________________
પ્રબંધચિંતામણિમાંથી ઉદાહરણો (અનુસંધાન)
૧૭૩
શૃંગારકોડીસાડી – શૃંગારકોટિ સાડી. માણિક પખવડ૯ - માણિક નામ પખવડ - પક્ષપટ, દુપટ્ટો યા ઓઢણી, પછેડો. આ શબ્દ કાઠિયાવાડમાં તેમ રાજસ્થાનમાં વપરાય છે. પાપખઉ હારુ – પાપાય હાર. [મૂડા) મૌક્તિકાનાં – મિોતીના મૂડા (એક માપ)]. સેડ? – સિંદુક, નવગ્રહવાળા આભૂષણનું નામ ?]
બીજો પ્રસંગ એ છે કે એક સમય હેમચન્દ્ર કપર્દી મંત્રીને પૂછ્યું કે તારા હાથમાં શું છે ? તેણે જવાબ આપ્યો કે “હરડઈ' (હરડે). એટલે હેમચન્ટે પૂછ્યું કે “શું હજુ પણ ?' કપર્દીએ તેમનો આશય સમજી કહ્યું કે નહીં, હમણાં શા માટે ? અંતથી આદિ થઈ ગયો ને માત્રા (ધન)માં વધ્યો. હેમચન્દ્રજી તેની ચાતુરી પર ઘણા પ્રસન્ન થયા. પછી સમજાવ્યું કે મેં હરડઈ”નો અર્થ “હ રડઈ' એટલે “હ” અર્થાત્ હકાર રહે છે એમ લઈને પૂછ્યું હતું કે શું હકાર હજુ પણ રડે છે ? કપર્દીએ ઉત્તર આપ્યો કે પહેલાં તે વર્ણમાલામાં છેલ્લો હતો, હવે આપના નામમાં પ્રથમ વર્ણ થયો અને તે એકલો હન
૩૭. પ્રબંધચિંતામણિમાં એમ છે કે શૃંગારકોડી સાડી ૧, મણિકઉ પછવડઉ ૨, પાપખ9 હારુ ૩, સંયોગસિદ્ધિ સિમા ૪, હેમકુંભા ૩૨, મુડા ૬ મૌક્તિકાનાં, સેડલ, ચતુર્દન્ત હસ્તિ ૧, પાત્રાણિ ૧૨૦, કોડીસાદ્ધ ૧૪ દ્રવ્યસ્ય દંડ.. (પૃ.૨૦૩) આ પ્રસંગના વર્ણનના જિનમંડનના ‘કુમારપાલપ્રબંધ (સં.૧૪૯૨ના)માં ત્રણ શ્લોક આપ્યા છે તે પરથી અર્થ સ્પષ્ટ થાય છે :
શારીં શૃંગારકોટ્યાખ્યાં પર્ટ માણિક્યનામકમ્ | પાપક્ષયંકર હાર મુક્તાશુક્તિ વિષાપહામ્ | હૈમાનું દ્વાત્રિશત કુંભાન્ ૧૪ મનુભારપ્રમાણઃ | ષમૂકાંસ્તુ મુક્તાનાં સ્વર્ણકોટીશ્ચતુર્દશ | વિંશ શતં ચ પાત્રાણાં ચતુર્દન્ત ચ દન્તિનમ્ | શ્વેત સંદુકનામાને દત્વા નવ્ય નવગ્રહમ્ |
- આત્માનંદ સભા, ભાવનગરનું સંસ્કરણ, પત્ર ૩૯, પૃ. ૨. પાપક્ષય કોઈ વિશેષ પ્રકારના હારની સંજ્ઞા હતી કારણકે સિદ્ધરાજ જયસિંહનો પિતા કર્ણ (ભોગી કણ) જ્યારે સોમનાથનાં દર્શન કરવા ગયો હતો ત્યારે પ્રતિજ્ઞા કરી હતી કે પાપક્ષય હાર, ચન્દ્ર, આદિત્ય નામનાં કુંડલ અને શ્રીતિલક નામનાં અંગદ (બાજુબંધ) પહેરી દર્શન કરીશ. (ઉક્ત પ્રબંધ, પત્ર ૪, પૃ. ૨) “સેડઉ'ના અર્થમાં સંદેહ રહે છે પરંતુ કુમારપાલના રાજતિલકનું વર્ણન તે જ પ્રબંધમાં (પત્ર ૩૪, પૃ.૧) છે તેમાં એક સ્પષ્ટ પંક્તિ બીજી છે કે “મુક્તાનાં સેતિકા ક્ષિપ્તા તસ્ય શીર્ષે સફલ્પિકા (?) સંજતા રાજ્ઞઃ સમગ્રેશ્વર્યવૃદ્ધિ સૂચતિસ્મ”. અહીં ‘સેતિકા'નો સેર એ અર્થ હોઈ શકે છે. સંભવિત છે કે આ અર્થ “સેડઉ'નો પણ હોય, ગુજરાતીમાં છડો એ સેડઉ' ઉપરથી થયો હોય એમ ચોક્કસ રીતે લાગે છે.
દિશાઈએ “સેડઉ' શબ્દ ‘મૌક્તિકાનાં' સાથે જોડેલો એ ભૂલ હતી. “૬ મૂડા મૌક્તિકાનાં એ પાઠ છે, અને “મૂડા' એ એક માપનું નામ છે. “સેડી' શબ્દ એનાથી જુદો લેવાનો છે અને એ સંભવતઃ ‘કુમારપાલપ્રબંધના દેશાઈએ ઉદ્ધત કરેલા અંશમાં છેલ્લી પંક્તિમાં “સંદુક છે તે હોવા સંભવ છે. “સેતિકાનો અર્થ ‘સર’ નથી, પણ એ એક માપ (બે ખોબા)નું નામ છે તેથી એના સ્થાને મૂડા' હોય એ બરાબર છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org