________________
“પ્રબંધચિંતામણિ'માંથી ઉદાહરણો
૧૬૧
તેથી મુંજે તેના પર ચડાઈ કરી. મંત્રી રુદ્રાદિત્યે મુંજને તેમ કરતાં વાર્યો અને સમજાવ્યો કે ગોદાવરીની પેલે પાર તો ન જ જવું, પરંતુ મુંજે તૈલપને પહેલાં છ વાર હરાવ્યો હતો. તે માટે તેના મંત્રીની તેણે સલાહ માની નહીં. રદ્રાદિત્યે રાજાનું ભાવી અનિષ્ટ સમજી અને પોતાને અસમર્થ જાણી ચિતામાં બળી જઈ પ્રાણ આપ્યો. ગોદાવરીને પેલે પાર મુંજની સેનાને છલકપટથી કાપી નાખી અને તૈલપ મુંજને મુંજની દોરીઓથી બાંધીને લઈ ગયો. ત્યાં તેને લાકડાના પાંજરામાં કેદ રાખ્યો. એક દિવસે મુંજ અરીસામાં મુખ જોઈ રહ્યો હતો તે વખતે મૃણાલવતી પાછળથી આવી ઊભી અને મુંજનું યૌવન અને પોતાની આધેડ ઉંમર વિચારતાં તેના ચહેરા પર પ્લાનતા આવી ગઈ. આ જોઈ મુંજે આ દોહો કહ્યો :
મુંજ ભણઈ મુણાલવઈ, જુવ્રણ ગયઉં ન ઝુરિ, જઈ સક્કર સય-ખંડ થિય, તો-ઈ સ મીઠી ચૂરિ.
• મુંજ કહે છે, હે મૃણાલવતી ! ગયેલા જોબન માટે ઝૂર મા – શોક ન કર. જો સાકરના શત – સો ખંડ – ટુકડા થઈ જાય તો પણ તે ચૂરિ (ચૂર્ણ કરેલી) પણ મીઠી હોય છે. •
વિકાનેરના રાજા પૃથ્વીરાજની રાણી ચાંપાદેએ પતિને પોતાના ધોળા કેશ પર પસ્તાવો કરતો જોઈને આવો જ દોહો કહ્યો હતો :
નરાં નાહરાં ડિગમરાં પાકાં હી રસ હોય, . નરાં તુરંગા બનફલાં પક્કાં પક્કાં સાવ.
(“મહિલામૃદુવાણી) (૫) રુદ્રાદિત્ય તો મરી ગયો હતો. તે ઉદયન-વત્સરાજના મંત્રી યૌગંધરાયણની પેઠે પોતાના સ્વામીને બચાવવા માટે ગાંડાનો વેશ લઈ પહોંચ્યો નહીં, પરંતુ મુંજના કેટલાક સહાયકો તૈલપની રાજધાનીમાં પહોંચી ગયા. તેમણે બંદીગૃહ સુધી સુરંગ કરાવી. નાસતી વખતે મુંજે મૃણાલવતીને કહ્યું કે મારી સાથે ચાલો અને ધારામાં રાણી બનીને રહો. તેણે કહ્યું કે દાગીનાનો ડબ્બો લઈ આવું છું, પરંતુ તેણે એમ વિચાર કર્યો કે આધેડ એવી મને જો ત્યાં જઈને છોડી દે તો પછી ન ઘરની ન ઘાટની એવી સ્થિતિ પોતાની થાય એટલે તેણે બધી હકીકત પોતાના ભાઈ (તૈલપ)ને કહી દીધી. વત્સરાજની પેઠે ઘોષવતી વીણા અને વાસવદત્તાને લઈ નીકળી જવાની વાત તો દૂર રહી, પણ અહીં મુંજ ઘણી નિર્દયતાથી બંધાયો. તેની પાસે શેરીએ-શેરીએ ભીખ મંગાવી. તેના વિલાપની કવિતામાં કેટલાક શ્લોકોની સાથે કેટલીક જૂની હિન્દી-ગુજરાતી કવિતા પણ છે કે જેની અહીં ચર્ચા કરવામાં આવે છે. ટોની કહે છે કે છાપેલા પુસ્તકમાં કેટલાંક પ્રાકૃત કાવ્ય આ પ્રસંગનાં મૂક્યાં નથી કે જે એક પ્રતિમાં હતાં. સંભવ છે કે તેમાં કંઈ બીજી જૂની ભાષાની કવિતા હોય.
| [અહીં દેશાઈએ આપેલ પાઠ ઘણો ભ્રષ્ટ છે. તેથી અનુવાદ, ટિપ્પણ સર્વ નકામું થઈ જાય છે. જિનવિજયનો પાઠ આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org