________________
વિભાગ ૭ : જૂની ગુજરાતી સંબંધી કેટલીક હકીકતો
પ્રકરણ ૧ : ગુર્જરો અને ગુર્જર દેશ
૩૦૭. ગુર્જર અર્થાત્ ગૂજર જાતિના લોક વિશેષે કરી ખેતી યા પશુપાલનથી પોતાનો નિર્વાહ કરતા હતા, પરંતુ પહેલાં તેમની ગણના રાજવંશોમાં હતી. હમણાં કેવલ તેમનું એક રાજ્ય સમથર (બુંદેલ-ખંડમાં) અને થોડી જમીનદારી સંયુક્ત પ્રદેશ આદિમાં રહી ગયેલી છે. પહેલાં પંજાબ, રાજપૂતાના તથા ગુજરાતમાં તેમનું રાજ્ય હતું. ચીનનો યાત્રાળુ હ્યુએન્સંગ વિ.સં.ની સાતમી સદીના ઉત્તરાર્ધમાં હિન્દુસ્તાનમાં આવ્યો. તે પોતાની યાત્રાના પુસ્તકમાં ગુર્જર દેશનું વર્ણન કરે છે અને તેની રાજધાની ભીનમાલ (ભિન્નમાલ, શ્રીમાલ – જોધપુર રાજ્યના દક્ષિણ વિભાગમાં) બતાવે છે. આ પ્રસિદ્ધ યાત્રાળુએ બતાવેલો ગુર્જર દેશ મહાક્ષત્રપ રુદ્રદામાના રાજ્યમાં અંતર્ગત હતો તોપણ તે રાજાના ગિરનારના શક સં.૭૨ (વિ.સં.૨૦૭ ઈ.સ.૧૫૦)થી કંઈક પાછળના લેખમાં તેના અધીન રહેલા દેશોનાં જે નામ આપ્યાં છે તેમાં ગુર્જર નામ નથી, પરંતુ તેના સ્થાને શ્વભ્ર અને મરુ નામ આપ્યાં છે, એ પરથી અનુમાન થાય છે કે ઉક્ત લેખ કોતરાવ્યો ત્યાં સુધી ગુર્જર દેશ (ગુજરાત) નામ પ્રસિદ્ધિમાં આવ્યું નહોતું. ક્ષત્રપોના રાજ્યની પછી કોઈ સમયે ગુર્જર (ગૂજર) જાતિને આધીન જે દેશ રહ્યો તે ગુર્જર દેશ યા ‘ગુર્જરત્રા' (ગુજરાત) કહેવાયો.
૩૦૮. હ્યુએન્સંગ ગુર્જર દેશની પિરિધ ૮૩૩ માઇલ બતાવે છે, તે પરથી જણાય છે કે તે દેશ બહુ મોટો હતો અને તેની લંબાઈ અનુમાન ૩૦૦ માઈલ યા તેનાથી પણ અધિક હોવી જોઈએ. પ્રતિહાર (પડિહાર) રાજા ભોજદેવ(પ્રથમ)ના વિ.સં.૯૦૦ના દાનપત્રમાં લખ્યું છે કે “તેણે ગુર્જરત્રા(ગુજરાત) ભૂમિ(દેશ)ના ડેંડવાનક વિષય(જિલ્લા)ના સિવા ગામનું દાન કર્યું.” આ દાનપત્ર જોધપુર રાજ્યમાં ડીડવાના જિલ્લાના સિવા ગામના એક તૂટેલા મંદિરમાંથી મળ્યું હતું. તેમાં લખેલો ડેંડવાનક જિલ્લો જોધપુર રાજ્યના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલ ડીડવાના જ છે, અને સિવા ગામ ડીડવાનાથી ૭ માઇલ પરનું સેવા ગામ છે કે જ્યાંથી તે તામ્રપત્ર મળ્યું છે. કાલિંજરથી મળેલા વિ.સં.નવમી સદીની આસપાસના એક શિલાલેખમાં ગુર્જરત્રામંડલ (દેશ)ના મંગલાનક ગામથી આવેલા જંદુકના પુત્ર દેદુકની બંધાવેલી મંડપિકાના પ્રસંગમાં તેની સ્ત્રી લક્ષ્મી દ્વારા ઉમા-મહેશ્વરના પટ્ટની પ્રતિષ્ઠા કરાવાઈ એવો ઉલ્લેખ છે. મંગલાનક જોધપુર રાજ્યના ઉત્તર વિભાગમાં મંગલાના ગામ છે કે ૬૯. “ગુર્જરત્રાભૂમૌ ડેùવાનક વિષયસમ્બન્ધ સિવાગ્રામાગ્રહારે” – એપિ. ઈં., વૉ.પ,
७०
પૃ.૨૧૧.
૭૦. “શ્રીમદ્ગુર્જરત્રામણ્ડલાન્તઃપાતિ-મંગલાનકવિનિગ્ગત”. - ઉપ૨ મુજબ પૃ.૨૧૦,
ટિપ્પણ.
Jain Education International
–
For Private & Personal Use Only
www.jainelibrary.org