________________
સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો
૧૩૫
જેમકે, “કૃષ્ટ'ને માટે કુશલ, “વાચસ્પતિ’ને માટે “ગુરુ', ‘વિષ્ટરશ્રવા માટે “હરિ ઈત્યાદિ.”
૨૧૭. આગળ ઉદાહરણાંશ બે રીતે વહેંચ્યા છે. પહેલામાં સોમપ્રભાચાર્યની ઉદ્ધત કવિતા છે, બીજામાં તેમની તથા સિદ્ધપાલની રચનાના નમૂના છે. વિસ્તારભયથી અર્થ આપવામાં એવી રીત રાખી છે કે પ્રત્યેક પદને મળતો ગુજરાતી-હિંદી અર્થ ક્રમે આપ્યો છે, પછી સ્વતંત્ર અનુવાદ કર્યો નથી. તેને મેળવી બોલવાથી યા બોલતી વખતે મનમાં અન્વય કરવાથી અર્થ પ્રતીત થઈ જશે. [પદાનુસારી અર્થ જ્યાં હતા ત્યાં બે વ્યવસ્થિત અનુવાદનું સ્વરૂપ આપી દીધું છે.]
પ્રકરણ ૪ : સોમપ્રભાચાર્યે અવતારેલ અપભ્રંશ ઉદાહરણો
૨૧૮. અત્ર સોમપ્રભસૂરિએ પોતાના કુમારપાલપ્રતિબોધ' નામના ગ્રંથમાં જે જૂની ભાષા - અપભ્રંશનાં ઉદાહરણો ઉદ્ધત કર્યા છે તે મૂક્યાં છે. (૧) માણિ પણgઈ જઈ ન તણું, તો દેસડા ચઈજ્જ,
મા દુર્જનકરપલ્લવિહિં, દૈસિર્જતુ ભમિ.
• માન પ્રનષ્ટ થાય (તો શરીર તજવું જોઈએ), જો શરીર ન (તજાય) તો દેશને (તો અવશ્ય) તજી દેવો જોઈએ. પણ દુર્જનો પોતાની આંગળીઓથી ચીંધી આપણને બતાવે તેવી રીતે ભમવું ન જોઈએ. •
દંસ – દેખાડવાના અર્થમાં પ્રાકૃત ધાતુ (“દ” ઉપરથી), પંજાબીમાં દસ. જુઓ ૪.૪૬. આ દોહો હેમચન્દ્રમાં પણ છે. જુઓ આ પૂર્વે ક્ર.૧૧૪.'
(૨) એક મનુષ્ય યજ્ઞ માટે બકરાને લઈ જતો હતો અને બકરો રાડો પાડતો હતો. એક સાધુએ તેને એક દોહો કહ્યો એટલે બકરો છાનો રહી ગયો. સાધુએ સમજાવ્યું કે આ બકરો આ પુરુષનો બાપ રુદ્રશર્મા છે, તેણે આ તળાવ ખોદાવ્યું, પાળ પર ઝાડ વાવ્યાં, પ્રતિવર્ષ અહીં બકરા મારવાનો યજ્ઞ આદર્યો. તે રદ્રશર્મા પાંચ વાર બકરાની યોનિમાં જન્મ લઈ પોતાના પુત્રથ માર્યો ગયો છે. આ છઠ્ઠો ભવ છે. બકરો પોતાની ભાષામાં કહી રહ્યો છે કે બેટા, માર નહીં, હું તારો બાપ છું. જો તેનો વિશ્વાસ ન પડે તો આ નિશાની બતાવું છું કે ઘરની અંદર તારાથી છુપાવીને એક નિધાન દાટ્યો છે તે બતાવી આપું. મુનિના કહેવાથી ઘરમાં નિધાન બતાવી આપ્યો અને પછી બકરાને તથા તેના મનુષ્ય-પુત્રને સ્વર્ગ મળ્યું.
ખરું ખણાવિય સઈ છગલ, સઈ આરોવિય સુખ, પઈ જ પવત્તિય જન્ન સઈ, કિં બુબ્સયહિ મુરુક્મ.
• હે જાગલ – બકરા ! તેં સ્વયં ખાડો ખણાવ્યો, સ્વયં વૃક્ષ રોપ્યાં, સ્વયં યજ્ઞ પ્રવર્તિત કરેલા. (હવે) શા માટે બેં બેં કરે છે, મૂર્ખ ? •
(૩) એક નગરમાં અશુભની શાંતિ પશુવધથી કરવામાં આવનારી હતી, ત્યારે દેવતાએ કહ્યું કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org