Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 253
________________ રી સંખ્યાબંધ સ્થળોએ ઉપલબ્ધ સંશોધનવીગતોને આધારે સંમાર્જન કર્યું અને મૂળ વિષયને પણ ઉપકારક એવી સામગ્રી ઉમેરી આપીને ગ્રંથની સમૃદ્ધિમાં મૂલ્યવાન વધારો કરી આપ્યો છે. તે સંપાદકને આવશ્યક એવી સત્યનિષ્ઠાનો પરિચય તો સંવર્ધિત આવૃત્તિના પાને પાને થશે. તેમણે કરેલી શુદ્ધિ અને વૃદ્ધિ (ગુજરાતી સંશોધનમાં આ “શુદ્ધિ-વૃદ્ધિ' શબ્દ પ્રચલિત કરવાનું માન પણ તેમના ફાળે નોંધાશે !) વગર સ્વ. મોહનલાલ દેસાઈનું કામ આટલું કદાચ ઊપસી આવ્યું ન હોત. મૂળ સોનાની લગડીમાંથી કોઠારીએ ફેન્સી દાગીનો કરી આપ્યો. સંશોધનક્ષેત્રે તેમણે કરેલી આ સેવા સ્મરણીય રહેશે. જન્મભૂમિ-પ્રવાસી, તા.૨૫-૫-૧૯૮૮ રમણલાલ જોશી બr : ' જ ક : : : : : જંગી કાર્ય ને એનો પડકાર ઝીલનારા જૈન ગૂર્જર કવિઓનાં બધાં મળીને ૪૦૬૧ પૃષ્ઠ અને આટલાં બધાં પૃષ્ઠ પર મુદ્રિત સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત કરનાર વ્યક્તિ એક જ. ફક્ત એક. નામે મોહનલાલ દલીચંદ દેશાઈ, જેમણે પોતાની જિંદગીનાં ૬૦ વર્ષમાંથી અર્ધા ઉપરનાં વર્ષ ગ્રંથની સામગ્રી એકઠી કરી તેને વ્યવસ્થિત કરવામાં ગાળ્યાં. આટલાં વર્ષે તેનું પુનર્મુદ્રણ અને તેય સંશોધિત અને સંવર્ધિત આવૃત્તિ રૂપે થયું. અગાધ પરિશ્રમ અને અનહદ ખર્ચ બન્ને દેષ્ટિએ જંગી ગણાય એવું આ કાર્ય હાથ ધરીને પાર પાડવા માટે નવી આવૃત્તિના સંપાદક જયંતભાઈ કોઠારી તથા પ્રકાશક મહાવીર જૈન વિદ્યાલય અભિનંદનના અધિકારી બને છે. ફક્ત સાડા ચાર વર્ષના ગાળામાં આ સંદર્ભગ્રંથનો સાતમો ભાગ પ્રકાશિત થાય છે. મૂળ આવૃત્તિનાં ૪૦૬૧ પૃષ્ઠોમાં પ્રકાશિત સામગ્રીની એકેએક નોંધની ચકાસણી કરવી, જરૂર હોય ત્યાં સુધારાવધારા કરવા – એ કામ હાથ ધરવાનો વિચાર ઝટ લઈને ન જ આવે, અને કદાચ આવે તો એ કામનો પડકાર ઝીલવા માટે આવશ્યક ધૃતિ, ચીવટ અને અભ્યાસવૃત્તિ – આ સર્વનો સુમેળ સધાયો હોય એવી વ્યક્તિ મળી આવવી એ પણ મુશ્કેલ તો ખરું જ, પરંતુ શ્રી જયંતિભાઈ કોઠારી અને તેઓ જે સહકાર્યકરોને પૂરેપૂરો જશ આપે છે એ સહકાર્યકરોએ યોજના સાથે અનુસ્મૃત પડકાર ઝીલ્યો છે અને યોજના સફળ કરી બતાવી છે. જન્મભૂમિ, તા.૩-૧૦-૧૯૮૮ તથા ૨-૪-૯૨માંથી સંકલિત ભારતી વૈદ્ય ગુજરાતીઓને મારવામાં આવતું મહેણું ભાંગશે માત્ર સંશોધનપ્રીતિની ભાવના કેન્દ્રમાં હોય તો જ આવું કાર્ય કરી શકાય. એ માટે બીજું ઘણું જતું કરવું પડે. જયંતભાઈએ એ રીતે ઘણું જતું કરીને આપણને આ પ્રાપ્તિ કરવી છે. આ દ્વારા ભૂતકાળના સંશોધકો પ્રત્યેનું ઋણ અદા થયું છે અને ભાવી સંશોધકો માટે એક મહત્ત્વપૂર્ણ નમૂનો રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકાશનને ભલે જૈન મંડળ તરફથી આર્થિક સહાય પ્રાપ્ત થઈ હોય પરંતુ એ દ્વારા સમગ્ર ગુજરાતી સાહિત્યની સેવા થાય છે એમ માનવું. હવે માત્ર “સૂચિ'ને આવરી લેતો આ સાતમો ખંડ પ્રગટ થાય છે. એના પરથી મૂળ યોજના કેવી વિરાટ હશે એનો ખ્યાલ મળશે. આવાં કામ ફરીફરીને નથી થતાં એટલે લોભી છે. અને ચીકણા બનીને જયંત કોઠારીએ સૂચિગ્રંથને ફાલવા દીધો. ચીકણા એટલા માટે કે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259