Book Title: Jain Gurjar Kavio Part 10
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 219
________________ ૨૦૪ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ જે મારોઠથી ૧૯ માઈલ પશ્ચિમે અને ડીડવાનાથી થોડે અંતરે છે. હ્યુએન્ટંગનું કથન અને આ બે લેખોથી જણાય છે કે વિ.સં.સાતમી સદીથી નવમી સદી સુધી જોધપુર રાજ્યની ઉત્તરથી દક્ષિણ સુધીનો બધો પૂર્વ વિભાગ ગુર્જરદેશ(ગુર્જરત્રા, ગુજરાતીમાં અંતર્ગત હતો. આ જ રીતે દક્ષિણ તરફ લાટના રાઠોડો તથા પ્રતિહારોની વચ્ચેની લડાઈઓના વૃત્તાંતથી જણાય છે કે ગુર્જર દેશની દક્ષિણ સીમા લાટ દેશને જઈને મળતી હતી. તે કારણે જોધપુર રાજ્યનો બધો પૂર્વ ભાગ તથા તેનાથી દક્ષિણે લાદેશ સુધીનો વર્તમાન ગુજરાત દેશ પણ તે સમયે ગુર્જર દેશમાં અંતર્ગત હતો. હવે તો કેવલ રાજપૂતાનાથી દક્ષિણનો ભાગ જ ગુજરાત કહેવાય છે. દેશોનાં નામ બહુધા તેના પર અધિકાર કરનારી જાતિઓના નામથી પ્રસિદ્ધ થતાં ગયાં છે – જેમકે માલવો પરથી માલવા, શેખાવતો પરથી શેખાવાટી, રાજપૂતો પરથી રાજપૂતાના વગેરે – તે જ પ્રમાણે ગુર્જરી(ગૂજરો)નો અધિકાર હોવાથી ગુર્જરત્રા (ગુજરાત) નામ પ્રસિદ્ધ થયું. ૩૦૯. ગુર્જર દેશ પર ગુર્જરો (ગૂજરો)નો અધિકાર ક્યારે થયો ને ક્યાં સુધી રહ્યો તે બરાબર નિશ્ચિત નથી, તોપણ એટલું તો નિશ્ચિત છે કે રુદ્રદામાના સમય (અર્થાત્ વિ.સં.૨૦૭ – ઈ.સ. ૧૫૦) સુધી ગુર્જરોનું રાજ્ય ભીનમાલમાં થયું નહોતું. સંભવ છે કે ક્ષત્રપોનું રાજ્ય નષ્ટ થવાથી ગુર્જરોનો અધિકાર ત્યાં થયો હોય. વિ.સં.૬૮૫(ઈ.સ.૬૨૮)ની પૂર્વે તેઓનું રાજ્ય ત્યાંથી ઊઠી ગયું હતું, કારણકે ઉક્ત સંવતમાં ત્યાં ચાપલુચાવડા)વંશી રાજા વ્યાધ્રમુખનું રાજ્ય હોવાનું ભીનમાલના રહેનારા (ભિલ્લમાલકાચાર્ય) પ્રસિદ્ધ જ્યોતિષી બ્રહ્મગુપ્તના “બ્રાહ્મફુટસિદ્ધાંત' પરથી જણાય છે. આ ચાવોટક(ચાપ, ચાવડા)વંશ ગુર્જરવંશથી ભિન્ન હતો એ લાદેશના ચાલુક્ય (સોલંકી) સામંત પુલકેશી (અવનિજનાશ્રય)ના કલચુરિ સંવત્ ૪૯૦ (વિ.સં.૭૯૬ – ઈ.સ.૭૩૯)ના દાનપત્રથી જણાય છે. વિ.સં.૬૮૫ પહેલાં પણ ઉક્ત ચાપ વંશના રાજાઓનું રાજ્ય ભીનમાલમાં રહ્યું હોય; તેથી ઉક્ત સંવતથી ઘણા સમય પહેલાં ગુર્જરોનું રાજ્ય ત્યાંથી અસ્ત થઈ ગયું હતું અને તેની સ્મૃતિના સૂચક દેશનું નામ ગુર્જરત્રા (ગુજરાત) માત્ર અવશેષ રહી ગયું હતું. તેથી ગુર્જરોનું વિ.સં.૪00થી પણ પૂર્વે યા તેની આસપાસ ભીનમાલ પર રાજ્ય રહેવું સંભવિત હોઈ શકે છે. તે સમયથી અનુમાને ૧૬૦ વર્ષ પછી એટલે વિ.સં.પ૬૭ (ઈ.સ.પ૧૦) લગભગ હૂણોનો અધિકાર રાજપૂતાનામાં થયો. એથી ગુર્જરોને કોઈ હૂણ માને તો તે કેવલ કપોલકલ્પના છે. તે ૭૧. શ્રીચાપવંશતિલકે શ્રીવ્યાધ્રમુખે નૃપે શકનૃપાણાં | પંચાશસંયુકર્તવૈર્ષશતૈઃ પંચભિરતીતૈઃ II ૭ બ્રાહ્મઃ ફટસિદ્ધાન્તઃ સજ્જનગણિતગોલવિત્રીત્યું ! ત્રિશર્વણ કૃતી જિષ્ણુસુતબ્રહ્મગુપ્તન ૮ – બ્રાહ્મફુટસિદ્ધાન્ત. ૭૨. “તરલ.. ચાવોટકે મૌર્યગુર્જરાદિરાજ્ય” (નાગરી પ્રચારિણી પત્રિકા, ભાગ ૧ પૃ.૨૧૦, ૨૧૧નું ટિપ્પણ ર૩) તથા આ લેખનો ફકરો ૩૧૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259