________________
કુમારપાલપ્રતિબોધ'ની રચના
૧૩૧
મો મન લગા તો મના, તો મન મો મન લગ્ન, દૂધ વિલજ્ઞા પાણિયાં, (જિમિ) પાણિય દૂધ વિલગ્ન.
• મારું મન તારા મનથી લાગ્યું ને તારું મન મારા મનથી લાગ્યું, જેમ દૂધ પાણીથી લાગ્યું અને પાણી દૂધથી લાગ્યું તેમ. • જ્યાં કોઈ વીર નારીનો પ્રસંગ આવ્યો કે તુરત આ દોહા આવશે : ઢોલ સુગંતાં મંગલી, મૂછાં ભૌહ ચઢંત, ચંવરી હી પરિચાણિયો, કંવરી મરણો કંત. ઢોલ બજંતા હે સખી, પતિ આયો મોહિ હૈણ. બાગાં ઢોલાં મેં ચલી, પતિકો બદલો લેણ. મેં પરણતી પરખિઓ, તોરણરી તણિયાંહ, મો ચૂડલો ઉતરસી, જદ ઉતરસી ઘણિયાંહ.
• (વિવાહના સમયે) મંગળના ઢોલ સાંભળતાં (નાયકની) મૂછો ભવાં સુધી ચઢતી હતી તેથી (નાયિકાએ) ચોરી વિવાહમંડપોમાં જ કંથનું (યુદ્ધમાં) મરણ પિછાણી લીધું.
હે સખી ! પતિ મને લેવા ઢોલ બજાવતો આવ્યો. હું પણ યુદ્ધનાં બાગા [વાઘા] (વસ્ત્રો સાથે (પહેરી) અંતે ઢોલ વાજતાંવાજતાં પતિનો બદલો લેવા ચાલી.
| તોરણની તણ (છિદ્રોમાંથી - તોરણની પાસે વિવાહ સમયે (નાયકની વીરતા જોઈ) પિછાની લીધું કે જ્યારે મારો ચૂડલો ઊતરશે (હું * વિધવા થઈશ) ત્યારે ઘણી (સ્ત્રી)ના ઊતરશે (તે ઘણા મારીને પછી મરશે.) • આ દોહા જરૂર વારતા કહેનારાઓના રચેલા નથી પણ પ્રાચીન છે.
૨૧૪. વસ્તુતઃ આ ગાથાઓનું ‘કુમારપાળપ્રતિબોધમાં તે સ્થાન છે કે જે વિશેષ રાજાઓના યજ્ઞ અને દાનની પ્રશંસાની અભિયજ્ઞ ગાથાઓનું બ્રાહ્મણોમાં સ્થાન છે. ઐતરેય અને શતપથ બ્રાહ્મણમાં મેંદ્ર મહાભિષેક અને અશ્વમેધ આદિના પ્રસંગ પર એવી નારાશસી ગાથાઓ આપવામાં આવી છે કે જે અવશ્ય બ્રાહ્મણોની રચનાના સમયે લોકમાં પ્રચલિત હતી અને જેને “તદેષા અભિયજ્ઞગાથા ગીયતે' એમ કહીને બ્રાહ્મણોમાં આવી જ રીતે ઉદ્ધત કરેલી છે. તે અથવા તેવી જ કેટલીક ગાથાઓ
૩૧. જુઓ ગુલેરી મહાશયે આવી કેટલીક ઐતિહાસિક ગાથાઓનો અનુવાદ “મર્યાદાના રાજ્યાભિષેક અંકમાં કરેલો છે તે મર્યાદા, ડિસેંબર ૧૯૧૧ તથા જાનેવારી ૧૯૨૧). આવી ગાથાઓનો એક નમૂનો આ છે :
મરુતઃ પરિવેષ્ટારો મરુત્તસ્યાવસનું ગૃહે | આવિક્ષિતસ્યાગ્નિઃ ક્ષત્તા વિશ્વેદેવા સભાસદઃ ||.
(શતપથ, ૧૩, ૫, ૪, ૬)
૦.૧૦ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org