________________
અપભ્રંશ અને આભીરનો દેશાનદેશ વિહાર
૧૯૯
૫૪૫માં નોંધ કર્યા પછી તેમાંથી કેટલાક ફકરાઓકે ટાંકીને તે કહે છે કે :
ઉપરના ફકરાંઓ દેશી ભાષાનાં ત્રણ સ્વરૂપો રજૂ કરે છે. પ્રાચીન સ્વરૂપ એટલે મહારાષ્ટ્રી પ્રાકૃત આપણને ૧, ૨, ૩ (૧), ૪ અને ૫(૧)માં મળે છે. તે સંસ્કૃતની પેઠે શિષ્ટ ભાષા બની હતી અને ગમે તે વખતે સાહિત્યના વિષયમાં વાપરી શકાતી. ત્યાર પછી આપણને બીજું સ્વરૂપ ૬, ૭ (૧), (૨), (૩)માં મળી આવે છે. આ અપભ્રંશ સ્વરૂપને મળતું આવે છે કારણકે આપણને તે હેમચન્દ્ર પોતાના પ્રાકૃત વ્યાકરણમાં જે ઉદાહરણો આપ્યાં છે તેમાં અને ‘વિક્રમોર્વશીયના ચોથા અંકમાંના ઉદાહરણોમાં મળે છે. ત્રીજું સ્વરૂપ આપણને ૩, (૨) (૩) (૪) (૫) અને (૨)માં મળે છે. આજે આપણે વર્તમાન હિન્દીનું પ્રાચીનતમ સ્વરૂપ કહી શકીએ. તેમાં ઢિલ્લિમહ=દિલ્હી અને જખણ યા જખ્ખણ=જ્યારે – એ નવાં રૂપોના નમૂના છે કે જે અપભ્રંશના યુગ સુધીના સમયમાં ધીમેધીમે જૂના પ્રત્યયો ઘસાતા ગયા પછી બનેલા છે. છેલ્લાં બે રૂપો જે સમયે કવિઓએ લખ્યું હોય તે સમયની દેશી ભાષા રજૂ કરે છે, અને તે કવિઓએ પોતાના સમયમાં જે રાજાઓ મરી ગયા ને વીસરાઈ ગયા હોય તેઓનાં વખાણ કર્યા ન હોવાં જોઈએ તેથી એ અનુમાન કરવું અયુક્ત નથી કે તેમણે વાપરેલી ભાષાનાં રૂપો જ્યારે તે રાજાઓ વિદ્યમાન હતા તે સમયનાં ચાલુ રૂપો જ રજૂ કરે છે, જેમકે કર્ણના સમયની લગભગ એટલે ૧૧મા સૈકાના પૂર્વાર્ધમાં જે વિકાસક્રમ પર દેશી ભાષાઓ આવી પહોંચી હતી તે અપભ્રંશના કમને તે વખતે પણ રજૂ કરતી હતી, કે જે અપભ્રંશનું મૂળ લગભગ સાતમા સૈકા પર લઈ શકાય છે; અને દેશી ભાષાઓ લગભગ ૧૨મા સૈકાના અંતે અને ૧૩મા સૈકાની શરૂઆતમાં કે જ્યારે કેટલાકના માનવા પ્રમાણે ચંદ કવિ વિદ્યમાન હતો ત્યારે હાલનું વર્તમાન વલણ લેતી ગઈ અને તે જ સ્વરૂપ તેઓનું ચૌહાણ હમ્મીર (એટલે ઈ.સ.૧૨૮૩થી ૧૩૦૧)ના સમયમાં હતું.
પ્રકરણ ૫ : અપભ્રંશ અને આભીરનો દેશાનદેશ વિહાર
પ્રકરણ ૫ : અ
૩૦૨. ઉપર જણાવેલ હકીકત છે તે આભીરના હિન્દમાં પ્રવેશ ને વિહાર સંબંધી ઇતિહાસ કે જેણે દેશની બોલાતી ભાષાઓમાં આવું પરિવર્તન કર્યું છે તે સાથે બરાબર બંધ બેસતી થાય છે. આભીરો (હવે આહીરો) મહાભારતમાં સિંધુ નદી પર હિન્દના
૬૦. ટાંકેલા ફકરાઓ એ છે કે ગાથા ૫૩ (ચંદેસર), ૬૯ (ચેઈપઈ=ચેદિપતિ), ૭૧ (હમ્મીર), ૯૨ (તે જ), ૧૫૧ (તે જ), ૭૨ (સાહસાંક), ૭૭ (કસીસ), ૧૯૮ (તે જ), ૮૭ (અચલ), ૯૬ (કર્ણ), ૧૨૬ (તે જ), ૧૮૫ (તે જ) કે જે ચન્દ્રમોહન ઘોષની આવૃત્તિમાં છે. ચંદિપતિ એટલે ચંદિનો રાજા કે જે કલચુરિ વંશનો હતો ને ગુજરાતના ભીમદેવ અને મહારાષ્ટ્રના આહવમલ્લનો સમકાલીન હતો.
૬૧. મહાભારત ૨, ૩૨, ૧૧૯૨, ૪, ૨૦, ૭૯૮; ૯, ૩૭, ૨૧૧૯, ૧૬, ૭, ૨૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org