________________
મહત્વાકાંક્ષી યોજનાનો પડકાર ઝીલનારા
‘જૈન ગૂર્જર કવિઓ'નાં બધાં મળીને ૪0૬૧ | પૃષ્ઠ | આટલાં બધાં પૃષ્ઠ પર મુદ્રિત સામગ્રી
એકત્રિત કરી, તેને વ્યવસ્થિત રીતે મૂક્નાર વ્યક્તિ એક જ. ફક્ત એક. નામે મોહનલાલે દલીચંદ દેસાઈ, જેમણે પોતાની જિંદગીનાં ૬૦ વર્ષમાંથી "અધી ઉપરનાં વર્ષ ગ્રંથની સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત ગોઠવવામાં ગાળ્યાં !
૧૯૮૬ના નવેમ્બર માસમાં જૈન ગુર્જર કવિઓ”ની સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિનો પ્રથમ ભાગ પ્રકાશિત થયો અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરેલી એક મહત્ત્વાકાંક્ષી યોજનાના અમલ વિશે શ્રદ્ધા બંધાઈ. એ પછીના ફક્ત સાડા ચાર વર્ષના ગાળામાં આ સંદર્ભગ્રન્થનો સાતમો ભાગ પ્રકાશિત થાય છે. એ તો આનંદની વાત છે જ, તે યોજના સાથે સંકળાયેલા વિદ્વાનો, પ્રકાશક અને મુદ્રક પણ અભિનંદનને પાત્ર ઠરે છે. મૂળ આવૃત્તિનાં ૪૦૬૧ પૃષ્ઠોમાં પ્રકાશિત સામગ્રીની એકેએક નોંધની ચકારાણી કરવી, જરૂર હોય ત્યાં સુધારાવધારા કરવા - એ કામ હાથ ધરવાનો વિચાર ઝટ લઈને ન જ આવે અને કદાચ આવે તો એ કામનો પડકાર ઝીલવા માટે આવશયક ધૃતિ, ચીવટ અને અભ્યાસવૃત્તિ - આ સર્વનો સુમેળ સધાયો હોય એવી વ્યક્તિ મળી. આવવી એ પણ મુશ્કેલ ખરું જ. પરંતુ શ્રી જયંતભાઈ કોઠારી અને તેઓ જે સહકાર્યકરોને પૂરેપૂરો જશ આપે છે એ સહકાર્યકરોએ યોજના સાથે અનુસ્મૃત પડકાર ઝીલ્યો છે અને યોજનાને સફળ કરી બતાવી છે.
ભારતી વૈદ્ય (જન્મભૂમિ, તા.૨૦-૪-૧૯૯૨)
JM Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org