________________
સોમપ્રભાચાર્ય અવતારેલ અપભ્રંશ ઉદાહરણો
૧૪૩
(૩૧) જઇવિ હુ સૂર સુરૂવુ વિઅષ્મણ, તહવિ ન સેવઈ લચ્છિ પઈખણ
પુરિસ-ગુણાગુણ-મુસણ-પરમ્મુહ, મહિલહ બુદ્ધિ પયંપહિં જે બુહ.
• યદ્યપિ શૂર, સુરૂપ, વિચક્ષણ હોય તથાપિ લક્ષ્મી (તે મનુષ્યને) પ્રતિક્ષણ સેવતી નથી. (કારણકે) મહિલાઓની બુદ્ધિ પુરુષોના ગુણ અને અગુણના વિચારથી પરામુખ હોય છે એમ બુધ – પંડિતો કહે છે. • મુણણ – વિચારવું, મનન. (૩૨) જેણ કુલક્કમ લંઘિયઈ, અવજસુ પસરઈ લોઈ,
તે ગુરુ-રિદ્ધિ-નિબંધણુ વિ, ન કુણઈ પંડિઓ કોઇ.
• જેનાથી કુલક્રમ ઉલ્લંઘાય, (અ) અપજશ લોકમાં પ્રસરે, તેવું (કામ), બહુ સંપત્તિ ઉપજાવનાર હોય તો પણ કોઈ પંડિત કરતો નથી. • (૩૩) જે મણું મૂઢહ માણુસહ, વંછઈ દુલહ વહ્યું,
તે સસિ-મંડલ-ગહણ-કિહિં, ગણિ પસારઈ હલ્યુ.
• જો મૂઢ માણસનું મન દુર્લભ વસ્તુને વાંછે છે, તો શું શશિમંડલને ગ્રહણ કરવા માટે ગગનમાં હાથ પસારે છે ? • (૩૪) રાવણ જાયઉ જહિંયહિ, દહ-મુહ એક્ક-સરીરુ,
ચિંતાવિય તઈયહિ જણણિ, કવણુ પિયાવહઉં ખીરુ.
• દશ મુખ અને એક શરીરવાળો રાવણ જે દિવસે જન્મ્યો ત્યારે માતાએ ચિંતા કરી – ચિંતવ્યું કે કયા મુખને ખીર પિવડાવું ? •
શંખપુરના રાજા પુરંદરને ત્યાં એક સરસ્વતી-કુટુંબ આવ્યું. રાજાએ આ દોહાનું ચોથું ચરણ પુત્ર માતાથી સમસ્યાની રીતે પૂછ્યું. ગૃહપત્નીએ પૂર્તિ કરી. “પ્રબંધ ચિંતામણિ'માં સરસ્વતી-કુટુંબ ભોજને ત્યાં આવ્યું હતું, ત્યાં પણ આ સમસ્યા ગૃહપત્નીએ આ જ રીતે પૂર્ણ કરી છે. આમાંથી એ ફલિત થાય છે કે આ દોહો જૂનો છે. કથાલેખક આની રચના કોઈ પણ રાજાની સભામાં ઠેસવી દે છે. હવે પછીના “પ્રબંધચિંતામણિવાળા લેખમાં આનો તેમજ આગળના દોહાનો અર્થ આપેલ છે. જુઓ હવે પછી તેમાં ક્ર.૧૨. | [આ દુહો રાજસ્થાનમાં આ સ્વરૂપે મળે છે –
રાજા રાવણ જલમિયો, દસ મુખ એક સરીર,
જનનીને સાંસો ભયો, કિણ મુખ ઘાલું ખીર ?] (૩૫) ઈઉ અચ્ચમ્મુઉ દિઠું મઈ, કંઠ વલુલ્લઈ કાલે,
કીદવિ વિરહ-કરાલિયહે, ઉઠ્ઠાવિયઉ વરાઉ.
• આ અત્યભુત મેં દીઠું હું કંઠમાં શું લગાવું. કોઈ પણ વિરહ-કરાલિતાએ વરાક (બિચારા – પતિ)ને ઉડાવી દીધો. [?] . પુત્રની સ્ત્રીએ આ સમસ્યાપૂર્તિ કરી છે. આ દોહો હેમચન્દ્રમાં પણ છે, ક.૩૨.
હિમચન્દ્રમાં વિરહિણી સ્ત્રીએ કાગડાને ઉડાડવા જતાં અર્ધા બલોયાં કૃશતાને કારણે જમીન પર પડી ગયાં અને અધ પ્રિયતમ એકાએક દેખાવાથી હાથ ફૂલી જવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org