________________
પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો (અનુસંધાન)
૧૭૧
• જેના તરુણીજન પીઠ પાછળથી ગુણ ગ્રહણ કરે છે દિોરી પકડે છે એ સખીનો કંચુક સૌભાગ્યવંત છે. એ તાણખેંચ કરે છે (હઠ કરે છે, માન કરે છે) એ યુક્ત છે. •
જેના ગુણોનું પાછળથી ગ્રહણ (કથન) કરવામાં આવે તે અવશ્ય ઊંચો (મોટો) હોય છે. અહીં ગુણ પર શ્લેષ છે : (૧) ગુણ એટલે દોરો અને (૨) ગુણ એટલે સગુણ.
(૨૭) સોરઠના બે ચારણ દુહાવિદ્યામાં સ્પર્ધા કરતા અણહિલપુર પાટણમાં આવ્યા. શરત એવી હતી કે જેની રચનાની હેમચન્દ્ર વ્યાખ્યા કરે તે બીજાને હારેલો સમજે. હેમચન્દ્ર મળતાં એક એ સોરઠો બોલ્યો કે :
લચ્છિવાણિ-મુહકાણિ સા પઈ ભાગી મુહ મરઉં,.
હેમસૂરિઅલ્યાણિ જે ઈસર તે પંડિયા. દિશાઈને સોરઠો અસ્પષ્ટ લાગેલો અને અર્થ ખેંચીને કરવો પડેલો, કેમકે પાઠ ભ્રષ્ટ હતો. અહીં પાઠ સુધારી લીધા છે ને દેશાઈના અનુવાદ અને અર્થ છોડી દીધા છે.
• લક્ષ્મી અને વાણી (સરસ્વતી) વચ્ચે જે ઝઘડો છે તે તે મિટાવ્યો. હું તારા મોં પર ઓળઘોળ થાઉં છું. હેમસૂરિની આ સભામાં જેઓ શ્રીમંત છે તેઓ પંડિત પણ છે. •
મુહકાણિ” એટલે ઝઘડો. જુઓ “મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ' (સંપા. જયંત કોઠારી), પૃ.૩૧૫. અત્થાન – સં.આસ્થાન, સભા. ઇસર – ઈશ્વર, ઐશ્વર્યવંત, લક્ષ્મીવંત.]
(૨૮) આ ચારણ તો બેસી ગયો. એટલામાં કુમારપાલવિહારમાં આરતીના વખતે મહારાજ કુમારપાલ આવ્યા અને તેમણે પ્રણામ કર્યા એટલે હેમચન્દ્ર તેમની પીઠ પર હાથ રાખ્યો. આટલામાં બીજો ચારણ બોલ્યો :
હમ તુહાલા કર મરઉં, જાંહ અચ્ચભૂ રિદ્ધિ, જે ચંપણ હિઠા મુહા, તાંહ ઊપહરી સિદ્ધિ.
• હિમચન્દ્ર ! તમારા હાથ પર હું મરું – વારી જાઉં જેમાં અદ્ભુત રિદ્ધિ છે. નીચું મોં રાખેલા જેમને એ ચાંપે છે – દાબે છે તેમને સિદ્ધ પ્રાપ્ત થાય છે. •
કવિની આ ઉક્તિ પર રાજા પ્રસન્ન થયો અને તેનો દોહો ફરી ફરી બોલાવરાવ્યો. ત્રણ વાર બોલીને ચારણે, શિવાજી પાસે ભૂષણની પેઠે, અધીરાઈથી કહ્યું કે શું દરેક પાઠના લાખ આપશો ? રાજાએ ત્રણ લાખ આપ્યા. આ કહાણી અધૂરી છે, હેમચન્દ્ર કોઈને વખાણ્યો નહીં. બંનેની હોડનું શું થયું તે જણાવ્યું નથી.
તુહાલા – તમારા, પંજાબી સુહાડા, જુઓ ક. ૧.
(૨૯) જ્યારે કુમારપાલ શત્રુંજય તીર્થમાં ગયો ત્યારે ત્યાં એક ચારણને પ્રતિમા સમક્ષ નીચેનો સોરઠો નવ વાર બોલતાં તેને નવ હજાર આપ્યા :
ઈકહ ફુલહ માટિ દેઆઈ સામી સિદ્ધિ સુહુ, તિણિ સિવું કેહી સાટિ [કટરિ] ભોલિમ જિણવરહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org