________________
‘કુમારપાલપ્રતિબોધ’માંનો ઇતિહાસ અને જૈન કથાઓ
અનુરક્ત થયો. તેમના કહેવાથી સિદ્ધરાજે પાટણમાં ૨ાયવિહાર (રાવિહાર) અને સિદ્ધપુરમાં સિદ્ધવિહા૨ નામનાં જિનમંદિરો બંધાવ્યાં અને તેમણે ‘નિઃશેષશબ્દલક્ષણનિધાન' ‘સિદ્ધહૈમ’વ્યાકરણ જયસિંહદેવના વચનથી બનાવ્યું. (પૃ.૨૨) તેમના અમૃતોપમેય વાણીવિલાસને પૂછ્યા વગર શ્રવણ કર્યાં વગર જયસિંહને ક્ષણભર પણ તૃપ્તિ થતી નહોતી, વિશેષ સાંભળવાને ઈચ્છા થયાં જ કરતી હતી. જો આપ પણ યથાસ્થિત ધર્મસ્વરૂપ જાણવા ઇચ્છો તો તે મુનિવરથી પૂછી જાણો. બસ. હેમચન્દ્રજી આવ્યા અને રાજાએ ઉપદેશ સાંભળ્યો.
-
૧૨૭
અહીં બાહડ મંત્રી દ્વારા હેમચન્દ્રજીનો પરિચય કરાવ્યાનો ઉલ્લેખ કેવલ પૂજાર્થ માનાર્થ છે. કારણકે રાજા થયા પહેલાંની દુર્ગતિ અવસ્થામાં પણ કુમારપાળ હેમચન્દ્રજીના કૃપાપાત્ર હતા. હેમાચાર્યે તેમના પ્રાણ બચાવ્યા, રાજા થવાની ભવિષ્યવાણી કહી ઇત્યાદિ વાતો કેટલાય પ્રબંધોમાં પ્રકટ છે. અસ્તુ. હેમાચાર્યે એક-એક ધર્મની વાત લઈ તેના પર કોઈ ઇતિહાસ યા કથા કહી ને રાજાએ કહ્યું કે હું આ કરીશ અને આ તજીશ. પછી રાજાએ તે સંબંધમાં શું-શું કર્યું તે પણ આ ગ્રંથમાં વર્ણવેલું છે. ગુરુશિષ્યસંવાદ રૂપે કથા દ્વારા ધર્મ કહેવો એ સનાતન રીતિ છે. પુરાણોમાં ‘અત્રાપ્યુદ્વાહરન્તીમિતિહાસ પુરાતનમ્’, ‘હન્ત તે કથયિષ્યામિ'ની ધારા વહેતી જાય છે, જૈન સૂત્રોમાં, બૌદ્ધ ગ્રંથોમાં સર્વ જગ્યાએ છે. ઉપદેશની કથાઓ પણ સર્વસાધારણ છે, મદ્યપાનનિંદામાં દ્વારકાદાહ અને યાદવોના નાશની કથા, દ્યૂતના વિષયમાં નલની કથા, (સુવર્ણ)ચોરી માટે વરુણની કથા, તપસ્યામાં રુક્મિણીની કથા આદિ તે જ છે કે જે હિન્દુ પુરુણોમાં છે. વિશેષ જૈન ધર્મો ઉપ૨ પ્રસિદ્ધ જૈન આખ્યાનોની કથાઓ છે. કેટલીક સ્થૂલિભદ્ર જેવી અર્ધ-ઐતિહાસિક કથાઓ પણ છે. પંચતંત્ર જેવી સિંહવાઘની કથા પણ છે. કુલ ૫૭ કથાઓ છે કે જેમાં એક ‘જીવ, મન અને ઇન્દ્રિયોની વાતચીત’, પૂર્વે જણાવેલા કવિ સિદ્ઘપાલની બનાવેલી છે. આ સર્વમાં સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, કથાનક, આલંકારિક આદિ કેટલાક ચમત્કાર છે.
Jain Education International
૨૧૦. વધુમાં, ગુલેરી મહાશય કહે છે કે જે કથાઓને ‘હિન્દુ કથાઓ’ કહેવામાં આવે છે તેમાં કંઈ ભેદ છે. કૃષ્ણને અરિષ્ટનેમિએ ઉપદેશ અને યદુવંશના નાશની ચેતવણી આપી હતી, દમયંતીની રક્ષા કોઈ જૈન સાધુના આશીર્વાદથી થઈ, રુમિણીનું સૌભાગ્ય કોઈ જિનપ્રતિમાના અર્ચનથી થયું ઇત્યાદિ જૈનોને ત્યાં રામાયણ-મહાભારત-પુરાણ પૃથક છે કે જેમાં કથાઓ ભિન્ન છે. જૈનોએ હિંદુઓની કથાઓ બદલાવી પોતાના ધર્મની પ્રભાવના વધારવાને માટે તેનું રૂપાંતર કરી નાખ્યું એમ કહેવું એ કંઈ સાહસની વાત છે. નદીનું જળ લાલ ભૂમિ ૫૨ વહેતું હોય તો લાલ થઈ જાય છે અને કાળી પર કાળું થાય છે. કથાઓ જૂની આર્ય કથાઓ છે, જૈન, બૌદ્ધ, વૈદિક સર્વની સમાન સંપત્તિ છે. પુરાણોમાં પણ કથાઓમાં ભિન્નતા જોવાય છે. એક જ નિર્દિષ્ટ રાજાની પુત્રપ્રાપ્તિ એક સ્થળે એકાદશી-વ્રતથી કહેવાઈ છે, ને બીજી જગાએ કોઈ જુદા વ્રતથી. હિમવત્ની પુત્રી ઉમાએ શિવ જેવો પતિ કોઈ કહે છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org