________________
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
સોમપ્રભથી જૂની કવિતાનો સંગ્રહ કર્યો છે અને તેને દરેક સ્થાનેથી ઉદ્ભરી લીધી છે. પ્રાકૃત રચનામાં ક્યાંક-ક્યાંક આવા એક અર્ધા દોહા આવી ગયેલ છે. સોમપ્રભે ગ્રામોફોનની પેઠે હેમચન્દ્રજીની ઉક્તિ લખી નથી. તેમણે તો કોઈ વિશેષ ધર્મના ઉપદેશાર્થે કોઈ જૂની વિશેષ કથા કે જે લોકમાં પ્રચલિત હતી તે હેમચન્દ્રજીના મુખથી તેમજ પોતાના શબ્દોમાં કહેવરાવી છે. તે કથાઓ કર્તાએ પોતે રચી નથી પણ તે સમયે દેશભાષા ગદ્યપદ્યમાં જે પ્રચલિત હશે તે પ્રચલિત અને પુરાણી લીધી છે. નહીં તો એવું શું કારણ હોય કે બધી કથા પ્રાકૃતમાં કહીને તે કર્તા કોઈ બીજશ્લોક અથવા કથાનો સંગ્રહશ્લોક, અથવા નલે જે દમયંતીને કહ્યું તે, અથવા નલને શોધવા જનાર બ્રાહ્મણનો ‘ક્વ નુ ત્યું કિતવ છિત્વા'ના ઢંગનો દોહો, પ્રાકૃતમાં જ ન કહેતાં અપભ્રંશમાં કહી રહેલ છે ? જ્યાં તેમણે ઇતિહાસ અથવા કુમારપાલનું ધર્મપાલન સ્વયં લખેલ છે ત્યાં તો તે કર્તા ગ્રંથની સમાપ્તિ નજીક બાર ભાવનાઓના વર્ણન સિવાય અપભ્રંશનો ઉપયોગ કરતા નથી. તે કર્તા કથાઓને રોચક બતાવવા માટે તેને સામિયક અને સ્થાનિક રંગ આપવા માટે, અજ્ઞાત અને અપ્રસિદ્ધ કવિઓના દોહા પૈકી કેટલાક હેમચન્દ્રજીના વ્યાકરણનાં ઉદાહરણોમાં છે, કેટલાક પ્રબંધચિંતામણિમાં છે, કેટલાક જિનમંડનના ‘કુમા૨પાલપ્રબંધ' સુધી પણ ચાલ્યા આવ્યા છે. જે દોહા સં.૧૧૯૯ (સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ, સંપૂર્ણ હૈમ વ્યાકરણની રચનાનો સંભવિત અંતિમ સમય)માં મળે છે, જે સં.૧૨૪૧ (સોમપ્રભનો રચનાકાલ) સુધી મળે છે, જે સં.૧૩૬૧માં (પ્રબંધચિંતામણિ'નો રચનાકાળ) ઉપલબ્ધ થાય છે, જે સં.૧૪૯૨ (જિનમંડનના ‘કુમારપાલપ્રબંધ'નો રચનાસંવત) સુધી કથાઓમાં પરંપરાથી ચાલ્યા આવે છે એટલેકે આવી રીતે જેની આયુ ત્રણસો વર્ષ છે તે તેની પેલી બાજુ સો-સવાસો વર્ષના જૂના નહીં હોય ? આમાં કથાઓના બીજશ્લોક છે, પ્રચલિત ઉક્તિઓ છે. નાયિકાઓનાં સ્નેહવાક્યો છે, વિયોગીઓ અને વિયોગિનીઓના વિલાપ છે, કહેવતો છે, ઋતુવર્ણન છે, સમસ્યાપૂર્તિઓ છે (કે જૈ પૈકી કોઈ અમુકની રાજસભામાંની જણાવે છે અને કોઈ બીજાની રાજસભામાં), અર્થાત્ એવી સામગ્રી છે કે જે અલિખિત દંતકથાઓમાં સુરક્ષિત રહે છે તથા સદા ને સર્વત્ર કથા કહેનારા દિલને પ્યારી છે. ૨૧૩. આજ પણ રાજપૂતાનામાં વાર્તા કહેનારા જ્યાં સુંદરીનું વર્ણન આવે છે ત્યાં વચમાં આ દોહા જોડી દે છે ઃ
કદ તેં નાગ વિસાસિયા, નૈણ દિયા મૃગ ઝલ્લ, ગોરી સ૨વ૨ કદ ગઈ, હંસાં સીખણ હા.
૧૩૦
• ક્યારે તેં નાગોને વિશ્વાસમાં લીધા (કે તે તારા કેશોના રૂપ થઈ ગયા ?) મૃગોએ તને નયન ક્યારે સોંપ્યા ? ગોરી ! હંસોની ચાલ શીખવા તું સરોવર ક્યારે ગઈ હતી ? •
જ્યાં મિત્રતાનું વર્ણન આવે છે ત્યાં તેઓ આ દોહો ઘુસાડે છે ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org