________________
૧૨૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
- શોધતી હોય નહીં). •
વિયોગમાં દૂબળી થઈ ગઈ છે. ચૂડીઓ પડી ન જાય તેથી હાથ ઊંચા કરીને જાય છે, ચાલે છે. જાણે કે પ્રિયના વિરહના પાણીના મહા ધરાનો તાગ લેવા લાગી છે, પણ પામતી નથી. જે ઊંડા પાણીનો તાગ લેવા માગે છે તે માથા પર હાથ ઊંચા કરી લે છે, એ જોવા કે માથા પર પાણી કેટલું ઊંચું છે. દહ – હૂદાનો વ્યત્યય. (૧૭૦) ખેવિણુ મુહુ જિણવરહો, દીહર-નયણ-સલોણુ,
નાવઈ ગુરુ-મચ્છ૨-ભરિઉં, જલણિ પવીસઈ લોણુ.
• જિનવરનું દીર્ઘ નયનોથી સલૂણા મુખને પેખીને – જોઈને જાણે ગુરુ – ભારે મત્સરથી ભરેલું લોણુ – લવણ જ્વલન એટલે આગમાં પ્રવેશે છે. •
એટલું સુંદર મુખ છે કે લવણ મત્સરથી પૂર્ણ બની આગમાં કૂદી પડે છે. સુંદરતા પર નજર ન લાગી જાય એ માટે “રાઈમીઠું આગમાં નાખે છે. (૧૭૨) અબ્બા લગ્ગા ડુંગરેહિં, પહિક રડન્સઉ જાઈ,
જો એહા ગિરિ-ગિલણ-મણુ, સો કિં ધણહે ધણાઈ.
• ડુંગર પર અભ્ર – મેઘ લાગેલા (છે), પથિક રટતો જાય છે કે જે (મેઘ) આવો ગિરિને ગાળવાના મનવાળો છે તે શું નાયિકાનું ધણીપણું કરશે ? – બચાવશે ? •
રડત્તહુ – રડત્તો, પંજાબી રડ્યાના=પુકારવું. ધણ – જુઓ ઉપર ક્ર. ૧. ધણાઈ - ‘દોધકવૃત્તિ” “ધનાનિ ઈચ્છતિ' એટલે ધન ચાહે છે (!) એવો અર્થ કરે છે એ ઠીક નથી. ધણી એટલે ધની – સ્વામી, તે પરથી નામધાતુ ધણાઈ – ધણી થવું, ધણીપણું કરવું (આચાર ક્વિપુ), અર્થાત્ સ્વામિત્વ દેખાડવું, રક્ષા કરવી, બચાવવું. રાજસ્થાની ધણિયાપ એટલે ધણીપણું, સ્વામિત્વ. ગુજરાતીમાં ધણી એટલે માલિક, તે પરથી ધણિયાણી – સ્વામિની, પરિણીત બૈરી; વળી ધણિયાતું – સ્વામિત્વવાળું (વિશેષણ). સરખાવો ધણીજોગ હુંડી, ધણીધોરી, ધણીરણી. (૧૭૪) સિરિ ચડિઆ ખન્તિ ફલઇ, પુણુ ડાલઈ મોડન્તિ,
તો-વિ મહદુમ સઉણાહ, અવરાહિલ ન કરન્તિ.
• શિર પર ચડીને ફલો ખાય છે, વળી ડાળોને મોડે-તોડે છે, તોપણ મહાદ્રુમ – મહાવૃક્ષ શકુનો (પક્ષીઓ)ને અપરાધી કરતા નથી - દોષ દેતા નથી. •
મહાપુરુષોની ક્ષમા. મોડન્તિ – સં.મોટયન્તિ, તોડવું ફોડવું. શકુનીઓને અપરાધ કરતા નથી એવો અર્થ “દોધકવૃત્તિ કરે છે.
[અવરાહિલ' (અપરાધિત) એટલે અનિષ્ટ એવો એક અર્થ છે તે અહીં વધુ ઉપયુક્ત છે – “મહાવૃક્ષ શકુનોનું અનિષ્ટ કરતા નથી.' ડૉ. ભાયાણી “શિક્ષા કરતા નથી” એવો અર્થ આપે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org