________________
૧૯૬
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
પંડિતોની ભાષા ક્યારની થઈ ગઈ હતી. પ્રાકૃત ભાષા જાણનારા તેમજ બોલનારાનો મોટો સમૂહ નિર્વિવાદ રીતે હતો. અને તે બોલનારામાં નાટ્ય સાથે સંબંધ ધરાવતી કેટલીક લલિત કળાઓના જાણનાર હતા. પરંતુ અપભ્રંશના કવિઓ પાછળ બેસનારાનો અને સ્પષ્ટ રીતે તે ભાષા બોલનારાનો વર્ગ એ પ્રાકૃતભાષી કરતાં પણ વધુ જથ્થામાં હતો. આ મોટા પ્રમાણનો ઊતરતા વર્ગનો સમૂહ એટલે સામાન્ય જનસમૂહ છે કે જેમાંથી કારીગરો નામે સુતાર, લુહાર, સોની આદિ, તથા બીજો મજૂરવર્ગ પ્રાપ્ત થાય છે. અને આ વાત ભાષાવિષયક જે હકીકતો વર્તમાન હિન્દીની દેશી ભાષાઓનાં પ્રાચીનતમ સાહિત્યોમાંથી મળી આવી છે તેને બરાબર બંધ બેસતી છે. ઈ.સ. નવમા સૈકાના અંત (કે જે રાજશેખરના કવિત્વકાલનો સામાન્ય રીતે સમય છે) સુધી દેશી ભાષાઓ પોતાનું સ્વરૂપ જુદીજુદી બોલાતી અપભ્રંશ ભાષાઓથી ભિન્ન સ્વરૂપ પકડતી જતી હતી અને પોતાનું વિશિષ્ટ સ્થાન લેવા માટે પોતાનો વિકાસ કરી રહી હતી. (જુઓ આ લેખનું પૃષ્ઠ ૨૧).
૨૮૭. (૮) નમિસાધુ : જ્યારે “કાવ્યાલંકાર' સૂત્ર ૨-૧૨ પર ટીકા કરે છે ત્યારે અપભ્રંશ સંબંધી એવી ટીકા કરે છે કે :
તથા અપભ્રંશ તે પ્રાકૃત જ છે. તેને બીજાઓએ ઉપનાગર, આભીર અને ગ્રામ્ય એ ભેદથી ત્રણ પ્રકારની કહી છે. તેનો નિરાસ કરવા માટે રકટે ભૂરિભેદ. એટલે “ઘણા ભેદવાળી' એ શબ્દો વાપર્યા છે. શા માટે કે ઘણા દેશો હોવાથી, અને તેનું લક્ષણ લોકો પાસેથી સમ્યક પ્રકારે જાણી શકાય તેમ છે.” (જુઓ આ લેખનું પૃ. ૨૨).
- ૨૮૮. આ ફકરો એ રીતે અગત્યનો છે કે નમિસાધુ ૧. અપભ્રંશને આ પ્રાકૃત તરીકે જ ગણે છે, ૨. પોતાની અગાઉના બીજાઓએ તેના જે પ્રકાર નામે ઉપનાગર, આભીર અને ગ્રામ્ય જણાવ્યા છે તે બતાવે છે, ૩. પરંતુ પોતે સ્પષ્ટપણે જણાવે છે કે આ ત્રણ કરતાં વધુ પ્રકાર તેના છે અને સૌથી મહત્ત્વની વાત પોતે દર્શાવે છે તે એ છે કે ૪. તે શીખવા માટે લોકો પાસે જ જવું ઘટે. આ છેલ્લી વાત મહત્ત્વની છે તે એટલા માટે કે નમિસાધુ કે જેમણે પોતાની ટીકા સંવત્ ૧૧૨૫ (ઈ.સ. ૧૦૬૯)માં પૂરી કરી તેમના તે સમય સુધી ઘણી બોલાતી ભાષાની અપભ્રંશ સામાન્ય જનસમૂહથી બોલતી બંધ પડી નહોતી.
૨૮૯ નમિસાધુએ જે એક વાક્ય કહેલ છે તે ખાસ અત્રે નોંધવા જેવું છે કારણકે તે પરથી જણાય છે કે અપભ્રંશનો વિસ્તાર પૂર્વમાં ઠેઠ મગધ સુધી હતો.
પ૭. રુદ્રટનો “કાવ્યાલંકાર' (કાવ્યમાલા, ૨, ૧.૧૫) : “તથા પ્રાકૃતમેવાપભ્રંશઃ | સ ચાચૅરુપનાગરાભીરઝામ્યાવભેદન ત્રિધોક્તસ્તત્રિરાસાર્થમુક્ત ભૂરિભેદ ઇતિ | કુતો દેશવિશેષાત્ | તસ્ય ચ લક્ષણે લોકાદેવ સમ્યગવસેય !”
૫૮. પંચવિંશતિસંયુક્તકાદશસમાશતઃ | વિક્રમાત્મમતિકાર્તિક પ્રવૃષીદે સમર્થિત || પૃ.૧૭૪
dain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org