________________
૨૧૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
૩૨૧. મરાઠી સાહિત્યમાં મૂળ સાહિત્ય “જ્ઞાનેશ્વરીને સંપૂર્ણ થયો ચાર જ વર્ષમાં મહારાષ્ટ્રનો મોટો ભાગ મુસલમાનોના હાથમાં આવ્યો. મહમદ ગિઝનવી સાથે અફઘાન, આરબ, તાર, અને મહમદ ઘોરી સાથે પણ તેવા જ અફઘાન, તાર, તુર્ક ઇત્યાદિ પરધર્મી અને ભિન્ન કુળના લોક અગિયારમા શતકના આરંભથી તે તેરમા શતક સુધી હિંદુસ્તાનમાં આવી ઘૂસ્યા. તેઓએ આપણો ધર્મ સ્વીકાર્યો નહીં, પણ તેમને આપણી ભાષા બોલવી પડતી. આથી નવી ભાષા ઈ.સ.૧૧મા શતકથી ૧૩મા શતક સુધીમાં ઉદયમાં આવી. તે પૈકી કોઈ ભાષાને પોતાનું નિશ્ચિત સ્વરૂપ પ્રકટ કરવામાં બીજી ભાષા કરતાં વખત લાગ્યો, કોઈએ તેવું સ્વરૂપ ઝટ સાધ્ય કર્યું એટલેકે એકાદ-અર્ધા શતક આગળ-પાછળ એમ પરિસ્થિતિ પ્રમાણે આ ભાષાઓ જન્મ પામી. મરાઠીમાં તેરમા શતકમાં નિશ્ચિત સ્વરૂપનું વાડુમય મળે છે, ત્યારે તે નિશ્ચિત સ્વરૂપની બોલીના રૂપમાં આવ્યું તે પૂર્વે એકબે શતકમાં બોલી ઉત્પન્ન થઈ હોવી જોઈએ એ ઉઘાડું છે.
૩૨. ગુજરાતીમાં પહેલાં તેરમા શતકનું વામય પ્રાપ્ત થાય છે, (જુઓ રેવંતગિરિ રાસ “જમ્મુ રાસ' આદિ આ શતકનું આ ગ્રંથમાં આપેલ વાડુમય તેમજ સં.૧૪૫૦નું - ઈ.સ. ૧૩૯૪નું મુગ્ધાવબોધ ઔક્તિક' કે જે વ્યાકરણનો ગ્રંથ છે ને જેમાં જૂની ગુજરાતીનું વિવરણ છે, તેથી તેના એકબે શતકો પૂર્વે તે અસ્તિત્વમાં આવી. હોવી જોઈએ. આથી ઠીક અનુમાનથી હિંદુસ્તાનમાંની હાલની દેશી આર્યભાષાઓ આ ગડમથલના અને જુદાજુદા માનવવંશની અથડામણના કાળમાં જન્મ પામી એ ઉઘાડું દીસે છે. મુસલમાનોના હુલ્લડોથી સપાદલક્ષ (સવાલાખ – શિવાલિક) એ પંજાબનો ડુંગરી ભાગ – તેમાંથી અને આસપાસ વસવાટ કરી રહેનારા ક્ષત્રિય લોકોનાં કુળો પાછળ પાછળ જતાં ચાલ્યાં અને તેઓએ દક્ષિણ બાજુ મારવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર, અને પૂર્વ બાજુએ બિહાર-બંગાલ સુધી પ્રયાણ કરી વસવાટ કર્યો અને રાજ્યો સ્થાપ્યાં એ ઉપર જણાવેલું છે. આ લોકોએ હિંદુ ધર્મ, ચાલતા રીતિરિવાજો, ભાષા સર્વ અહીંથી ઊંચક્યાં. અફઘાન, તુર્ક, તાતર આદિએ પોતાનો ધર્મ ન છોડતાં બલકે તરવારથી તેનો પ્રસાર કરીને પુષ્કળ હિન્દુઓને વટલાવ્યા, પણ તેઓનો અને આપણો વ્યવહાર ચાલવો જોઈએ તેથી તેઓને આપણી ભાષા સ્વીકારવી પડી અને એ ઠીક જ થયું. તેથી ભાષાની દૃષ્ટિએ તેઓનું આપણામાં આવી રહેવાનું પરિણામ, અને તેઓના હુલ્લડનું, અને તેની પૂર્વે પંજાબથી ચારે બાજુ પ્રસરવા લાગેલા ગુર્જર, પરમાર, ચૌહાણ, ચાલુક્ય ઇત્યાદિ કુળોનું આપણામાં ભળી જવાનું પરિણામ, સરખું જ થયું એમાં શંકા
નથી..
પ્રકરણ ૩ : ગુજરાતી એક સાહિત્યભાષા
૩૨૩. તેરમી-ચૌદમી સદીમાં ગુજરાતીનું વામય નિર્મિત થયું. તેથી ગુજરાતી ભાષા તેટલી પ્રૌઢ થઈ હતી એવું જણાય છે. વળી તે પૂર્વે ત્રણ સદી તો તે બોલાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org