________________
વિભાગ ૩ : હૈમયુગ
પ્રકરણ ૧ : હેમચન્દ્રજીનું વ્યાકરણ
પાણિનિનું વ્યાકરણ ૧૬૫. “શોભના ખલુ પાણિનિના સૂત્રસ્ય કૃતિઃ” (પતંજલિ ૨-૩-૬૬). સંસ્કૃત વ્યાકરણમાં જે યશ પાણિનિને મળ્યો તે કોઈના ભાગ્યમાં નહોતો. એવું સર્વાંગસુંદર પૂર્ણ વ્યાકરણ કોઈ કાલમાં કોઈ ભાષામાં બન્યું નહીં. મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી તો એમ કહે છે કે મૅકડોનલે (મુગ્ધાનલાચાય) હાલ પાણિનિ જેવું જ વૈજ્ઞાનિક વ્યાકરણ સ્વતંત્ર રીતિથી બનાવ્યું છે, પરંતુ આ વ્યાકરણની રચના પાણિનિનું વ્યાકરણ હોવાથી જ સંભવી. વિભુ આકાશ, સમુદ્ર કે વિષ્ણુની પેઠે પાણિનિના વ્યાકરણનું માપ ન ઈદકતાથી કે ન ઇયત્તાથી થઈ શકે તેમ છે. તે તો તે જ છે. એમ કહી શકાતું નથી કે તે આવું કે આટલું છે. જેમ પાણિનિ પોતાની પહેલાંનાં સર્વ સંસ્કૃત વૈયાકરણોનો સંઘાત છે, તે જ પ્રમાણે તે પોતાનાથી પાછળના સર્વ વૈયાકરણોનો ઉગમ છે. પોતાથી પહેલાંના જે વૈયાકરણોનાં નામ તેમણે, મતભેદ બતાવવાને માટે યા પૂજાથે આપ્યાં તેનાં નામ માત્ર પણ રહી ગયાં, બાકીનાં નામોનો પણ પત્તો નથી. પૂર્વાચાર્યોની જે સંજ્ઞાઓ તેમણે પ્રચલિત સમજી લઈ લીધી તે રહી ગઈ, બાકીના જૂના સિક્કા પાણિનિની નવી ટંકશાલની મોહરો આગળ કોણ જાણે ક્યાં નાસી ગયા. પહેલાંનાં વ્યાકરણોનો એકદમ અભાવ જોઈને કોઈ એવી કલ્પના કરે છે કે પાણિનિ શાસ્ત્રાર્થમાં જે વૈયાકરણોને હરાવતા ગયા તેમના ગ્રંથોને બાળતા ગયા. કોઈ કહે છે કે જે પાણિનિના દુર્બલ પક્ષની હિમાયત ઉપર ચલાવવામાં આવ્યાં હતાં તે શિવજીના હુંકાર-વજૂથી નષ્ટ થયાં. કોઈ કહે છે કે સર્વ વૈયાકરણ વિશ્વામિત્રની વ્યુત્પત્તિ વિશ્વનો અમિત્ર – શત્રુ એમ કરવાથી વિશ્વામિત્રના શાપભાજન થયા જ્યારે પાણિનિએ “મિત્રે ચષ (સૂત્ર ૬-૩-૧૩૦) એમ કહી તેની ખુશામત કરી તેથી તેનો વર મેળવ્યો.
e. The Professor's Vedic Grammar is unique work in so far as he has done it without Panini's Vaidika Prakriya. He has evolved the grammar from the language itself and is as scientific as his great predecessor Panini. – એશિઆટિક સોસાયટી બંગાલના વાર્ષિકોત્સવ વખતનું પ્રમુખ તરીકે વ્યાખ્યાન.
૧૦. આપિશલિ ૬-૧-૯૨, કાશ્યપ ૧-૨-૨૫, ગાગ્ય ૮-૩-૨૦, ગાલવ ૭-૧-૭૪, ચક્રવર્મણ ૬-૧-૧૩૦, ભારદ્વાજ ૭–૨-, શાકટાયન ૩-૪-૧૧૧, શાકલ્ય ૧-૧-૧૬, સેનક પ-૪-૧૧૨, સ્ફોટયન ૬-૧-૧૨૩, ઉત્તરી (ઉદીચામુ) ૪-૧-૧૫૩, કોઈ (એકેષાં) ૮-૩-૧૦૪, પૂર્વી (પ્રાચામું) યા જૂના ૪-૧-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org