________________
તે સમયની જૈન સંસ્કૃત
“કતું લગ્નઃ
કરવા લાગ્યો.
૨૨૫. ધાતુઓની અનંતતા, આકૃતિગણ અને ઉણાદિના અક્ષયનિધિથી સંપન્ન એવા જે વિદ્વાનો ‘મા’ ધાતુથી ‘ડિયાં’, ‘ડુલક્’, ‘ડૌલાના’ પ્રત્યય બનાવી ‘મિયાં, ‘મુલક’, ‘મૌલાના’ સિદ્ધ કરી લે છે અથવા અમારા આચાર્યદેશીય સુગૃહીતનામા સર્વતંત્ર સતીર્થ્ય કે જે જયો જયશીલૌ ઉરૂ યસ્યાઃ સા જયોરૂઃ – જોરૂ' (સ્ત્રી) બનાવે છે તે હિન્દી વિદ્વાનોને આ ઉદાહરણોમાં કંઈ ચમત્કાર નહીં જણાય, પરંતુ આ દેશી ભાષાથી અતલગ સંબંધ ધરાવતાં સંસ્કૃતનાં ઉદાહરણો છે. ગમે તેટલું બાંધો, પણુ જલ તો નીચી બાજુ તરફ ઢળે છે. દેશી શબ્દ અને વાગ્ધારા સંસ્કૃત માટે અભડાયેલી નહોતી. સંસ્કૃતમાં એટલી સમજ હતી કે તેને તે પોતાનાં બનાવી લેતી.
૨૨૬. ‘પ્રબંધચિંતામણિમાં એક જગ્યાએ ‘આશિષ’ શબ્દ અકારાંત તરીકે ઉપયોગમાં લીધેલ છે (‘માતુરાશિષશિખાં કુરિતાઘ’ વસ્તુપાલની રચના, પૃ.૨૬૯). ‘શ્વાન’ પણ તે જ રીતે વપરાયો છે (‘સત્રિ હિત શ્વાનેન શુùાદણ્ડે નિહત્ય', પૃ.૧૮૦; ‘કુક્કરસ્તુ શુનિ શ્વાન ઇતિ વાચસ્પતિઃ’ શાસ્ત્રી). જયમંગલસૂરિ ‘ચાતુર્યતા’ લખી હિન્દી-ગુજરાતીના બેવડા ભાવવાચકનાં બી વાવે છે (પૌરવનિતાચાતુર્યતા નિર્જિતા', પૃ.૧૫૪).
૨૨૭. કવિ શ્રીપાલે સિદ્ધરાજ જયસિંહના સહસ્રલિંગ સરોવરની પ્રશસ્તિ બનાવી હતી. તેમાં આ શ્લોક પણ હતો કે -
કોશેનાપિ યુતં દલેરુપચિતં નોર્ચ્યુન્નુમેતત્ ક્ષમં, સ્વસ્થાપિ સ્ફુટકટકવ્યતિકરું પુરૂં ચ ધત્તે નહિ । એકોપ્ટેષ કરોતિ કોશરહિતો નિષ્કષ્ટકં ભૂતલ, મરૈવં કમલા વિહાય કમલ યસ્યાસિમાશિશ્રિયમ્ ।। • કમલમાં કોશ ડોડી અને મ્યાન છે, દલ - પાંદડી અને સેના – છે, છતાં પોતાને ફૂટેલા કાંટા – શત્રુઓને ઉખાડી નાખવા સમર્થ નથી, અને તે પુસ્ત્ય – પુંલ્લિંગ (નરજાતિ) અને પુરુષત્વ ધારણ કરતું
નથી.
૧૫૫
•
-
સિદ્ધરાજ જયસિંહનું ખડ્ગ એકલું, કોશ-મ્યાન વગ૨, ભૂમંડલને નિષ્કંટક [શત્રુરહિત] કરી દે છે. આથી લક્ષ્મી કમલને છોડીને તેમાં ચાલી આવી.
Jain Education International
૨૨૮. એમ કહેવાય છે કે આમાં રામચન્દ્ર પંડિતે બે દોષ કાઢ્યા. એક તો ‘દલ’ શબ્દનો અર્થ ‘સેના’ ભાષામાં છે પરંતુ સંસ્કૃતમાં નથી, બીજો દોષ એ કે ‘કમલ’ શબ્દ પુંલ્લિંગ અને નપુંસકલિંગ (નરજાતિ ને નાન્યતરજાતિ) બંને છે, હંમેશાં નપુંસક – ક્લીંબ નથી. આથી રાજાએ સર્વ પંડિતોને આગ્રહ કરી (‘ઉપરુધ્ય') ‘દલ’ શબ્દને રાજસેનાના અર્થમાં પ્રમાણિત કરાવ્યો. (‘દલ’નો સંસ્કૃતમાં ‘સેના’ અર્થ જયસિંહ અને શ્રીપાલે કરાવ્યો એ કહેવું પૂજાર્થ – માનાર્થ છે, કારણકે સંવત્ ૧૦૮૩ અને ૧૧૦૭ની
For Private & Personal Use Only
www.jainelibrary.org