________________
૧૩૬
વસઈ કમિલ કલસ જિમ્ન, જીવદયા જસુ ચિત્તિ, તસુ પય-પક્બાલણ-જલિણ, હોસઇ અસિવ નિવિત્તિ.
• કમલમાં, કલહંસીની, જેમ, જીવદયા જેના ચિત્તમાં વસે છે તેના પદ (પગ) પખાલવા(ધોવા)ના જલથી અશિવ અકલ્યાણની નિવૃત્તિ થશે.
•
(૪) આભરણ-કિરણ-દિપંત-દેહ, અહરીકિય-સુરવહૂ-રૂપરેહ,
·
Ad
ઘણ-કુંકુમ-કદ્દમ ઘર-દુવારિ, ખુüત-ચલણ નસ્યંતિ નારિ. આભરણોનાં કિરણોથી જેના દેહ દીપે છે, જેમણે દેવાગનાંઓની રૂપરેખાને હલકી પાડી છે એવી નારીઓ ઘરઆંગણે કુંકુમના ગાઢ કાદવમાં પગ ખૂંપાવતી નાચે છે. •
(૫) તીયહ તિત્રિ પિયારાઈ, કલિ કજ્જલ સિંદૂર,
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
અન્નઇ તિત્રિ પિયારાઈ, દુધ્ધે જમ્યાઈ ઉં તૂરુ.
•
સ્ત્રીઓને, ત્રણ પ્યારા (છે) કલિ (ઝઘડો), કાજળ (અને) સિંદૂર. અન્ય (પણ) ત્રણ પ્યારા (છે) દૂધ, જમાઈ અને વાજું. તૂર – સૂર્ય.
(૬) એક રાજા પોતાની રાણી સાથે પોતાની ગાદીનું ભવિષ્ય કહી રહ્યો છે કે ઃ નરવઇ આણુ જુ લંઘિહઇ, વિસ રહઇ જુ હિંદુ, હિરહઇ કુમિર જુ કણગવઈ, હોસઈ ઈહ સુ નિચંદુ.
નરપતિની આણ, જે, ઉલ્લંઘ ઓળંગે, જે કરીંદ્રને વશ કરે,
કુમારી કનકવતીને જે હરી જાય તે અહીં નરેંદ્ર થશે.
Jain Education International
For Private & Personal Use Only
•
અભયસિંહ કુમારે ત્રણ વાતો પૂરી કરી છે.
અહીં ‘આણ’ને સંસ્કૃત ‘આજ્ઞા’ સાથે સરખાવી છે અને તે જૈનમાં સર્વત્ર જોવામાં આવે છે. ગુલેરી મહાશય તેનો અર્થ શપથ કે દુહાઈ કરે છે જેમકે રાજપૂતાનામાં ‘દરબારકી આન’, તુલસીદાસ રામાયણમાં નિષાદનું વાક્ય મોહિ રામ રારિ આન (રાવલી આન) દસરથ સપથ.' ને વધુમાં જણાવે છે કે આગળ કથામાં સ્પષ્ટ થાય છે કે ‘આન’નો અર્થ અહીં કાંઈ આજ્ઞા નથી. અરધી રાતે અભયસિંહ ચાલ્યો જતો હતો ત્યાં નગરીરક્ષકે અટકાવ્યો અને તે ન અટક્યો ત્યારે રાજાની ‘આણ’ દીધી. તારા બાપને રાજાની આણ દે' એમ કહી અભયસિંહ ચાલ્યો ગયો.
૩૩
આ કથામાં આગળ ચાલતાં એક અદ્ભુત રૂઢિપ્રયોગ આવે છે. રાજકુમારી કનકવતી પર હાથીએ હુમલો કર્યો. તેના પરિજને બૂમ મારી કે છે કોઈ ‘ચઉદ્દસીજાઓ’ – ચતુર્દશીજાયો કે જે અમારી સ્વામિનીને આ કૃતાંત જેવા હાથીથી બચાવે ? અહીં ચૌદશજાયો ચૌદશને દિને જન્મેલો ઘણો ભાગ્યવાન અથવા પરાક્રમીના અર્થમાં ૩૩. નયરારક્ખણ દિન્ના રત્રો આણા. દેસુનિઅપિઉણો રત્રો આણંતિ ભણંતો અભયસીહો બચ્ચઇ. પૃ.૩૮.
•
www.jainelibrary.org