Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 251
________________ બીજી આવૃત્તિ વિશેના અભિપ્રાયો દેવાલયના સમુદ્ધારનું પુણ્યકર્મ સંશોધક અને પંડિત મો. દ. દેશાઈ એટલે ચાળીશેક વરસનો અણથક કઠોર પુરુષાર્થ – બૌદ્ધિક તેમજ શારીરિક, અને તેના પરિણામસ્વરૂપ ૪૦૦૦ પાનાં જૈન ગૂર્જર કવિઓ’નાં, ૧૨૫૦ પાનાં ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'નાં અને ૨૦૦૦/૩૦૦૦ પાનાં બીજા સંશોધનલેખો, સંપાદનો વગેરેનાં. દેશાઈના બંનેય આકરગ્રંથના બાદશાહી ખજાનાનો હું પોતે મારા કામ માટે વરસોથી લાભ ઉઠાવતો આવ્યો છું. ‘જૈન ગૂર્જર કવિઓ' સ્વરૂપે તો એક વર્ણનાત્મક હસ્તપ્રતસૂચિ છે. પણ તે સાથે તેમાં એવી વિપુલ માહિતી સંચિત કરેલી છે, જેને લીધે તે મધ્યકાલનાં સાતસો વરસનો સાહિત્ય ને સંસ્કૃતિનો વૃત્તાંત તૈયાર કરવા માટેનો એક સામગ્રીભંડાર બની ગયો છે. આ આવૃત્તિ જૈન ગૂર્જર કવિઓ'નો નવો અવતાર છે. કોઠારીએ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી તૈયાર થઈ રહેલા સાહિત્યકોશના મધ્યકાલીન ખંડના સંપાદનકાર્ય સંદર્ભે જે બહુવિધ, બહુમૂલ્ય જાણકારી અને અનુભવ પ્રાપ્ત કર્યાં છે તેથી ‘જૈન ગૂર્જર કવિઓ'ની આ બીજી આવૃત્તિ સમૃદ્ધ બનતી રહેવાની એ એક અસાધારણ સુયોગ છે. અનેક બાબતમાં સંપાદનને કોઠારીની શાસ્ત્રીય ચોકસાઈ અને ઝીણી દૃષ્ટિનો લાભ મળ્યો હોવાનું વાચક જોઈ શકશે. નવું દેવાલય બનાવવા કરતાં જૂનાને સમારવા-ઉદ્ધારવામાં જૈન પારંપા વધુ પુણ્ય હોવાનું માને છે. ‘જૈન ગૂર્જર કવિઓ'નો સમુદ્ધાર હાથ ધરીને કોઠારીએ મોટું પુણ્યાર્જન કર્યું છે. ભાષાવિમર્શ, એપ્રિલ-જૂન ૧૯૮૭ હરિવલ્લભ ભાયાણી બે સંશોધન-તપનો સુંદર સમન્વય સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ કૃત ‘જૈન ગૂર્જર કવિઓ'નું પ્રો. જયંત કોઠારી – સંશોધિત સંવર્ધિત બીજી આવૃત્તિનું પ્રકાશન જૈન સાહિત્યના બે સંશોધક અભ્યાસીઓના તપનો સુંદર સમન્વય છે. પૂર્વસૂરિઓની સર્જક-કૃતિને સમયસમયે અવનવી પ્રતિભાઓના સંસ્પર્શથી અભિનવ રૂપ મળતું રહે છે. આવા નવાવતારો સર્જન જેટલા સંશોધનક્ષેત્રે પણ જરૂરી અને ઉપયોગી છે આ બાબત કદાચ આપણને ઓછી સમજાઈ છે. એથી તો કોઈ વિષય અને ક્ષેત્રનું સંશોધન ‘હોય' એ સ્થાને જ રહી જાય છે. જ્યારે કોઈ સંશોધકે જીવનસમગ્રના અભ્યાસતપનો નિચોડ કોઈ એક ગ્રંથમાં આપ્યો હોય ત્યારે તેની પૂરેપૂરી અભ્યાસનિષ્ઠા છતાં ઉપલબ્ધ સામગ્રીની અને કાલગત મર્યાદાઓને કારણે તેમાં કંઈક અપૂર્ણતા કે ક્ષતિ રહેતી હોય છે. આથી તો આ પ્રકારના સંશોધનમાં પણ અનુગામીનાં નિષ્ઠા, સૂઝ અને અભ્યાસભર્યા તપનું ઉમેરણ થવું જરૂરી છે. તે કાર્યને કાળની એક અનિવાર્યતા સમજીને સર્વસુલભ કરી આપવાની પરંપરા નથી તે નવી દિશાનો ઉધાડ પ્રો. જયંત કોઠારી-સંપાદિત ‘જૈન ગૂર્જર કવિઓ’થી થાય છે. શબ્દસૃષ્ટિ, જાન્યુ. ૧૯૮૭ હસુ યાજ્ઞિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259