Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 215
________________ જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦ ૬૨ પશ્ચિમમાં વસતા લોકો તરીકે જણાવવામાં આવ્યા છે. તેમને એક તિરસ્કૃત જાતિ તરીકે ગણવામાં આવ્યા છે. પણ તેઓ એક લડાયક જાતિ હતી અને દ્રોણના સુપર્ણવ્યૂહમાં તેમને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે અર્જુન કૃષ્ણની વિધવાઓને લઈને દ્વારકાથી પાછો ફરતો હતો, ત્યારે આભીરોએ તેના ૫૨ પંચનદમાં પ્રવેશ કરતાં જ આક્રમણ કરેલું હતું. અહીં તેમને લૂંટારા, ગોવાળિયા અને મલેચ્છો તરીકે કહ્યા છે. મનુસ્મૃતિમાં તેમને બ્રાહ્મણ પિતા અને અમ્બષ્ઠ માતાથી ઉત્પન્ન થયેલા માનેલા છે. ૩૦૩. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ જણાય છે કે બીજી જાતિઓની સાથે આ આભીરોની જાતિએ હિન્દમાં પ્રવેશ કરીને પંચનદનો અમુક ભાગ ઈસવી શતાબ્દીના પ્રારંભમાં વસાવ્યો હતો (લગભગ ઈ.સ.૧૫૦ પૂર્વે, તેનાથી આગળ નહી). તેમનો ધંધો ગાય, ઊંટ, ઘોડા આદિ અહીંતહીં ચરાવતા ફરવાનો હતો. તે માટે પંજાબની વિસ્તૃત ઉર્વા ભૂમિ અત્યંત ઉપયુક્ત હતી. ૩૦૪. અપભ્રંશ આભીરોની પોતાની ભાષા નહોતી, પરંતુ તેમના ઉચ્ચારણથી જે સ્થાનિક પ્રાકૃતનું પરિવર્તિત રૂપ થયું તે પાછળથી અપભ્રંશ કહેવાયું. આભીરના પછી આવેલ વિદેશી જાતિઓ હતી. આર્યાવર્તમાં વસી ગયાથી તેમણે સ્થાનિક પ્રાકૃતો બોલવાનો આરંભ કર્યો, પરંતુ તેઓ એક નવીન ભાષાનું ઠીકઠીક ઉચ્ચારણ કરી શકતા નહોતા, તેથી આભીરો દ્વારા પ્રાકૃતનું એક નવીન અપભ્રંશ રૂપ પ્રકટ થયું કે જે કાલાન્તરે ‘અપભ્રંશ' એ નામથી પ્રસિદ્ધ થયું. ૨૦૦ ૬૩ ૩૦૫. આભીર જાતિ ક્રમશઃ પ્રભુતા પ્રાપ્ત કરતી ગઈ. તેઓનો ઉલ્લેખ બીજા સૈકાના અને ત્રીજા સૈકાના પ્રારંભ અને મધ્ય સમયના શિલાલેખોમાં મળી આવે છે. પહેલો ઈ.સ.૧૮૧નો ક્ષત્રપ રુદ્રસિંહના રાજ્યકાલમાં છે તેમાં તે રાજાનો સેનાપતિ રુદ્રભૂતિ આભીર હોવાનું જણાવેલ છે. બીજો લગભગ ઈ.સ.૩૦૦નો નાસિકની ગુફાઓનો છે તેમાં શિવદત્તના પુત્ર ઈશ્વરસેન નામના એક આભીર રાજાનો ઉલ્લેખ છે. ત્રીજો શિલાલેખ ઈ.સ.૩૬૦ આસપાસનો સમુદ્રગુપ્તનો છે કે જે અલ્લાહાબાદના સ્તંભ પર ખોદેલો છે તેમાં આભીર અને માલવ જાતિ રાજસ્થાન, માલવ અને ગુપ્ત સામ્રાજ્યની પેલી પાર દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમના પ્રાંતોમાં નિવાસ-શાસન કરતી પ્રબલ જાતિઓ હતી એમ જણાવેલું છે. ઝાંસીની દક્ષિણે હમણાં ‘અહિ૨વા૨’ નામનો એક પ્રાંત છે તેનું સંસ્કૃત નામ આભીરવાટ છે તે પરથી ધારી શકાય છે કે તે જે ૬૪ ૬૨. મનુસ્મૃતિ, અધ્યાય ૯-૧૫, – “બ્રાહ્મણાત્...... આભીરોડમ્બષ્ઠકન્યાયામ્ ।” ૬૩. જુઓ ડી. આર. ભાંડારકરનો લેખ, ઇન્ડિઅન એંટિક્વેરી, ૧૯૧૧, પૃ.૧૬ તથા આર. ઈં. ઍન્થોવનનો ગ્રંથ નામે ‘ટ્રાઇબ્ઝ ઍન્ડ કાસ્ટ્સ ઑવ્ બૉમ્બે', પુસ્તક ૧, પૃ.૨૧ (તેમાં આહીર સંબંધી હકીકત ડી. આર. ભાંડારકરે પૂરી પાડી છે). આના સંબંધી ૨. બ. ગૌરીશંકર ઓઝાજીનો અભિપ્રાય જુદો જ પડે છે. ૬૪. ઉક્ત ભાંડારકર તથા ઍન્ગ્રોવનકૃત લેખ તથા ગ્રંથ; વિન્સેન્ટ સ્મિથનું ‘અર્લી હિસ્ટરી ઓવ્ ઇન્ડિઆ’, પૃ.૨૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259