________________
૧૯૮
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
“પ્રાકૃતસર્વસ્વ ઘણું આધુનિક છે. ઈ.સ. ૧૭મી સદીમાં તેનો સમય ગણવો ઉચિત છે. આ વખતે તો આધુનિક ભાષાઓનો પ્રચાર હતો, અતઃ તેનું કથન વિશેષ મહત્ત્વનું માની નહીં શકાય. હમણાં આ વર્ષમાં જ પંડિત બહેચરદાસે ગુજરાત પુરાતત્ત્વ મંદિર તરફથી પ્રાકૃત-વ્યાકરણ' બહાર પાડેલ છે તેમાં સર્વના દોહન રૂપે સૂત્રો આપી વ્યાકરણના વિષયને વધારે ફુટ અને માર્ગદર્શક કર્યો છે.
પ્રકરણ ૪ : અપભ્રંશનો સમય
૨૯૬. આ રીતે આપણે, આશરે ઈ.સ. બીજા કે ત્રીજા સૈકામાં થયેલા ભરતથી માંડીને ઠેઠ ઈ.સ. ૧૧મા સૈકાના મધ્યમાં થયેલા નમિસાધુ સુધીના અલંકાર અને કાવ્ય પરના ગ્રંથોમાં અપભ્રંશ સંબંધી જે ઉલ્લેખો થયેલા છે તે જોયા. આથી આપણે અપભ્રંશના સમય, વિસ્તાર અને પ્રકાર સંબંધી કેટલીક અસંદિગ્ધ હકીકતો એકઠી કરી શક્યા છીએ :
ર૯૭. (૧) આભીરી એ નામથી અપભ્રંશ ભાષા ઓછામાં ઓછા ઈસુના બીજા અને ત્રીજા સૈકામાં વિદ્યમાન હતી અને તે સિંધ, મુલતાન અને ઉત્તરના પંજાબ – પંચનદમાં મુખ્યપણે આભીરો અને બીજી જાતિઓ કે જે હિંદમાં પ્રવેશ કરી ચૂકી હતી અને આ પ્રાંતોમાં સ્થિરવાસ કરી ચૂકી હતી તેમાંથી બોલાતી હતી.
- ૨૯૮. (૨) ઈ.સ.છઠ્ઠા સૈકા સુધીમાં આભીરો અને બીજાઓની બોલાતી ભાષા તરીકે અપભ્રંશ તે વખત સુધી પણ ગણાતી હતી, તે ભાષાએ “અપભ્રંશ' એવું વિશિષ્ટ નામ ગ્રહણ કર્યું હતું, અને પોતાનું સાહિત્ય પણ ખેડ્યું હતું કે જે સાહિત્ય ભામહ અને દંડી જેવા અલંકારશાસ્ત્રીઓને પણ માન્ય રાખવું પડ્યું હતું.
૨૯૯. (૩) ઈ.સ.નવમા સૈકા સુધીમાં આભીરો, શબરો અને ચંડાલોની જ ભાષા તરીકે ગણાતી તે બંધ પડી હતી, અને જોકે ઊંચી પંક્તિના સંસ્કૃત બોલતા હતા અને નાટક કરનારા લોકો પ્રાકૃત ભાષાઓ બોલતા હતા, છતાં અપભ્રંશ, મોટો જે કારીગરનો વર્ગ તેની ભાષા તરીકે પ્રસિદ્ધ થઈ હતી એટલેકે તે લોકોની ભાષા બની હતી. આ સમય સુધીમાં તે દક્ષિણમાં સૌરાષ્ટ્ર સુધી પણ અને સંભવિત રીતે પૂર્વમાં ગધ દેશ સુધી પ્રસરી હતી.
૩૦૦. (૪) ઈ.સ.૧૧મા સૈકાના મધ્ય સુધી સાહિત્યનિપુણ લોકોને પણ સ્વીકારવું પડ્યું છે કે અપભ્રંશ તે એક ભાષા નથી પણ ઘણી બોલાતી ભાષાઓ છે કે જેમાંની એકે સાહિત્યભાષા તરીકે નામ કાઢ્યું હતું. “દોહાકોશ' (જુઓ ફ.૧૫૯) આ સંબંધી સબલ પુરાવો આપે છે.
૩૦૧. અપભ્રંશના સમયની નિમ્નતમ અવધિ સર ભાંડારકરના અભિપ્રાય સાથે બરાબર મળે છે. પોતાના હસ્તલિખિત ગ્રંથોના રિપોર્ટમાં “પિંગલાર્થ-પ્રદીપની ક્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org