Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 252
________________ કપૂરનું વૈતરું જૈન ગૂર્જર કવિઓ” એક અદ્ભુત આકરગ્રંથ છે, આ ગૌરવગ્રંથનું સંશોધન-સંવર્ધન અતિઆવશ્યક હતું અને તે જયંત કોઠારી જેવા આપણા ચીવટવાળા, ખંતીલા અને તેજસ્વી સંશોધક વિદ્વાનને હાથે થયું એ આનંદની વાત છે. મોહનભાઈના ભારે કામને, સંસ્કૃત વામનો શબ્દ પ્રયોજીએ તો, “કૃતપરિશ્રમ” જયંતભાઈએ પરિમાર્જન અને શોધન દ્વારા દિપાવ્યું છે. જૈન ગૂર્જર સાહિત્યના આ આકરગ્રંથોના સંપાદન અને પરિશોધનનું કપૂરનું વૈતરું' કરીને જયંતભાઈ કોઠારીએ ભારતીય ભાષાઓના અને વિશેષતઃ ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસીઓને ઉપકૃત કર્યા છે. આ માતબર પ્રકાશનનો આર્થિક ભાર ઉપાડવાની દૂરદર્શિતા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોને પણ ધન્યવાદ ઘટે છે. બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ઑગસ્ટ ભોગીલાલ જ. સાંડેસરા અને સપ્ટે. ૧૯૮૭માંથી સંકલિત ગુજરાત હંમેશનું ઋણી ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસીને વિપુલ સામગ્રી પૂરી પાડતા દળદાર ગ્રંથો આપી સ્વ. મોહનલાલ દેસાઈએ એક ગંજાવર કાર્ય હાથ ધરી જે ઉત્તમ રીતે પૂરું કર્યું હતું તે માટે ગુજરાત એમનું હંમેશનું ઋણી છે. જે જમાનામાં સંશોધન માટે આવશ્યક દૃષ્ટિ, ઝીણવટ અને સમુચિત યોજનાનો આપણે ત્યાં ખાસ ખ્યાલ નહોતો તે જમાનામાં એકલપંડે ગજબની સંશોધનવૃત્તિ ને શક્તિ મોહનભાઈએ દાખવી એ જેવીતેવી વાત નથી. આવા એક અસામાન્ય ગ્રંથનું નવસંસ્કરણ કરવું એ જેવીતેવી વાત નથી. જયંતભાઈ પોતાની આગવી ઝીણવટ, શાસ્ત્રીય ચોક્સાઈ અને નિષ્ઠાપૂર્વકના ઊંડા અભ્યાસ માટે એટલા જાણીતા છે કે “જૈન ગૂર્જર કવિઓ'ના નવસંસ્કરણ માટે એમની થયેલ વરણી સર્વથા સમુચિત અને પ્રશસ્ય છે. ફાર્બસ ગુજરાતી સભા સૈમાસિક ભૂપેન્દ્ર બા. ત્રિવેદી ઓક્ટો-ડિસે. ૧૯૮૭ સોનાની લગડીમાંથી ફેન્સી દાગીના જૈન ગૂર્જર કવિઓ' એ ગુજરાતી સંશોધનનો આકરગ્રંથ છે. ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધનનું આ પાયાનું કામ છે અને આ કામ સગત મોહનલાલ દેસાઈએ એકલે હાથે ઉપાડ્યું અને લગાતાર એની પાછળ ભારે પરિશ્રમ કરી યશસ્વી રીતે પાર પાડ્યું એ આપણા સાહિત્યિક સંશોધનની એક ઘટના છે. એમના જેવી સજ્જતાવાળા અને હઠીલી જહેમતપૂર્વક કેવળ વિદ્યાપ્રેમથી પ્રેરાઈને આવો ભવ્ય પુરુષાર્થ કરનારા વિદ્યાવ્યાસંગી ભારતીય ભાષાઓમાં પણ ગણતર જ હશે. સ્વ. મોહનલાલ દેસાઈને વર્ષો પછી જયંત કોઠારી જેવા અનુગામી સાંપડ્યા એ પણ એટલી જ આનંદપ્રદ ઘટના છે. જયંત કોઠારી માત્ર પ્રાસ્તાવિકો લખી “સંપાદક' થનાર કુળના સંપાદક નથી ! તેમણે “સંપાદક’ શબ્દની અર્થછાયા જ બદલી નાખી. સાચા સંપાદક કેટલી મહેનત કરવી જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડ્યું. સ્વ. મોહનલાલ દેસાઈના અક્ષરદેહને એમણે અજવાળીને રજૂ કર્યો. મૂળ સંપાદકના કર્તુત્વને બિલકુલ આંચ ન આવે છે એ રીતે મૂળ ગ્રંથની સામગ્રીને અકબંધ જાળવીને વધુ વ્યવસ્થિત રૂપે એને પ્રસ્તુત કરી, ફિર આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259