________________
૧૩૨
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
મહાભારત આદિ પુરાણોમાં ઉદ્ધત કરેલી છે. આ પુરાણો અને બ્રાહ્મણોની પહેલાંની ગાથાઓ પુરાણોના બીજસ્વરૂપ છે અને એવા પ્રસંગો પર તે ઉદ્ધત કરવામાં આવેલી છે કે જેમ સોમપ્રભની રચનામાં અપભ્રંશ કવિતા કરવામાં આવી છે. ભાષાવિચારથી જોઈએ તો જેમ બ્રાહ્મણોની રચનાથી આ ઉદ્ભત ગાથાઓમાં અધિક સરલતા છે, તે જ પ્રમાણે સોમપ્રભાચાર્યની કૃત્રિમ પ્રાકૃતના નવા ટંકશાલી સિક્કાઓથી આ ઘસાયેલ લોકપ્રચલિત સિક્કા અધિક પરિચિત અને પ્રિય માલૂમ પડે છે.
૨૧૫. કૃત્રિમ પ્રાકૃતની ચર્ચા થઈ તેથી તેની પણ કેટલીક વાત કરી લેવી જોઈએ. કોઈ એમ ન સમજે કે જેવી પ્રાકૃત પોથીઓમાં મળે છે તેવી કદી યા કોઈ સ્થળની દેશભાષા હતી. મહારાષ્ટ્રી, માગધી અને શૌરસેની નામોથી તેઓને ત્યાંની દેશભાષા માનવી ન જોઈએ. સંસ્કૃતમાં નવાજૂનાં નાટકોમાં ભિન્નભિન્ન પાત્રોના મોંમાંથી જે ભિન્નભિન્ન પ્રાકૃત કહેવરાવવાની પ્રથા છે, તેથી પણ એમ ન જાણવું કે તે સમયે તે જાતિ યા વર્ગ તેવી ભાષા બોલતા હતા. આ કેવલ સાહિત્યનો સંપ્રદાય છે કે અમુક પાસેથી અમુક ભાષા યા વિભાષા બોલાવવી જોઈએ. પ્રાકૃત પણ એક જાતની સંસ્કૃત જેવી રૂઢ કિતાબી - પુસ્તકની ભાષા થઈ ગઈ હતી. જૂનામાં જૂના પથ્થર અને ધાતુ પરના લેખ સંસ્કૃતમાં નથી મળતા, તે પ્રાકૃત યા ગડબડી સંસ્કૃતના મળે છે. તે પ્રાકૃતને કોઈ દેશભેદમાં બાંધી ન શકાય. માગધીનું મુખ્ય લક્ષણ ‘રની જગાએ “લ” અને અકારાંત શબ્દોના કર્તાકારકના એકવચનમાં સંસ્કૃત “સુ” () યા શૌરસેની “ઓ'ની જગાએ “એ”નું આવવું એ ગિરનાર આદિ પશ્ચિમી લેખોમાં મળે છે અને મહારાષ્ટ્રનાં કેટલાંક ચિહ્ન પૂર્વતટના લેખોમાં મળે છે. શૌરસેનીનાં કેટલાંક માનેલાં લક્ષણ દક્ષિણની કન્હેરી આદિ ગુફાઓના અભિલેખોમાં મળે છે. સાહિત્યની ભાષા તો, વ્યાકરણના જ્ઞાન, રૂઢપ્રયોગોના થતા બદલા અને કવિસંપ્રદાયના પ્રભાવથી બદલાતી જાય છે, પુસ્તકોમાં પ્રાચીન ભાષાની શૈલી સમયાનુસાર બદલાતી રહે છે, પરંતુ પથ્થરની કોરેલી લીટી તે પથ્થરની કોરેલી લીટી જ રહે છે. જૂનામાં જૂના લેખ અનિર્વચનીય પ્રાકૃતમાં
૩૨. જેમકે મહાભારતમાં શકુંતલાની દુષ્યન્ત સાથે વાતચીત : માતા ભગ્ના પિતુ પુત્રો યસ્માજ્જાતઃ સ એવ સઃ | ભરસ્વ પુત્ર દૌષ્યતિ સત્યમાહ શકુંતલા | રેતીધાઃ પુત્ર ઉન્નયતિ નૃદેવ મહતઃ ક્ષયાત્ | 'ચાસ્ય ધાતા ગર્ભસ્થ સત્યમાહ શકુંતલા ||
અથવા કર્ણપર્વમાં શલ્ય અને કર્ણની વાતચીતમાં કેટલીક વિનોદાત્મક ગાથાઓ તથા જે કેટલીક ‘ગાથામખ્યત્ર ગાયંતિ યે પુરાણવિદો જના' એમ કહીને ઉદ્ધત કરેલી છે, જેમકે, વિષ્ણુપુરાણમાં –
શનૈયત્યબલા રમ્યા હેમંત ચન્દ્રભૂષિતા |
અલંકૃતા ત્રિભિભર્વિસ્ત્રિશંકુગ્રહમડિતા || આવી ગાથાઓનો પૂરો તથા તુલનાત્મક સંગ્રહ ઘણો ઉપાદેય – ઉપયોગી નીવડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org