Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 222
________________ પૂર્વની ભાષા મરીને આપણી દેશી ભાષાઓ નવી બની નથી ૨૦૭ પ્રકરણ ૨ : પૂર્વની ભાષા મરીને આપણી દેશી ભાષાઓ નવી બની નથી ૩૧૪. જૂની પ્રાકૃત-અપભ્રંશ ભાષા મરીને (બોલાતાં લુપ્ત થઈને) તે સ્થળે ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાલી આદિ નવી દેશી આર્યભાષા ઉત્પન્ન થઈ એમ અમુકનું માનવું હોય તો તે અયોગ્ય છે. ભાષાનું પરિવર્તન થયા જ કરે છે એ વાતની સાક્ષી ભાષાનો ઈતિહાસ પૂરે છે, પણ એક ભાષા મૃત થાય અને તેને સ્થાને બીજી ઉદ્દભવે – નવી જ જન્મ પામે એવું ભાષાનો ઇતિહાસ પુરવાર કરતો નથી. કોઈ એમ કહે કે મોટી ક્રાંતિ થાય – રાજ્યક્રાંતિ કે ધર્મક્રાંતિ કે વિચારક્રાંતિ થાય અને તે વખતે એક ભાષા મરણવશ થાય ને તેને બદલે બીજી થાય એ વાત પણ યોગ્ય નથી. ઈ.સ.૧૩માથી તે ૧૫મા શતકમાં સમગ્ર હિંદુસ્તાનમાં સંતકવિ ઉત્પન્ન થયા ને તેમણે લોકોની ધાર્મિક અને સામાજિક રહેણીકરણીમાં ખળભળાટ ઉપજાવ્યો એ એક સમય; અને બીજો સમય અંગ્રેજી વાયરૂપી વાઘણનું દૂધ આપણને મળવા લાગ્યું કે, આ બંને સમયમાં ખળભળાટ અને વિચારક્રાંતિ જંગી થયાં હતાં. પણ એક પણ સમયે નવીન ભાષાનું નિર્માણ થવું બન્યું નથી એ લક્ષમાં રાખવા જેવી બાબત છે. તે વખતે અંતસ્થ વિચારક્રાંતિ અને અન્ય ભાષામાંથી વિચારોનું ગ્રહણ એ જરૂર થયું, છતાં તેથી એમ સિદ્ધ થતું નથી કે એક ભાષા મરીને તેની જગ્યાએ બીજી નવી ઉત્પન્ન થઈ. ભિન્ન સંસ્કૃતિના બે માનવ-વંશોની અથડામણી થાય ત્યારે એકબીજાની ભાષામાં મિશ્રણ થવાનો પ્રસંગ આવે છે. તે કારણે સંસ્કૃતની પ્રાકૃત ભાષા કેમ થઈ, અથવા પ્રાકૃતની અપભ્રંશ જ કેવી રીતે બનતી ગઈ તેની સંગતિ મળી આવે છે અને તે ભાષાનો ઈતિહાસ સારી રીતે કહી શકે. ઈ.સ. ૧૦થી તે ૧૩મા શતકની દરમ્યાન હાલની હિન્દની દેશી આર્યભાષાઓ ઉત્પન્ન થઈ એવું આપણને દીસે છે, કારણકે તેરમાં શતકમાં ગુજરાતી, હિન્દી, મરાઠી વગેરે ભાષામાં વાડ્મયરચના પ્રથમ જોવામાં આવે છે. આ સમયની આસપાસ એટલે ઈ.સ.૧૦થી તે ૧૩મા શતક દરમ્યાન હિન્દુસ્તાનમાં અન્ય સંસ્કૃતિના યા જાતિના લોક આવી આપણામાં મિશ્રિત થયા કે કેમ તે ઇતિહાસ પરથી જોવું જોઈએ. ૩૧૫. આઠમા શતકથી આરબોની સવારી જલમાર્ગે સિંધ-કચ્છમાં પ્રથમ આવી.. તેઓ ગુજરાત તોડી રાજપૂતાના સુધી ચાલી આવ્યા; પણ ત્યાં તેઓને સારો માર પડ્યો ને તેઓ પાછા ફર્યા, પણ તેમણે સિંધ અને મુલતાનમાં પોતાની સત્તા સ્થિર, કરી મુસલમાની રાજ્ય સ્થાપ્યું. તેઓએ ગુજરાત, રાજસ્થાનમાં ધૂમ મચાવી. તરલતરતારતર-વારિદારિતોદિત-સૈન્ધવકચ્છેલ્લસૌરાષ્ટ્રચાવોટકમૌર્યગુર્જરાદિરા(જ્ય) - નિઃશેષદાક્ષિણાત્ય ક્ષિતિપતિજિગીષયા દાક્ષિણાપથપ્રવેશ. પ્રથમમેવ નવસારિકાવિષયપ્રસાધનાયાગતે (પછી સાતઆઠ લીટીમાં ઘણાં વિશેષણો છે તે અહીં આપ્યાં નથી) સમરશિરસિ વિજિતે તાજિકાની. અવનિજનાશ્રયઃ શ્રીપુલકેશિરાજઃ” ઈ. આ ઈ.સ.૭૩૯નો તામ્રપટ કેમ્પબેલના બૉમ્બે ગેઝેટિઅર, વૉ. ૧, પૃ.૧૦૯ પર મુદ્રિત થયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259