________________
૧૮૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
છે. શિકારી એ નામ તેના ઉચ્ચારની વિશેષતાને અંગે એક બોલીને આપેલું છે અને તે “મૃચ્છકટિક પછી સંભવિત રીતે અપાયેલું છે.)
૨પ૬. એ ખરું છે કે અહીં અપભ્રંશનો એ ખાસ નામથી સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો નથી પણ તેનું કારણ દેખીતું છે કે તે સમયની સાહિત્યની ભાષાઓ એટલે ભાષાઓને પોતાનાં ખાસ નામો હતાં પણ ‘વિભાષાઓને ખાસ નામ નહીં હતાં, તે છતાં તેઓને જુદી જુદી જાતોથી બોલાયેલી ભાષાઓ તરીકે માન્ય કરવામાં આવી
૨૫૭. “શબર ભાષા કોયલા કરનારા, શિકારીઓ, અને લાકડા અને યંત્ર પર આજીવિકા કરનારાના મુખમાં યોજવી અને કિંચિત્ જંગલીની પણ ખરી. આભીરી કે શાબરી ઘોષસ્થાનનિવાસીઓ – જેવા કે ગોવાળો - અશ્વ, અજ પાળનારા, ઊંટાદિ રાખનારા માટે વાપરવી જોઈએ.”
- ૨૫૮. આ રીતે ગોવાળો વગેરેની જંગલી જાતની બોલી માટે આભીરોની જાતિનું નામ પ્રાપ્ત થયું છે. આપણે હવે પછી જોઈશું કે તેણે પોતાને માટે ખાસ જુદું નામ મેળવ્યું હતું અને વળી સાહિત્યવિષયક પ્રાકૃતોમાં પણ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
૨૫૯. ભરતના મનમાં સંભવિત રીતે અપભ્રંશ બોલી હતી (કદાચ હજુ તે બંધાતી જતી, વર્ધમાન થતી જતી હોય એવી સ્થિતિમાં હતી) એ વાત જ્યારે આપણે જુદાજુદા પ્રાંતોની ભાષા સંબંધીની જે વિશાલ વિશેષતાઓ નાટકકારને જણાવવા માટે ભરતે કહેલ છે તે વિચારીએ ત્યારે સ્પષ્ટ માલૂમ પડી આવે છે:
૨૬૦. “જે જ્ઞાતા છે તેણે ગંગા અને સાગર વચ્ચેના દેશમાં ભાષામાં “એ કાર જેમાં બહુ આવે તેવી ભાષા પ્રયોજવી; વિંધ્ય અને સાગર વચ્ચેના પ્રદેશમાં નકાર જેમાં બહુ આવે એવી ભાષા પ્રયોજવી; સુરાષ્ટ, અને અવન્તી તથા વેત્રવતી નદીની ૪૫. અંગારકારત્રાધાનાં કાષ્ટયન્ઝોપજીવિનામ્ | યોજ્યા શબરભાષા તુ કિંચિત્ વનૌકસી તથા || ૧૭–પ૪ ગવાશ્વાજાવિકાદિ ઘોષસ્થાનનિવાસિનામ્ | આભીરોક્તિઃ શાબરી વા દ્રાવિડી દ્રવિડાદિષુ || ૧૭–૧૫ ૪૬. ગંગાસાગરમધ્યે તુ યે દેશા સંપ્રકીર્તિતાઃ |
એકાદ-બહુલાં તેષ ભાષાં તજઝઃ પ્રયોજયેત્ // પ૮ વિધ્યસાગરમધ્યે તુ યે દેશાઃ શ્રુતિમાગતાઃ | નકારબહુલાં તેષ ભાષા તઝઃ પ્રયોજયેત્ || પ૯ સુરાષ્ટ્રાવન્તિદેશેષ વેત્રવત્યુત્તરેષુ ચ | યે દેશાતેષુ કુર્તીત ચકારબહુલામિહ + ૬૦ હિમવ-સિંધુ-સૌવીરાન્ય ચ દેશાઃ સમાશ્રિતાઃ | ઉકારબહુલા ત×સ્તેષુ ભાષાં પ્રયોજયેત્ | ૬૧ ચર્મણ્વતી-નદીપારે યે ચાબુંદ-સમાશ્રિતાઃ | તકારબહુલાં નિત્ય તેષ ભાષા પ્રયોજયેત્ || ૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org