૂના ઘણા કિંમતી થઈ પડશે એમ અમારું માનવું છે. તે વખતની હિન્દુ ગુજરાતી આથી કાંઈક સહેજ જુદી પડતી હશે (?) તોપણ સંવત ૧૨પ૦માં ગુજરાતી લખાણ કરવામાં આવતું હતું તે માત્ર આપણી ભાષાની ઉત્પત્તિના સમયનો નિર્ણય કરવામાં જરૂરની છે. ને તેટલા માટે રા. દલાલે આ અજવાળામાં આણીને ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે એમ અમે માનીએ છીએ.
- તંત્રી, ‘સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org