________________
અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન)
દેશ પરત્વે છે જ્યાં તે બોલાતી હોય. વધુ જૂની પ્રાકૃતોના ખાસ ભેદો જણાયા નથી અને જોકે તેમનાં નામો ભૌગોલિક છે છતાં તે પ્રાદેશિક મટી ગઈ અને તેથી લોકોથી પણ ખાસ બોલાતી બંધ પડી. અપભ્રંશ તો આ બંને રીતિએ તેઓથી ભિન્ન થઈ એટલેકે દેશ પરત્વે તે જુદીજુદી થઈ અને લોકોથી તે બોલાતી બંધ પડી નહીં.
પ્રકરણ ૩ : અપભ્રંશ સંબંધી પ્રાચીન ઉલ્લેખો (અનુસંધાન)
૨૭૫. (૭) રાજશેખર ઃ તેમણે પોતાની ‘કાવ્યમીમાંસા’ (ગાયકવાડ ઑરિએન્ટલ સિરીઝ ક્ર.૧, ૧૯૧૬)માં અપભ્રંશ સંબંધી પુષ્કળ ઉલ્લેખો કર્યાં છે. પોતાના પુરોગામી આલંકારિકોની પેઠે તે પણ આ ભાષાને સાહિત્યની દૃષ્ટિએ નિહાળે છે. તેથી પોતાના કાવ્યપુરુષના શરીરને વર્ણવતાં જણાવે છે કે : “તારું શરીર તે શબ્દ અને અર્થ છે. સંસ્કૃત મુખ છે, પ્રાકૃત બાહુ છે. જઘન અપભ્રંશ છે, પૈશાચી તે પગો છે અને મિશ્ર ભાષા તે ઉર એટલે છાતી છે.”૪૭ વળી જ્યારે પોતાનો કવિરાજ પોતાનો દરબાર ભરે છે ત્યારે સંસ્કૃત કવિઓને (પોતાની ગાદીથી) ઉત્તરમાં, પ્રાકૃત કવિઓને પૂર્વમાં, અપભ્રંશ કવિઓને પશ્ચિમમાં અને પૈશાચ કવિઓને દક્ષિણમાં બેસાડવા એમ જણાવે છે. ૮ આવી જ રીતે સાહિત્યના ચતુર્વિધ પ્રકાર, તે જે ભાષામાં વ્યક્ત કરવામાં આવે તે ભાષા પરથી એક સારા કિવ થવા માગનારે કેટલી ભાષામાં નિપુણ થવું જોઈએ એ પ્રશ્નનો ઉત્તર આપતાં રાજશેખર આ પ્રમાણે પાડે છે :
૨૭૬. “એક અર્થ એક સુકવિ સંસ્કૃત ઉક્તિમાં (સારી રીતે) કરી શકે, બીજો પ્રાકૃતમાં, વળી અન્ય અપભ્રંશ વાણીમાં, અને કોઈ ભૂતપૈશાચી ભાષામાં કહી શકે. કોઈ બીજો અર્થ બે, ત્રણ યા ચારે ભાષામાં કોઈ વાગ્મી કહી શકે. જે સુકવિની બુદ્ધિ આ સર્વ ભાષામાં પ્રપન્ન નિપુણ હોય છે તે આખા જગતને પોતાની કીર્તિથી ભરે છે.”
૧૯૩
૨૭૭. આ કરતાં બીજા વધારે અગત્યના ઉલ્લેખો બીજા બે ફકરામાં આપ્યા છે કે જેમાં પણ ઉક્ત ચતુર્વિધ ભેદ બતાવ્યો છે, પરંતુ વિધવિધ દેશ પરત્વે બતાવેલ છે ને તે એવી રીતે કે જે દેશમાં સાહિત્ય જે અમુક ભાષામાં વિશેષે કરી વપરાય છે તે દેશો તે ભાષા સહિત જણાવ્યા છે.
૪૯. શબ્દાર્થો તે શરીર, સંસ્કૃત મુર્ખ, પ્રાકૃતં બાહુઃ ।
જઘનમપભ્રંશઃ પૈશાચં પાદૌ, ઉરો મિશ્રમ્ || પૃ.૬
૫૦. તસ્ય ઉત્તરતઃ સંસ્કૃતાઃ કવયો નિવિશેરન્. ।... પૂર્વેણ પ્રાકૃતા કવયઃ... ।
પશ્ચિમેનાપભ્રંશિનઃ કવયઃ । દક્ષિણતો ભૂતભાષા-કવયઃ || પૃ.૫૪
૫૧. એકોર્થઃ સંસ્કૃતોત્યા સ સુકવિરચનઃ પ્રાકૃતેણાપરોસ્મિન્ અન્યોડપભ્રંશગીર્ભિઃ કિમપરમપરો ભૂતભાષાક્રમેણ ।
દ્વિત્રાભિઃ કોડપિ વાગ્મિર્ભવતિ ચતતૃભિઃ કિંચ કશ્ચિદ્ વિવેક્યું યસ્યુંત્યં ધીઃ પ્રપન્ના રૂપયતિ સુકવેસ્તસ્ય કીર્તિર્જગન્તિ | પૃ.૪૮-૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org