________________
વાભટ્ટનું ભાષા સંબંધે વક્તવ્ય
૧ ૨ ૧
(૧૭૫) સીસિ સેહરુ ખણુ વિણિમ્મવિદુ,
ખણુ કંઠિ પાલંબુ કિદુ, રદિએ વિહુદુ ખણુ મુંડમાલિએ,
જે પણએણ તે નમહુ, કુસુમ-દામ-કોદંડુ કામહો.
• કામના કુસુમદામકોદંડ – ફૂલરૂપી ધનુષ્યને નમન કરો. કેવું ફૂલધનુષ્ય ? તો કહે છે કે જેને રતિએ પ્રેમથી પોતાના) શીર્ષ પર ક્ષણ માટે શેખરરૂપ વિનિર્મિત કરેલ છે, ક્ષણભર કંઠમાં પ્રાલંબ (લાંબી માળા) કરી, ક્ષણભર મુંડમાલિકામાં વિહિત કર્યું તેવા. •
કામના ફૂલ-ધનુષ્યને કોઈ વખત રતિ પોતાનું સીસફૂલ બનાવે છે, કોઈ વખત ગળે લટકાવે છે, કોઈ વખત માથા પર માલાની પેઠે પહેરે છે તેને પ્રણામ કરો. પણ એણ - પ્રણયથી, આને ‘દોધકવૃત્તિ' “નમણુનું વિશેષણ માને છે.
હેમચન્દ્રના વ્યાકરણના આ વિભાગમાં જે શબ્દ ઉદાહરણવત્ આપેલા છે તેનો ઉલ્લેખ અત્ર નિમ્પ્રયોજન છે.
આ રીતે પોતાના સમયથી પૂર્વની કૃતિઓમાંથી ઉદાહરણો અવતરેલાં તે અત્ર પૂર્ણ થાય છે. આ પરથી જણાય છે કે અપભ્રંશ શ્રી હેમચન્દ્રના સમય પહેલાં સાહિત્યભાષા – શિષ્ટભાષા બની ગઈ હતી.
ઉપર અપાયેલાં ઉદાહરણોમાંના શબ્દોનો કોશ આપવામાં આવે તો વિશેષ યોગ્ય થાત, પણ અવકાશના અભાવે તેમ થઈ શક્યું નથી.
. હવે
પ્રકરણ ૯ : વાભટ્ટનું ભાષા સંબંધે વક્તવ્ય
૧૯૯, હેમચન્દ્રના સમયમાં વાલ્મટ્ટ થયેલ છે કે જેમણે ‘વાભટ્ટાલંકાર' નામનો અલંકાર પર ગ્રંથ રચેલ છે તેમાં ભાષાઓ સંબંધે બીજા પરિચ્છેદમાં જે જણાવેલું છે તે અત્ર આપવું યોગ્ય છે.
સંસ્કૃત પ્રાકૃત તસ્યાપભ્રંશો ભૂતભાષિત || ઇતિ ભાષાશ્ચતસ્રોડપિ યાન્તિ કાવ્યસ્ય કાયતામ્ |૧||
સંસ્કૃત, પ્રાકૃત, તેની અપભ્રંશ અને ભૂતભાષા (પૈશાચી) એ ભાષા કાવ્યનું શરીર પ્રાપ્ત કરે છે. (એ ચારે ભાષા કાવ્યના શરીરપ્રાય છે.) ૨૦૦. હવે તે ચાર ભાષાનું સ્પષ્ટીકરણ કરે છે :
સંસ્કૃત સ્વર્ગિમાં ભાષા શબ્દશાઍષ નિશ્ચિતા | પ્રાકૃત તજ્જતતુલ્યદેશ્યાદિકનેકધા ||૨||
દેવોની ભાષા સંસ્કૃત છે (અને તે) શબ્દશાસ્ત્ર – વ્યાકરણોમાં નિશ્ચિત થયેલી છે (સારી રીતે વ્યુત્પત્તિથી નિર્ણત છે); પ્રાકૃત તદ્ભવ, તતુલ્ય - તત્સમ અને દેશ્ય આદિ અનેક પ્રકારની છે. ટીકાકાર સિંહદેવગણિ આ ત્રણ - તદ્ભવ, તત્સમ અને દેશ્યનાં ઉદાહરણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org