________________
અપભ્રંશ અને આભીરનો દેશાનદેશ વિહાર
૨૦૧
અલ્લાહાબાદના શિલાલેખમાં વર્ણવેલ છે તે આભીરની રાજધાની હોવી જોઈએ. તેથી ચોથા સૈકા સુધીમાં આભીરોએ માલવામાં કાયમનો પગદંડો ચલાવ્યો હતો. આમાંનો અમુક ભાગ જંગલનું જીવન મૂકી દઈને કાયમના વસતિસ્થાન કરવામાં અને શાસક થવામાં ઉદ્યત થયા હોય એમ નાસિકના શિલાલેખ પરથી તેમજ પુરાણો** પરથી જણાય છે. સંયુક્ત પ્રાંતમાં મિરજાપુર તાલુકામાં એક ભાગ “અહિરોરા' નામનો છે કે જેનું સમાન સંસ્કૃત નામ “આભીરવાટ' જ છે. આ જ સમયમાં અને ત્યાર પછી અપભ્રંશ પોતાનું વાય વિકસિત કરવા અવશ્ય લાગી ગઈ હોવી જોઈએ. આ વાત છઠ્ઠા સૈકામાં અપભ્રંશ એક શાસ્ત્રીય નામય ભાષા તરીકે દેખાવ દે છે એ હકીકત. સાથે બરાબર બંધ બેસે છે.
૩૦૬. ત્યાર પછીના બે સૈકામાં આભીર લોકો આગળ ને આગળ દક્ષિણ તરફ અને પૂર્વ તરફ, સૌરાષ્ટ્ર અને તેની નજીકના પ્રાંતો અને મગધ તરફ અનુક્રમે વધતા ગયા હોવા જ જોઈએ, કારણકે નવમા સૈકા સુધીમાં અપભ્રંશ, એટલે પ્રાકૃત ભાષાઓએ પરદેશીઓના મુખથી જે સ્વરૂપ લીધું તે અપભ્રંશ, સુરાષ્ટ્ર વગેરેમાં સાહિત્ય માટેની યોગ્ય વાહક ભાષા ગણાઈ. આ વાતને ઇતિહાસ પણ ટેકો આપે છે, કારણકે જ્યારે કાઠીઓએ સુરાષ્ટ્ર પર આઠમાં સૈકામાં યા તે લગભગ હલ્લો કર્યો ત્યારે તે કાઠીઓને તે દેશ આભીરોના કબજામાં માલૂમ પડ્યો. આની પહેલાં થોડો વખત આભીરો ખાનદેશ અને નાસિકમાં પણ સત્તાધીશ હતા, એ વાત ફરિશ્તાએ ખાનદેશમાં પ્રસિદ્ધ દુર્ગ અસીરગઢ આસા નામના આહીરે બંધાવ્યો હતો એમ જે જણાવેલું છે તે પરથી જાણી શકાય છે. કાઠિયાવાડમાં હજુ સુધી આભીરોની ઓલાદ આહેર – આહીર વસે છે ને મુખ્યપણે પશુપાલન, ગોરસવિક્રયનું કામ – ભરવાડનું કામ કરે છે. મૂલરાજ ચાલુક્ય દુર્મદ આભીરોનો (ગ્રહરિપુ નામના આભીરકુલના રાજાનો) વધ કરેલો એમ હેમચન્દ્ર પોતાના વ્યાકરણની પ્રશસ્તિમાં જણાવે છે. નરસિંહ મહેતાએ આહીરનો ઉલ્લેખ કર્યો છે. સં.૧૭૬૭માં ઉદયરત્ન રચેલા લીલાવતી અને સુમતિવિલાસના રાસમાં લીલાવતીએ વેશ્યાને ત્યાં રહેતા પોતાના પતિને સમજાવી પોતાને ત્યાં આકર્ષી લઈ આવવા ‘આભીરડી – મહિયારીનો વેશ લીધો હતો તે જણાવ્યું છે.
૬૫. આ પુરાણો ઉપરોક્ત ભાંડારકાર તથા એન્થોવનના કહેવા પ્રમાણે આભીરોને આંધમૃત્યુ પછી કાયમના રાજા તરીકે જણાવે છે. છઠ્ઠા સૈકા સુધીમાં તેમનું રાજ્ય ક્યારનું અદષ્ટ થયું.
૬૬. જુઓ ઉપરોક્ત એન્થોવનનો ગ્રંથ, પૃ. ૨૪. ૬૭. વટલ્યો નાગર નરસૈયો, જેણે બોટ્યું આહીરનું ખાધું રે. ૬૮. અજબ બની આહીરડી મલપતી મોહનવેલ,
રૂપે રંભ હરાવતી, ગજગતિ ચાલે ગેલ. ધોલી ધાબલી પહિરણે, વિચવિચ રાતા તાર, કોરે કાલા કાંગરા, ગલે ગુંજાનો હાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org