________________
૨૦૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
છે. તેમાં ચાલુક્યકુળના લાટદેશસ્થ શાખા પૈકી પુલકેશીએ નવસારી દેશ જીતવા માટે પ્રથમ આવેલા તાજિક એટલે આરબ સૈન્યનો પરાભવ કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. સિંધ સિવાય કચ્છ, સૌરાષ્ટ્ર, ગુર્જર, મૌર્ય રાજા (ઉત્તર કોંકણમાંના તે વખતના મૌર્યકુળના રાજાઓ)ની સારી રીતે ખબર તાજક – આરબોએ લીધી હતી અને તેઓએ ઈ.સ. આઠમા શતકમાં મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો હતો તેમ આ તામ્રપટમાંથી સ્પષ્ટ જણાય છે.
૩૧૬. આ પછી, પછીના શતકમાં હારૂન-અલ-રશીદ નામનો બાદશાહ યા ખલીફા હતો ત્યારે આરબોની સત્તાનો પ્રચાર ઈરાનમાંથી અફઘાનિસ્તાન અને તાર્તર પર જઈ ત્યાં મુસલમાની ધર્મનાં મૂળ જોરથી રોપ્યાં હતાં. પછી અફઘાનિસ્થાન અને તાર્ટરમાં આરબોની સત્તા ક્ષીણ થતી ગઈ તેથી ત્યાં મુસલમાનોનું ધર્મ તથા રાજ્યવિસ્તારનું જોર તૂટ્યું ને તારોએ અફઘાનિસ્તાન તાબે કર્યું અને હિન્દુસ્તાન ઉપર હુમલો કરવાનો દશમા શતકથી આરંભ કર્યો. દશમા શતકને અંતે સિંધુની પેલી પાર સુધી તેમની સત્તા કાયમ થઈ પણ તેની આ બાજુ તેઓ ઘૂસવા લાગ્યા. આથી તે બંને બાજુ વચ્ચે વસેલાં ક્ષત્રિય કુળોમાં ખળભળાટ જાગતાં આત્મસંરક્ષણ માટે તેઓ દક્ષિણ બાજુ તેમજ પૂર્વ બાજુ જઈને હિંદુ લોકોમાં મળ્યા, કેટલાંય રાજ્યો પણ સ્થાપ્યાં. આ કુળો ગૂર્જર, પરમાર, ચાલુક્ય, ચૌહાણ, ઇત્યાદિનાં હતાં. ગૂર્જર, ચાલુક્યનાં કાંઈક ટોળાનો અર્ધો ભાગ એકદા હૂણોની સાથે અંદર ઘૂસ્યો હતો. તેણે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં રાજ્ય પણ કર્યું. પણ તેનું મોટા પ્રમાણમાં પ્રયાણ નવમા શતક પછી થયું. આ ચાલુક્ય રાજ્ય ગુજરાતમાં સ્થાપિત થયા પછી જ ગુજરાતમાં “ગુર્જર' એ નામ મળ્યું એ વાત અધ ગુર્જરોને સમય નહોતો મળ્યો તે પરથી, અને મહારાષ્ટ્રમાં કલ્યાણકટક જેવાં પોતાના પૂર્વ વસતિસ્થાનનું સ્મરણ આપનાર સ્થળો બીજા ચાલુક્યોએ તલ૫) સ્થાપ્યાં તે પરથી જાણવામાં આવે છે. આ ગુર્જર, પરમાર, ચાલુક્ય, ચૌહાણ મૂળથી પ્રાચીન આર્ય જાતિઓ હતી. પ્રાચીન આર્યજાતિઓનું સૌથી પ્રથમ નિવાસ મધ્ય એશિઆમાં હતું. ઈ.સ. નવમા શતકના છેવટથી પછી પરમાર, ચાલુક્ય, ચૌહાણ ઈત્યાદિ ક્ષત્રિય કુળો સમગ્ર હિંદુસ્તાનમાં (કાનડા, તેલંગણ અને નીચેના પ્રાંત સુધી) પ્રસર્યા. તેઓ અન્યધર્મીય, અન્ય સંસ્કૃતિનાં અને અન્ય ભાષાનાં હતાં. તેઓ જ્યાં જ્યાં ગયાં ત્યાંત્યાંના લોકો સાથે સંમિશ્રણ થઈને તેમાં કાયમનાં મળી જવાની ધમાચકડીમાં તેઓની નવીન ભાષા ઉત્પન્ન થવા જેવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હતી.
- ૩૧૭. પછી અગિયારમા શતકના પહેલાં ૨૪ વર્ષમાં ગિઝનીના મહમદે પોતાના અફઘાન, તાર આદિ સૈનિકોને લઈને અનેક વેળા હિંદુસ્તાન પર સવારી કરી અને ઉપર જણાવેલા ક્ષત્રિયોનાં હિલચાલો અને પ્રયાણને વળી એક જોરથી ધક્કો માર્યો.
૩૧૮. ઈ.સ.ના આઠમા શતકમાં આરબોની એક સવારી સિંધ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવી ગયાનો ઉલ્લેખ ઉપર કર્યો છે, પણ તે ક્ષણિક હોવાના કારણે તેનું ઝાઝું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org